TECHNOLOGY

ChatGPT: AI માટેની સ્પર્ધા બની વધુ તીવ્ર, ભારત પણ સામેલ

કેંદ્ર સરકારની AI પહેલ ઇન્ડિયા AI કમ્પ્યુટ ફેસિલિટી દ્વારા ચલાવવામાં આવશે. આ સુવિધાએ રાષ્ટ્રીય જરૂરિયાતોને પહોંચી વળવા અને મોટા ભાષા મોડેલોના વિકાસ માટે 18 હજાર GPU મેળવ્યા છે. ઉત્કર્ષ ઓડિશા કોન્ક્લેવ દરમિયાન અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી. જો ભારત સરકારનું જનરેટિવ AI મોડેલ આવે છે. તો તે સીધી રીતે ચીની કંપની ડીપસીક અને ઓપન એઆઈ દ્વારા વિકસિત ચેટજીપીટીના AI મોડેલ સાથે સ્પર્ધા કરશે.

ભારત AIની દુનિયામાં પોતાની શક્તિ બતાવશે

ભારત AIની દુનિયામાં પોતાની શક્તિ બતાવશે, તમે DeepSeek અને ChatGPTને ભૂલી જશો. ચીની કંપની ડીપ સીકનું AI મોડેલ ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે. દરેક વ્યક્તિ જનરેટિવ AIની રેસમાં કૂદી રહ્યો છે. તો ભારત કેવી રીતે પાછળ રહી શકે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર માહિતી આપી છે કે, ભારત પણ પોતાનું AI મોડેલ વિકસાવવા તરફ કામ કરી રહ્યું છે. આ રોકાણ પાછળનો હેતુ વિદેશી AI મોડેલો પર લોકોની નિર્ભરતા ઘટાડવાનો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આગામી ચારથી 10 મહિનામાં ઓછામાં ઓછા 6 ડેવલપર્સ, સ્ટાર્ટઅપ્સ અને ટીમો આ AI મોડેલ બનાવવા માટે કામ શરૂ કરી શકે છે.

AI માટેની સ્પર્ધા વધુ તીવ્ર બની રહી છે

OpenAIએ 2022માં AI મોડેલ ChatGPT લોન્ચ કર્યું હતુ. ત્યારબાદ ઘણી કંપનીઓ આ રેસમાં જોડાઈ છે. હવે તાજેતરમાં, ચીની કંપની ડીપ સીકે ​​ખૂબ જ ઓછા ખર્ચે એક AI મોડેલ વિકસાવ્યું છે. જે ણે દરેક જગ્યાએ હલચલ મચાવી દીધી છે. ચેટજીપીટી હોય કે ચીનનું ડીપસીક, દરેક વ્યક્તિ ફક્ત જનરેટિવ એઆઈ પાછળ દોડી રહી છે. ચીનનું ડીપ સીક ખૂબ જ ઓછા સમયમાં લોકપ્રિય થઈ ગયું છે, તો ભારત કેવી રીતે પાછળ રહી શકે? કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર પણ જાહેરાત કરી છે કે ભારત પણ તેનું જનરેટિવ AI મોડેલ લાવશે. ભારત નવા AI મોડેલ વિકસાવવા તરફ કામ કરી રહ્યું છે. ઓડિશામાં એક કાર્યક્રમ દરમિયાન, અશ્વિની વૈષ્ણવે વિશ્વ કક્ષાના સેમિકન્ડક્ટર અને AI ઇકોસિસ્ટમ વિકસાવવાની યોજના વિશે વાત કરી. સરકાર AI તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે અને આ કાર્ય માટે સંશોધનમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button