
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે ચોથી T20 મેચ પૂણેમાં રમાશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા શ્રેણીમાં અજેય લીડ મેળવવા ઈચ્છશે. ટીમ ઈન્ડિયાનો વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહ ચોથી મેચ પહેલા ફિટ થઈ ગયો છે. હવે રિંકુ સિંહ ચોથી મેચમાં રમતા જોવા મળશે. જે બાદ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન પણ બદલાતી જોવા મળશે. ભારતીય પ્લેઈંગ ઈલેવનમાંથી બે ખેલાડીઓને બહાર કરવામાં આવશે તે નિશ્ચિત માનવામાં આવે છે.
ધ્રુવ જુરેલનું પત્તું કપાશે!
ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો, ધ્રુવ જુરેલ પણ મેચ રમતા જોવા મળ્યા હતા. ત્રીજી મેચમાં જુરેલ 8મા નંબર પર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. આ મેચમાં જુરેલ ખરાબ ફ્લોપ સાબિત થયો હતો અને માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. હવે રિંકુ સિંહની વાપસી બાદ ધ્રુવ જુરેલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવશે.
રવિ બિશ્નોઈ કે સુંદર બહાર થઈ જશે
ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયા ચાર સ્પિન બોલરો સાથે મેદાનમાં ઉતરી હતી. જેમાં માત્ર વરુણ ચક્રવર્તીનું પરફોર્મ શાનદાર રહ્યુ હતુ. હવે રવિ બિશ્નોઈ અને વોશિંગ્ટન સુંદરમાંથી એક ખેલાડી પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ શકે છે. આ સિવાય મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહની જોડી રમતા જોવા મળશે. ત્રીજી મેચમાં પ્રશંસકોએ શમીને લાંબા સમય પછી ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોયો, પરંતુ તેનું પુનરાગમન કંઈ ખાસ નહોતું. આવી સ્થિતિમાં શમી ચોથી મેચમાં શાનદાર બોલિંગ પ્રદર્શન રજૂ કરવા ઈચ્છશે. આ સિવાય અર્શદીપ સિંહને છેલ્લી મેચમાં આરામ આપવામાં આવ્યો હતો.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, સંજુ સેમસન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.