વિમેન્સ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં યજમાન ભારતનો દબદબો જારી રહ્યો છે અને પોતાની ત્રીજી મેચમાં થાઇલેન્ડને 13-0થી હરાવીને વિજયની હેટ્રિક પૂરી કરી હતી. ભારત માટે દીપિકાએ ત્રીજી, 19મી, 43મી, 45મી તથા 45મી (એક મિનિટમાં બે ગોલ) એમ પાંચ ગોલ નોંધાવ્યા હતા.
પ્રીતિ દૂબેએ નવમી અને 40મી, લાલરેમસિયામીએ 12મી તથા 56મી, મનીષા ચૌહાણે 55મી તથા 58મી મિનિટે બે-બે ગોલ કર્યા હતા. બ્યૂટી ડુંગડુંગે 30મી મિનિટે તથા નવનીત કૌરે 53મી મિનિટે ગોલ કર્યો હતો. ભારતે પ્રથમ મેચમાં મલેશિયાને 4-0થી તથા સાઉથ કોરિયાને 3-2થી હરાવ્યું હતું. ભારત અને ચીન બંનેએ પોતપોતાની ત્રણ-ત્રણ મેચો જીતી છે અને નવ-નવ પોઇન્ટ ધરાવે છે. ભારતીય ટીમ 21 ગોલના અંતરના કારણે ચીન બાદ બીજા ક્રમે છે. ભારતીય ટીમ શનિવારે ઓલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટ ચીન સામે રમશે. મલેશિયાએ કોરિયાને 2-1થી તથા ચીને જાપાનને 2-1થી પરાજય આપ્યો હતો.
Source link