હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 3 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે રાજ્યના અમુક જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી વરસાદ અપર એર સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે થશે. આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે. આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતના માછીમારોને આજે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
ખેલૈયાઓ માટે હવામાન વિભાગે માઠા સમાચાર આપ્યા
નવરાત્રિના તહેવારની તૈયારી કરી રહેલા ખેલૈયાઓ માટે હવામાન વિભાગે માઠા સમાચાર આપ્યા છે. સપ્ટેમ્બર મહિનાની આગાહી મુજબ, 23 સપ્ટેમ્બરથી બંગાળની ખાડી અને અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકે છે,
જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. જો હવામાન વિભાગની આ આગાહી સાચી પડશે તો નવરાત્રિના રંગમાં ભંગ પડી શકે છે અને ખેલૈયાઓને વરસાદી માહોલમાં ગરબે ઘૂમવાની ફરજ પડી શકે છે. આ કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.



Leave a Comment