- યાત્રાળુઓ તંત્ર સામે રોષ ઠાલવતા જોવા મળ્યાં હતા
- ડુંગર પર જરૂરિયાત મુજબ સફઈ નહીં કરાતી હોવાનો ઓક્ષપ
- ડુંગર પર થતી ગંદકી તેમજ કચરો તેમજ તળાવની સાફ્-સફઈ રાખવામાં આવે તેવી યાત્રાળુઓમાં માંગ ઉઠી છે.
પાંચ છ દિવસ ભારે વરસેલા વરસાદ વરસતા પાવાગઢ ડુંગર પર દુધિયા તળાવ ની આસપાસ તેમજ તળાવમાં તેમજ તળવના ઘાટ પર તેમજ પગથિયાઓમાં ઠેર ઠેર ગંદકી તેમજ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે .
પાવાગઢ ખાતે આવતાં ભાવિક ભક્તો માતાજીના દર્શન કરતાં પહેલાં દુધિયા તળાવમાં સ્નાન કરી માતાજીના દર્શન કરવા જતા હોય છે તેવી ભક્તોમાં માન્યતા હોય છે જેને લઈને ભક્તો સ્નાન કરવા દુધિયા તળાવ ખાતે જાય છે. ત્યાં ગંદકીના અને કચરાના ઢગલા જોઈ ભક્તોમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે. જોકે આ અંગે ડુંગર ખાતે રહેતા સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ડુંગર પર જરૂરિયાત મુજબ સફઈ કામદારોની હર હંમેશ કમી જોવા મળી રહે છે.
પૂરતા પ્રમાણમાં કામદારોની સંખ્યા ન હોવાને કારણે ડુંગર પર ગંદકી તેમજ કચરો જોવા મળી રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જોકે લાગતા વળગતા તંત્ર દ્વારા આવનારા સમયમાં ડુંગર પર થતી ગંદકી તેમજ કચરો તેમજ તળાવની સાફ્-સફઈ રાખવામાં આવે તેવી યાત્રાળુઓમાં માંગ ઉઠી છે.
Source link