સુરેન્દ્રનગરના સી.યુ.શાહ મેડિકલ હોલ ખાતે ગુરૂવારે શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનીત કરાયા હતા. આ તકે અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત મોટીસંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતના પુર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી એટલે પમી સપ્ટેમ્બરે દેશભરમાં શિક્ષક દિન ઉજવાય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં યોજાયેલા શિક્ષક દિને શ્રેષ્ઠ શિક્ષકોને રોકડ અને પારીતોષીક આપી સન્માનીત કરાયા હતા. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત કાર્યક્રમમાં જિલ્લાકક્ષાના 4, તાલુકાકક્ષાના 2 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારીતોષીક અપાયા હતા. જેમાં ચોટીલાની પ્રા.સ્કૂલના નયનાબા રાણા, મૂળીના સરલા ઉચ્ચતર માધ્યમીક શાળાના વારીસ ભટ્ટા, વઢવાણના ભગવતીપ્રસાદ ગમારા અને ધ્રાંગધ્રાના ચંપકભાઈ કાનાણીને જિલ્લા કક્ષાના તથા ચોટીલાના સુરેશભાઈ વાઢેર, થાનના દેવેન્દ્રપ્રસાદ ધમલને તાલુકા કક્ષાના પારીતોષીક એનાયત કરાયા હતા. આ તકે સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, કલેકટર કે.સી.સંપત, એસપી ડો. ગીરીશ પંડયા, જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝા, શિક્ષણ નિરીક્ષક કે.એન.બારોટ સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. સાંસદે આ તકે જણાવ્યુ કે, ગુજરાતની શિક્ષણ પધ્ધતીમાં સુધારો થતા દેશની પ્રગતિમાં વધારો થયો છે. ખાસ કરીને સરકારી શાળાઓમાં શિક્ષકોના નવા રચનાત્મક પ્રયાસોથી બાળકો હોંશભેર શાળાએ જવા લાગ્યા છે. તેઓએ દરેક શિક્ષકને શ્રેષ્ઠ ગણાવ્યા હતા અને કહ્યુ હતુ કે, તેઓને ઈશ્વરે દેશના ભાવિનું ઘડતર કરવાનું શ્રેષ્ઠ કામ જ સોંપ્યુ છે.
Source link