ENTERTAINMENT

તે 3000 હતા અને અમે? ભારત-ચીન યુદ્ધ પર ફરહાન અખ્તરની ફિલ્મની જાહેરાત

ફરહાન અખ્તર જ્યારે કોઈ ફિલ્મ પર કામ કરે છે ત્યારે તેની સ્ટોરી બધાનું ધ્યાન ખેંચે છે. ફરહાન અખ્તરની ફિલ્મોની પસંદગી પર દર્શકોને પણ વિશ્વાસ છે. ‘ભાગ મિલ્ખા ભાગ’માં રિયલ લાઈફ સ્ટોરી બતાવ્યા બાદ ફરહાન ફરી એકવાર સત્ય ઘટના પર આધારિત ફિલ્મ લઈને આવી રહ્યો છે. રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરના એક્સેલ એન્ટરટેઈનમેન્ટે ટ્રિગર હેપ્પી સ્ટુડિયો સાથે મળીને ‘120 બહાદુર’ નામની ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મ દ્વારા ફરહાને મેજર શૈતાન સિંહ (PVC) અને ચાર્લી કંપની, 13 કુમાઉ રેજિમેન્ટના સૈનિકોની કહાની દરેકની સામે લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.

‘120 બહાદુર’નું પહેલું મોશન પોસ્ટર આવ્યું સામે

‘120 બહાદુર’નું પહેલું મોશન પોસ્ટર ફરહાન અખ્તરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે. ફરહાન અખ્તરે શેર કરેલ પોસ્ટર પર મોટા અક્ષરોમાં લખેલું છે, તે ત્રણ હજાર હતા અને અમે 120 બહાદુર હતા. આ તસવીરમાં ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહનું પાત્ર ભજવી રહ્યો છે. પોસ્ટર પર બંદૂક સાથે એક સૈનિકનો ફોટો મૂકવામાં આવ્યો છે. પરંતુ તેનો ચહેરો દેખાડવામાં આવ્યો નથી. ‘120 બહાદુર’નું પહેલું શૂટિંગ શેડ્યૂલ 4 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. તેનું શૂટિંગ હાલમાં લદ્દાખમાં શરૂ થયું છે. આ ફિલ્મની કહાની દ્વારા નિર્માતાઓએ લોકો પર ઊંડી અસર છોડવાની તૈયારી શરૂ કરી દીધી છે.

ફરહાન અખ્તરે ફિલ્મ ‘120 બહાદુર’ની જાહેરાત કરી

‘120 બહાદુર’નું મોશન પોસ્ટર શેર કરતી વખતે ફરહાને કેપ્શનમાં લખ્યું કે, “મારા માટે ખૂબ જ ગર્વ અને સન્માનની વાત છે કે, હું તમને આદરણીય પરમવીર ચક્ર પુરસ્કારથી સન્માનિત મેજર શૈતાન સિંહ ભાટી અને ચાર્લી કંપની, 13 કુમાઉ રેજિમેન્ટના સૈનિકોની કહાની રજૂ કરી રહ્યો છું.18 નવેમ્બર 1962ના રોજ ભારત-ચીન યુદ્ધ દરમિયાન લડાયેલ રેઝાંગ લાનું યુદ્ધ, આપણા વીર સૈનિકોની અદ્વિતીય વીરતા, અદમ્ય સાહસ અને નિઃસ્વાર્થતાની કહાની છે. અમે ખૂબ જ આભારી છીએ કે આ અદ્ભુત વીરતાની કહાનીને પડદા પર લાવવામાં અમને ભારતીય સેનાનું સમર્થન અને સંપૂર્ણ સહકાર મળ્યો.”

બોલીવૂડના અનેક સ્ટર્સે પ્રતિક્રિયા આપી

ફિલ્મને લઈ ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે ફરહાન આ કહાની દ્વારા ભારતીય સશસ્ત્ર દળોએ આપેલા બલિદાન પર પણ પ્રકાશ પાડશે. આ ફિલ્મને રજનીશ ઘાઈ ડાયરેક્ટર કરી રહ્યા છે. ‘120 બહાદુર’ની જાહેરાત બાદ ફેન્સ ખૂબ જ એક્સાઈમેન્ટ જોવા મળી રહી છે. રણવીર સિંહે પણ ફિલ્મને લઈને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. ફરહાનની પત્ની શિબાનીએ ટીમને અભિનંદન પાઠવ્યા છે. ઝોયા અખ્તર સહિત ઘણા સ્ટાર્સે ફરહાનને આ ફિલ્મ માટે શુભેચ્છા પાઠવી છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button