શું બિગ બોસ સ્ક્રિપ્ટેડ છે? સલમાન ખાન પર લાગતા આરોપો પર શોના પ્રોડ્યુસર દીપક ધરની ખુલાસાભરી પ્રતિક્રિયા

by

Thenewsdk

Updated: 07-01-2026, 09.54 AM

Follow us:

ટેલિવિઝનનો લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ વર્ષોથી ચર્ચામાં રહ્યો છે. શો પર વારંવાર બાયસ્ડ અને સ્ક્રિપ્ટેડ હોવાના આરોપો લાગતા આવ્યા છે. ખાસ કરીને સલમાન ખાન પોતાના ફેવરિટ કન્ટેસ્ટન્ટને ફાયદો પહોંચાડે છે એવી ચર્ચા સોશિયલ મીડિયા પર સતત ચાલતી રહે છે. હવે આ તમામ આરોપો પર શોના પ્રોડ્યુસર દીપક ધરએ ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી છે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન દીપક ધરએ જણાવ્યું કે, બિગ બોસ સંપૂર્ણપણે સ્ક્રિપ્ટેડ નથી અને સલમાન ખાન જેવા વ્યક્તિત્વને સ્ક્રિપ્ટમાં બાંધી શકાતાં નથી. તેમણે કહ્યું કે સલમાન ખાન શોનો જીવ છે અને તેઓ ‘બિગ બ્રધર’ની ભૂમિકા ભજવે છે. લોકો શું કહે છે તે પોતાની જગ્યાએ છે, પરંતુ મેકર્સ તરીકે તેમની જવાબદારી સાચી અને નિષ્પક્ષ રહેવાની છે.

દીપક ધરએ આગળ જણાવ્યું, “અમે સલમાન ખાનને ખૂબ પ્રેમ અને સન્માન આપીએ છીએ. તેઓ પણ જાણે છે કે લોકો તો વાત કરશે જ, પરંતુ અમે દરેક આરોપનો જવાબ આપતા નથી. જ્યાં જરૂરી હોય ત્યાં જ સ્પષ્ટતા કરીએ છીએ.”

સલમાન ખાનને ડિફેન્ડ કરતા દીપક ધરએ કહ્યું કે, સલમાન સંપૂર્ણપણે ન્યૂટ્રલ અને નિષ્પક્ષ છે. તેઓ શોની ગેમ, નેરેટિવ અને બેલેન્સ પર નજર રાખે છે, પરંતુ કોઈ એક તરફેણ કરતા નથી. તેઓ સોનાના દિલવાળા માણસ છે અને પક્ષપાતી હોવાનો સવાલ જ ઊભો થતો નથી.

ઉલ્લેખનીય છે કે બિગ બોસની લેટેસ્ટ સીઝન એટલે કે સીઝન 19 ટીવી સુપરસ્ટાર ગૌરવ ખન્નાએ જીત્યો છે, જ્યારે ફરહાના ભટ્ટ રનર-અપ રહી હતી. આ સીઝનને સારી ટી.આર.પી. મળી અને સોશિયલ મીડિયા પર ઘરની અંદરની લડાઈઓ ભારે ચર્ચામાં રહી.

મુંબઈ અને દુબઈમાં યોજાયેલી સક્સેસ પાર્ટીમાં સલમાન ખાન પણ હાજર રહ્યા હતા. હવે ફેન્સને બિગ બોસ 20ની આતુરતા છે, જે શોની 20મી સીઝન હોવાને કારણે ખાસ અને ઐતિહાસિક બનવાની શક્યતા છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.