
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ODI સિરીઝની પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે. ભારત અને ઈંગ્લેન્ડ આ સિરીઝ દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફી માટેની તૈયારીઓને મજબૂત બનાવવા માંગે છે.
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે રમાયેલી T-20 સિરીઝ 4-1થી જીતી હતી. આ પરિસ્થિતિમાં ટીમ ઈન્ડિયાનું મનોબળ ઊંચું છે. 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં હવામાન કેવું રહેશે?
કેવું રહેશે હવામાન?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી મેચ નાગપુરમાં રમાશે. એક્યુ વેધરના અહેવાલ મુજબ 6 ફેબ્રુઆરીએ તાપમાન 32 ડિગ્રી રહેશે, જ્યારે પવન 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. ભેજનું પ્રમાણ 41 ટકા રહેવાનો અંદાજ છે. વરસાદની સંભાવના 0 ટકા છે. નાગપુરમાં હવામાન ખુશનુમા રહેશે, દિવસનો મોટાભાગનો સમય તડકો રહેશે. આ પરિસ્થિતિમાં, હવામાનને કારણે મેચમાં કોઈ વિક્ષેપ નહીં આવે.
કેવી હશે પિચ?
વર્ષ 2019 પછી ભારતીય ટીમ નાગપુરના મેદાન પર પહેલી વાર રમશે. અહીંની પિચ સ્પિન બોલરો માટે મદદરૂપ માનવામાં આવે છે. ભારતીય ટીમ પાસે આ સિરીઝ માટે કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ જેવા સ્પિન બોલરો છે, જે આ પીચ પર સારું પ્રદર્શન કરી શકે છે. આવામાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અહીંની પિચ સ્પિન બોલરો માટે મદદરૂપ સાબિત થશે.
જાણો બંને ટીમમાં કોને મળ્યું સ્થાન
ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા.
ઈંગ્લેન્ડ: હેરી બ્રુક, બેન ડકેટ, જો રૂટ, જેકબ બેથેલ, લિયામ લિવિંગસ્ટોન, બ્રાયડન કાર્સ, જેમી ઓવરટન, જોસ બટલર, જેમી સ્મિથ, ફિલ સોલ્ટ, જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, આદિલ રશીદ, સાકિબ મહમૂદ, માર્ક વુડ.
પ્રથમ વનડે માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને હર્ષિત રાણા.