Instagramનો નવો નિયમ: હવે પોસ્ટમાં માત્ર 3 હૅશટૅગની મંજૂરી?

by

Thenewsdk

Updated: 02-12-2025, 11.46 AM

Follow us:

ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટની રીચ અને શોધખોળ વધારવામાં હૅશટૅગ્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ હવે Instagram હૅશટૅગના ઉપયોગ પર નવી મર્યાદા લાવવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ, કેટલાક યુઝર્સ જ્યારે ત્રણથી વધારે હૅશટૅગ ઉમેરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમને માત્ર 3 હૅશટૅગ સુધી જ મંજૂરી છે એવી નોટિસ દેખાઈ રહી છે.

આ સુવિધા હાલમાં મર્યાદિત ટ્રાયલ તરીકે ટેસ્ટ કરવામાં આવી રહી છે અને Instagram tarafથી સત્તાવાર જાહેરાત હજી કરવામાં આવી નથી. હાલ સુધી યુઝર્સને એક પોસ્ટમાં મહત્તમ 30 હૅશટૅગના ઉપયોગની મંજૂરી છે, પરંતુ તે જલદી બદલાઈ શકે છે.

કેટલાક યુઝર્સને નવો નિયમ લાગુ થયો છે, જ્યારે ઘણા અકાઉન્ટ્સમાં હજી જૂની લિમિટ જ દેખાઈ રહી છે. એટલે આ રિસ્ટ્રિકશન હજુ સૌ માટે રોલઆઉટ થયું નથી.

Instagramનું કહેવું છે કે જરૂરી અને સંબંધિત 3–5 હૅશટૅગ્સનો ઉપયોગ જ પોસ્ટની રીચ અને એન્ગેજમેન્ટ માટે ઉત્તમ છે. નવા નિયમ સાથે, કન્ટેન્ટ ડિસ્કવરી સિસ્ટમને વધુ ચોક્કસ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Tags :

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.