રાજકોટના જેતપુરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, મતવા શેરી, ધોરાજી રોડ, લાડી રોડ, સામાકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને લઈ લાદી રોડ અને સામાકાઠા વિસ્તારમાં રોડ ઉપર પાણી પાણી જોવા મળી રહ્યા છે.
રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદ
રાજકોટના ગોંડલમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વિરામ બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. ધોધમાર વરસાદને લઈને શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા છે. વરસાદના આગમન બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ડીસા પંથકમાં છેલ્લા 4 દિવસથી વરસાદના કારણે ચેકડેમો છલકાયા
ગુજરાતમાં હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સુન ટ્રફના કારણે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને અનેક જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.
મહેસાણામાં જળબંબાકારની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી
તમને જણાવી દઈએ કે આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, જેને પગલે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે મહેસાણામાં તાલુકા પંચાયત કચેરી જવાના રસ્તા પર જ પાણી ફરી વળતા સ્થાનિકોની સાથે અનેક વેપારીઓને પણ હાલાકી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે મહેસાણામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ વરસતા કલેકટરના બંગ્લા પાસે પણ પાણી ભરાયા હતા. આ સિવાય મોઢેરા રોડ વિસ્તારમાં વરસાદી પાણીમાં અનેક વાહનો બંધ પડી ગયા હતા.
ત્યારે ખેરાલુ પંથકમાં પણ ભાદરવા મહિનામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ખેતીના પાકને જીવનદાન મળ્યું હતુ, ધરોઈ ડેમમાં પાણીની આવકમાં પણ વધારો થયો છે તો સવારથી વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Source link