- અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી વચ્ચે સ્ટોક માર્કેટમાં મંદીનો માહોલ
- અમેરિકાના સોશિયલ મીડિયા પર લિપસ્ટિક ચર્ચાનો વિષય બની
- મંદીના સમયગાળા દરમિયાન લિપસ્ટિકનું વેચાણ ઝડપથી વધે છે
અમેરિકાના માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ રાષ્ટ્રપતિની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે દેશના નવા રાષ્ટ્રપતિ કોણ હશે તે નક્કી કરવાનું બાકી છે. આ સાથે જ સમાચાર આવી રહ્યા છે કે અમેરિકાના માર્કેટની હાલત બહુ સારી નથી. આવી સ્થિતિમાં એક સમાચારે અમેરિકાના રોકાણકારોને ભયનો માહોલ ઊભો કર્યો છે. અમેરિકાના સોશિયલ મીડિયા પર લિપસ્ટિક ચર્ચાનો વિષય બન્યો છે. ચાલો જાણીએ કે લિપસ્ટિક અને અમેરિકાના માર્કેટ વચ્ચે શું સંબંધ છે. અને શા માટે આ ચર્ચામાં છે?
વોરેન બફેટનું રોકાણ અમેરિકાના માર્કેટનો લિટમસ ટેસ્ટ
આનું કારણ બર્કશાયર હેથવેના માલિક વોરેન બફેટ છે, જેની ગણતરી વિશ્વના સૌથી ધનિક લોકોમાં થાય છે. તેમના વિશે એવું પણ કહેવાય છે કે, તેમના રોકાણને અમેરિકાના માર્કેટનો લિટમસ ટેસ્ટ માનવામાં આવે છે. જો તેઓ કોઈપણ કંપનીમાં નાણાંનું રોકાણ કરે છે અથવા કોઈપણ કંપનીમાંથી નાણાં ઉપાડે છે, તો આના પરથી બજારનું વલણ માપવામાં આવે છે.
વોરેન બફેટના રોકાણે હલચલ મચાવી
આ દરમિયાન વોરેન બફેટે એક કોસ્મેટિક્સ કંપનીમાં રોકાણ કર્યું છે. રસપ્રદ વાત એ છે કે, મંદી દરમિયાન લિપસ્ટિકનું વેચાણ વધે છે. હવે એવું માનવામાં આવે છે કે, વોરેન બફેટે મંદીની આગાહી કરી છે. આમાંથી નફો મેળવવા માટે તેણે કોસ્મેટિક કંપનીમાં રોકાણ કર્યું છે.
લિપસ્ટિક ઇન્ડેક્સ શું છે?
આ શબ્દનો ઉપયોગ ST લોડરના અધ્યક્ષ લિયોનાર્ડ લોડર દ્વારા કરવામાં આવ્યો હતો. લિયોનાર્ડ લોડર અમેરિકાના મોટા રોકાણકાર છે. વર્ષ 2000ની મંદીમાં જોવા મળ્યું હતું કે મહિલાઓમાં લિપસ્ટિકનું વેચાણ ઝડપથી વધી રહ્યું હતું. અમેરિકામાં 1929 થી 1933 દરમિયાન આવેલ ગ્રેટ ડિપ્રેશનના સમયે કોસ્મેટિક્સનું પ્રોડક્શન વધ્યું હતું. કંઈક આવું જ 2008ની વૈશ્વિક મંદી પછી પણ જોવા મળ્યું હતું. તેની પાછળના કારણ પર ઘણો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે સારી આર્થિક સ્થિતિમાં મહિલાઓ વધુ કપડાં ખરીદે છે. સાથે જ ખરાબ સમયમાં મહિલાઓ લિપસ્ટિક ખરીદવાનું પસંદ કરે છે.
લિપસ્ટિક ઇફેક્ટ વિશે નિષ્ણાતોનો મત
લિપસ્ટિક ઇફેક્ટ સાથે સંકળાયેલા નિષ્ણાતો કહે છે કે, મુશ્કેલ સમયમાં મહિલાઓ પોતાને સારું અનુભવવા માટે સસ્તા પરંતુ આકર્ષક બ્યુટી પ્રોડક્ટ્સ તરફ વળે છે. તેમનો આત્મવિશ્વાસ જાળવી રાખવાનો આ એક સરળ અને સસ્તો રસ્તો છે. ઘણા અભ્યાસોમાં એવું પણ બહાર આવ્યું છે કે, મંદી દરમિયાન કોસ્મેટિક કંપનીઓને એટલું નુકસાન થયું નથી જેટલું અનુમાન કરવામાં આવ્યું હતું. તેનું એક મોટું કારણ લિપસ્ટિક છે.
આ નિવેદનમાં કેટલી સત્યતા છે, ચાલો જાણીએ
અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલાએ દેશને આર્થિક સંકટમાં ધકેલાય ગયો હતો. ત્યારે મંદીના આ સમયગાળા દરમિયાન ઇન્વેસ્ટોપીડિયાના સંશોધન મુજબ લિપસ્ટિકનું વેચાણ બમણું થયું હતું. 2007 અને 2009 વચ્ચે આર્થિક મંદી જે 19 મહિના સુધી ચાલી હતી. આ મંદીના કારણે લાખો અમેરિકનો બેરોજગાર થઈ ગયા હતા. આ સંકટ હોવા છતાં લોરિયલ અને એસ્ટી લોડર જેવી મોટી કોસ્મેટિક કંપનીઓએ આવકમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી. ગ્રેટ ડિપ્રેશન દરમિયાન 1929 અને 1933ની વચ્ચે અમેરિકામાં જ્યારે ઔદ્યોગિક ઉત્પાદન અડધું થવા છતાં સૌંદર્ય પ્રસાધનોના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી હતી. ખાસ કરીને લિપસ્ટિકના વેચાણમાં વધારો થયો છે, જ્યારે મોંધી કોસ્મેટિક્સ પ્રોડક્શના વેચાણમાં ઘટાડો થયો.
અમેરિકામાં મંદીની આશંકા કેમ વધી રહી છે?
અમેરિકામાં ઘણા મોટા આર્થિક સૂચકાંકોમાં નબળાઈના સંકેતો છે. જાન્યુઆરીમાં નીચા સ્તરેથી બેરોજગારીના દાવાઓમાં નોંધપાત્ર વધારો થયો છે અને જુલાઈમાં બેરોજગારીનો દર વધીને 4.3 ટકાની ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. આ સિવાય મેન્યુફેક્ચરિંગ PMI 9 મહિનામાં તેના સૌથી નીચા સ્તરે આવી ગયો છે.
Source link