SPORTS

IND Vs BAN: બાંગ્લાદેશની ટીમ 233 રનમાં ઓલઆઉટ, બુમરાહે લીધી 3 વિકેટ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ મેચ કાનપુરમાં રમાઈ રહી છે. પરંતુ કાનપુર ટેસ્ટના પહેલા દિવસથી જ વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે. વરસાદને કારણે ભીના આઉટફિલ્ડને કારણે બીજા અને ત્રીજા દિવસે એકપણ બોલ ફેંકાયા વિના રમત રદ્દ કરવામાં આવી હતી. આ પછી ફેન્સની નજર કાનપુર ટેસ્ટના ચોથા દિવસ પર છે.

બાંગ્લાદેશની ટીમ 233 રનમાં ઓલઆઉટ

કાનપુર ટેસ્ટના ચોથા દિવસે બાંગ્લાદેશની ટીમ 233 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. રવિન્દ્ર જાડેજાએ બાંગ્લાદેશને છેલ્લો ઝટકો આપ્યો હતો. મોમિનુલ હક 107 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી પહેલા દાવમાં જસપ્રીત બુમરાહે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

બાંગ્લાદેશની ખરાબ શરૂઆત

બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર ઝાકિર હસન શૂન્ય રને આઉટ થયો હતો. શાદમાન ઈસ્લામ 24 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો 31 રન બનાવીને આઉટ થયો હતો. મુશ્ફિકુર રહીમ 11 રન બનાવીને આઉટ થયો હતો. તેને 32 બોલનો સામનો કર્યો અને 2 ચોગ્ગા ફટકાર્યા. શાકિબ અલ હસન 9 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે મેહદી હસન મિરાજ 20 રન બનાવીને આઉટ થયો હતો. તેને 42 બોલનો સામનો કર્યો અને 4 ચોગ્ગા ફટકાર્યા.

મોમિનુલે જોરદાર સદી ફટકારી

મોમિનુલે જોરદાર પ્રદર્શન કર્યું અને અંત સુધી અણનમ રહ્યો. તેને 194 બોલનો સામનો કર્યો અને 107 રન બનાવ્યા. મોમિનુલે આ દરમિયાન 17 ફોર અને એક સિક્સર ફટકારી હતી. ખાલિદ અહેમદ શૂન્ય પર આઉટ થયો હતો. જ્યારે હસન મોહમ્મદ 1 રન બનાવીને આઉટ થયો હતો.

ભારત માટે બુમરાહ-સિરાજનું જોરદાર પ્રદર્શન

બુમરાહે ભારત માટે જોરદાર બોલિંગ કરી હતી. તેને 18 ઓવરમાં 50 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ દરમિયાન 7 મેડન ઓવર પણ નાખવામાં આવી હતી. મોહમ્મદ સિરાજે 17 ઓવરમાં 57 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેને 2 મેડન ઓવર પણ લીધી હતી. રવિચંદ્રન અશ્વિને 15 ઓવરમાં 45 રન આપીને 2 વિકેટ લીધી હતી. આકાશ દીપે 15 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાને પણ એક વિકેટ મળી હતી. તેને 9.2 ઓવરમાં 28 રન આપ્યા હતા.








Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button