પીએમ નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનની વ્યાપક અસર જોવા મળી છે. એક રિપોર્ટ અનુસાર શૌચાલય બનાવવાના કારણે અત્યાર સુધીમાં 60 થી 70 હજાર શિશુઓના જીવ બચી ગયા છે. નેચર જર્નલમાં આ અંગે એક રિસર્ચ પ્રકાશિત થયું છે. પીએમ મોદીએ આ સંશોધનની લિંક પણ શેર કરી છે. પીએમએ સ્વચ્છતાના મહત્વ પર પણ ભાર મૂક્યો છે. રિચર્સમાં 2011 અને 2020 વચ્ચેનો હવાલો આપવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ અભિયાન દર વર્ષે હજારો બાળકોના જીવન બચાવી રહ્યું છે.
ભારતે આમાં મુખ્ય ભૂમિકા ભજવી
પીએમ મોદીએ પોતાના X એકાઉન્ટ પર આ રિસર્ચને શેર કર્યું છે. તેમણે લખ્યું છે કે, આ રિપોર્ટમાં સ્વચ્છ ભારત મિશન જેવા અભિયાનોની અસરને ઉજાગર કરવામાં આવી છે. જેનાથી તેઓને ખુશ મળી છે. શિશુ અને બાળ મૃત્યુદર ઘટાડવામાં યોગ્ય શૌચાલયની પહોંચ ખૂબ જ અસરકારક રહી છે. તેમને ખુશ છે કે ભારતે આમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જે સ્વચ્છતા અને જાહેર આરોગ્યની દ્રષ્ટિએ ગેમ ચેન્જરની ભૂમિકા ભજવી રહી છે.
આ ડેટા 2011 અને 2020 વચ્ચે લેવામાં આવ્યો
આ રિસર્ચ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યું છે. રિસર્ચમાં 35 રાજ્યોના 640 જિલ્લાઓમાં શિશુ મૃત્યુ દર અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ ડેટા 2011 અને 2020 વચ્ચે લેવામાં આવ્યો છે. રિસર્ચ પેપરના લેખક સોયરા ગુને છે. જેમનું કહેવું છે કે, ઓછા અને મધ્યમ વિકસિત દેશોમાં સૌથી વધુ ધ્યાન ગર્ભાવસ્થા અને પ્રસુતિ પછીના સમયગાળા દરમિયાન સારવાર અને નિવારણ પર આપવામાં આવે છે.
આ મિશન 2014માં શરૂ થયું હતું
તેઓ ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સંશોધક છે. આ દેશોએ હવે સ્વચ્છતામાં મોટા પાયે રોકાણ કર્યું છે. જેના કારણે મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સંશોધન મુજબ આ જિલ્લાઓમાં 30 ટકા વધુ શૌચાલય બનાવવામાં આવ્યા છે. જેના કારણે બાળ મૃત્યુદરમાં 5.3 ટકા અને 5 વર્ષથી નીચેના બાળકોના મૃત્યુદરમાં 6.8 ટકાનો ઘટાડો થયો છે. આ મિશન 2014માં શરૂ થયું હતું.