ગૃહિણીઓના બજેટ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. જેમાં ભારે વરસાદના પગલે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ગરીબોની કસ્તૂરી ડુંગળી રૂ.60 પ્રતિકિલો પહોંચી છે. તેમજ પરવરનો ભાવ રૂ.100થી 120 પ્રતિકિલો પહોંચ્યો છે. તેમજ ગવારનો ભાવ રૂ.80થી 100 પ્રતિકિલો પહોંચ્યો છે. તથા ચોળીનો ભાવ પ્રતિકિલો રૂ.140થી 150 પર પહોંચ્યો છે.
કંકોડાનો ભાવ પ્રતિકિલો રૂ.140 થી 150 પ્રતિકિલો
કંકોડાનો ભાવ પ્રતિકિલો રૂ.140 થી 150 પ્રતિકિલો છે. રૂ.30એ મળતા ભીંડાનો ભાવ પ્રતિ કિલો રૂ.80 છે. ફુલાવરનો ભાવ પ્રતિકિલો રૂ.100થી 120 પર પહોંચ્યો છે. લસણ રૂ.400 તો બટાકાનો ભાવ રૂ.50 પ્રતિકિલો થયા છે. ટામેટાનો ભાવ રૂ.50, કોબીનો ભાવ રૂ.60 પ્રતિકિલો તથા કોથમીરનો ભાવ રૂ.300, લીંબુનો ભાવ રૂ.200 પ્રતિકિલો થયો છે. ભારે વરસાદને પગલે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. જેમાં ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી 60 રૂપિયા કિલો પહોંચી છે.
મરચા 100 રૂ કિલો,આદુ 200 રૂ કિલો થયા
80 રૂપિયા કિલો મળતા પરવળનો ભાવ 100 થી 120 રૂપિયા કિલો , 40 રૂ કિલો મળતો ગવાર 80 થી 100 રૂપિયા કિલો અને 80 રૂપિયા કિલો મળતી ચોળી 140 થી 150 રૂપિયા કિલો પહોંચતા ગૃહિણીઓ રોજ શું જમવા બનાવુ તે એક પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે. જેમાં માર્કેટમાં 80 રૂ કિલો મળતાં કંકોડા 140 થી 150 રૂપિયા કિલો તથા 30 રૂ કિલો મળતા ભીંડા 80 રૂપિયા કિલો તેમજ ફ્લાવર 100 થી 120 રૂપિયા કિલો, લસણ 400 રૂપિયા કિલો,બટેકા 50 રૂપિયા કિલો તથા ટામેટા 50 રૂ કિલો, કોબી 60 રૂ કિલો અને કોથમીર 300 રૂ કિલો, લીંબુ 200 રૂ કિલો અને મરચા 100 રૂ કિલો,આદુ 200 રૂ કિલો થયા છે.
Source link