Rupee Hits Record Low: ડોલર સામે રૂપિયા 90.56 સુધી નબળો, કારણો સમજો

by

Thenewsdk

Updated: 12-12-2025, 02.38 PM

Follow us:

ભારતીય રૂપિયો સતત દબાણમાં આવી રહ્યો છે અને 12 ડિસેમ્બરે તેણે અત્યાર સુધીનું સૌથી નબળું સ્તર 90.56 સ્પર્શ્યું. ગુરુવારે 90.32 પર બંધ થયેલો રૂપિયા શુક્રવારે 90.43 પર ખુલ્યો હતો, પરંતુ ભારે વેચવાળી વચ્ચે ઝડપથી નીચે સરક્યો. ડોલર ઇન્ડેક્સ 98.37 સુધી ચઢતા વૈશ્વિક સ્તરે ડોલરમાં મજબૂતી દેખાઈ રહી છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 61.69 ડોલર પ્રતિ બેરલ સુધી વધી જતાં ભારત જેવા ક્રૂડ-ઈમ્પોર્ટ આધારિત દેશો પર વધારાનું દબાણ સર્જાયું છે.

રૂપીયા તૂટી રહ્યો હોવા છતાં ભારતીય શેરબજારે સકારાત્મક પ્રદર્શન કર્યું. સેન્સેક્સમાં 400 અંકનો ઉછાળો અને નિફ્ટીમાં 118 અંકની વૃદ્ધિ નોંધાઈ, પરંતુ કરન્સી અસ્થિરતા બજાર માટે ચિંતા વધારી રહી છે.

રૂપીયા નબળો થવાના મુખ્ય કારણોમાં US-India ટ્રેડ ડીલ અંગેની અનિશ્ચિતતા અને FPI આઉટફ્લો સૌથી અગત્યના છે. ચર્ચાઓ અંતિમ તબક્કે હોવા છતાં કોઈ સત્તાવાર જાહેરાત ન થતાં રોકાણકારોમાં ગોંધળ છે. ડિસેમ્બરમાં FPIs અત્યાર સુધીમાં $2.5 બિલિયન (22,500 કરોડ રૂપિયા)ની ઇક્વિટી અને એસેટ્સ વેચી ચૂક્યા છે, જેનાથી કરન્સી પર સીધી અસર પડી રહી છે.

વૈશ્વિક પરિસ્થિતિઓ પણ રૂપિયા માટે અનુકૂળ નથી. કિંમતી ધાતુઓમાં તેજી અને મજબૂત અમેરિકન અર્થતંત્રને કારણે ઇમ્પોર્ટર્સ મોટા પાયે ડોલર ખરીદી રહ્યા છે. RBI મર્યાદિત હસ્તક્ષેપ કરી રહ્યું છે, પરંતુ નિષ્ણાતો માની રહ્યા છે કે જો ડોલર મજબૂત રહે અને FPI વેચવાળી ચાલુ રહે, તો રૂપિયા નજીકના સમયમાં પણ અસ્થિર રહેશે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.