- માંગરોળમાં 5 ઇંચથી વધુ વરસાદ આવ્યો
- મોસાલીના લીમડી ફળિયામાં પાણી ભરાયા
- જિલ્લામાં આખી રાત વરસાદ વરસ્યો
સુરત ગ્રામ્યમાં આખી રાત વરસાદ વરસ્યો છે. જેમાં માંગરોળમાં 5 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. મોસાલીના લીમડી ફળિયામાં પાણી ભરાયા છે. લીમડી ફળિયામાં મુખ્ય માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયા છે. જેમાં મુખ્ય માર્ગ પર ઘૂટણસમા પાણી ભરાયા છે. આખા જિલ્લામાં આખી રાતથી વરસાદ વરસી રહ્યો છે.
મંગરોલમાં રાત્રે 2થી સવારે 6 વાગ્યા સુધીમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો
મંગરોલમાં રાત્રે 2થી સવારે 6 વાગ્યા સુધીમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. મોસાલીના લીમડી ફળિયામાં મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે. તેમજ છેલ્લા ચોવિસ કલાકમાં સુરત શહેરમાં નોંધાયેલા વરસાદમાં સેન્ટ્રલ ઝોનમાં 27 મીમી, રાંદેર વેસ્ટ ઝોન ૩૦ મીમી, કતારગામ ઝોન 27 મીમી, વરાછા ઝોન એ 29 મીમી, વરાછા ઝોન બી 34 મીમી તેમજ લિંબાયત ઝોન 26 મીમી, આઠવા ઝોન 25 મીમી તથા ઉધના ઝોનમાં 46 મીમી વરસાદ આવ્યો છે.
બારડોલીમાં 56 એમએમ તથા મહુવામાં 51 એમએમ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં કયાં કેટલો વરસાદ પડ્યો તેના આંકડા જોઇએ તો સુરતના ઓલપાડમાં 3 એમએમ, માંગરોળમાં 45 એમએમ, ઉમરપાડા 20 એમએમ, માંડવીમાં 68 એમએમ, કામરેજમાં 34 એમએમ તેમજ સુરત સીટી 34 એમએમ, ચોર્યાસી 10 એમએમ તથા પલસાણામાં 28 એમએમ અને બારડોલીમાં 56 એમએમ તથા મહુવામાં 51 એમએમ વરસાદ આવ્યો છે. દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, ડાંગ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમાં તાપીના સોનગઢ-વ્યારામાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ડાંગના વઘઈમાં પોણા આઠ ઈંચ, તાપીના ઉચ્છલ અને ડોલવણમાં પોણા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, 35થી વધુ તાલુકામાં બે ઈંચ અને 58 તાલુકામાં એક ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.
Source link