GUJARAT

Suratના મહિધરપુરામાં ધોરણ 9ની વિધાર્થીનીના ઘરમાં ઘુસીને આરોપીએ આચર્યુ દુષ્કર્મ

સુરતના મહિધરપુરામાં ધોરણ 9માં ભણતી વિધાર્થીની સાથે નરાધમે દુષ્કર્મ આચર્યુ છે.ઘરમાં ઘુસીને બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવતા મહિધરપુરા પોલીસે આરોપી રવિ રાઠોડની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો છે.પાડોશીએ વિધાર્થીનીની મહિલાને જાણ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી અને પોલીસ એકટિવ થઈ હતી.

બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ

મહિધરપુરામાં રહેતી વિધાર્થીનીને તેના મિત્રએ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હોવાની માહિતી સામે આવી છે,વિધાર્થીની ધોરણ 9માં અભ્યાસ કરે છે અને આરોપી સાથે તેને મિત્રતા હતી ત્યારે વિધાર્થીનીએ ના પાડતા પણ આરોપી રવિ રાઠોડ તેના ઘરમાં ઘુસી ગયો હતો અને દુષ્કર્મ આચર્યુ હતુ,આ સમગ્ર કેસમાં બાજુમાં રહેતા પાડોશી જાણી ગયા હતા અને યુવતીની માતાને જાણ કરી હતી,યુવતીની તેની માતાએ પૂછપરછ કરતા યુવતીએ સમગ્ર ઘટનાની જાણ તેની માતાને કરી હતી.

પોલીસે ઝડપ્યો આરોપીને

મહિધરપુરા પોલીસને યુવતીની માતાએ સમગ્ર ઘટનાની જાણ કરી હતી,તો પહેલા આરોપીને બોલાવી પૂછપરછ કરી હતી અને ત્યારબાદ આરોપીએ પણ કબૂલ્યું કે યુવતીની ઈચ્છા વિરુદ્ધ તેણે દુષ્કર્મ આચર્યું છે,પોલીસે પોકસો એકટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી હતી.પોલીસના રીપોર્ટમાં પણ સામે આવ્યું છે કે યુવકે દુષ્કર્મ આચર્યુ છે.

લકઝરી બસના ડ્રાઈવરે પણ ગઈકાલે મુસાફર સાથે આચર્યુ દુષ્કર્મ

સુરતમાં લક્ઝરી બસના ડ્રાઈવરે મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. લાઠીથી સુરત આવતી મારુતિ નંદન ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. પુત્રને મારી નાખવાની ધમકી આપી ચાલુ બસમાં ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ આચર્યું હતું. સુરતના પર્વત પાટિયા વિસ્તારની 33 વર્ષની મહિલા દુષ્કર્મનો ભોગ બની છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button