રિતિક રોશનને બોલિવૂડના ગ્રીક ગોડ તરીકે ઓળખવામાં આવે છે. તેણે તેની પહેલી જ ફિલ્મ ‘કહો ના… પ્યાર હૈ’થી ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી હતી. અભિનેતા આજે તેનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રિતિકે પોતાની શાનદાર એક્ટિંગ, ફિટનેસ અને અનોખી ડાન્સ સ્ટાઇલથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. રિતિક માત્ર ફિલ્મોથી જ નહીં પરંતુ બીજી ઘણી રીતે કમાણી કરે છે. મીડિયા રિપોર્ચ અનુસાર, રિતિકની કુલ સંપત્તિ 3101 કરોડ રૂપિયા છે.
ઘણી યુવતીઓ રિતિક રોશન માટે પાગલ છે, લોકો તેની એક ઝલક જોવા માટે ઉત્સુક છે. તેના અંગત જીવન વિશે વાત કરીએ તો, રિતિક રોશને સુઝેન ખાન સાથે લગ્ન કર્યા અને લગ્નના 14 વર્ષ પછી 2014 માં છૂટાછેડા લીધા. લગ્ન પહેલા બંને બાળપણના મિત્રો હતા અને તેઓએ વર્ષ 2000માં લગ્ન કર્યા હતા. છૂટાછેડા પછી, રિતિક રોશન હવે સબા આઝાદને ડેટ કરી રહ્યો છે, જ્યારે સુઝૈન ખાન અરસલાન ગોની સાથે સંબંધમાં છે. રિતિક અને સુઝેનને બે પુત્રો છે.
આ રીતે કલાકારો કમાણી કરે છે
ફેમસ એક્ટર રિતિક રોશન ખૂબ જ પ્રતિભાશાળી એક્ટર છે. ફિલ્મો સિવાય તે અન્ય ઘણી રીતે કમાણી કરે છે.
ફેશન અને ફિટનેસ બ્રાન્ડ (HRX)
રિતિકે 2013માં તેની ફિટનેસ અને ફેશન બ્રાન્ડ HRX લોન્ચ કરી હતી. આ બ્રાન્ડ જિમના કપડાં અને ફિટનેસ સંબંધિત વસ્તુઓ બનાવે છે. થોડા જ વર્ષોમાં આ બ્રાન્ડ એટલી મોટી થઈ ગઈ કે મિંત્રાએ તેમાં હિસ્સો ખરીદ્યો. આજે તેની કિંમત 200 કરોડ રૂપિયા છે.
સ્ટાર્ટઅપમાં નાણાંનું રોકાણ
રિતિકે ફિટનેસ કંપની Cure.Fitમાં 100 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ સિવાય તેણે અન્ય ફિટનેસ સ્ટાર્ટઅપ્સમાં પણ પૈસા રોક્યા છે.
બ્રાન્ડ પ્રમોશનથી કમાણી
રિતિક રાડો, ઓપ્પો અને માઉન્ટેન ડ્યૂ જેવી ઘણી મોટી બ્રાન્ડનો બ્રાન્ડ એમ્બેસેડર છે. આ બ્રાન્ડ્સની જાહેરાત કરવા માટે તે દર વખતે 3 થી 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
સોશિયલ મીડિયામાંથી આવક
રિતિકના ઇન્સ્ટાગ્રામ પર 47 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે દરેક પ્રમોશનલ પોસ્ટ માટે 4 થી 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. સોશિયલ મીડિયા તેમની આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે.
Source link