NATIONAL

J&K: રાહુલ બાબા, તમારી 3 પેઢીમાં તાકાત નથી કે…આકરાપાણીએ અમિતશાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. તેઓએ આજે ઉધમપુરમાં રેલી સંબોધી હતી. જે દરમિયાન તેમણે નેશનલ કોન્ફરન્સ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ચૂંટણી પછી અમે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાવીશું. જમ્મુ કાશ્મીરને સ્ટેટહૂડ જરૂરથી મળશે. આ ઉપરાંત કલમ 370ને લઇને પણ તેમણે વિપક્ષ પર ધારદાર પ્રહાર કર્યા હતા.

રાહુલ બાબા સાંભળી લો..

તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે રાહુલ ગાંધી કહે છે કે કલમ 370 પાછી લાવીશું. તો હું રાહુલ ગાંધીને કહેવા માગુ છુ કે તમારી 3 પેઢીઓ પાસે એટલી તાકાત નથી કે કલમ 370 પરત લાવી શકે. અમિત શાહે વધુમાં કહ્યું કે મોદીજીની સરકારમાં ન તો પથ્થરમારો છે કે ન તો આતંકવાદ. રાહુલ બાબાએ ગઈ કાલે કહ્યું હતું કે અમે રાજ્યનો દરજ્જો આપીશું. દેશની સંસદમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પછી અમે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપીશું. જમ્મુ-કાશ્મીરને ચોક્કસ રાજ્યનો દરજ્જો મળશે, પરંતુ તે નરેન્દ્ર મોદી આપશે.

તેમણે ઓમર અબ્દુલ્લા પર પણ પ્રહાર કરતા કહ્યું કે ઓમર અબ્દુલ્લા અને રાહુલ બાબા કહે છે કે અમે કાશ્મીરમાં લોકશાહી લાવીશું, આ પરિવારોએ જમ્મુ-કાશ્મીરને 70 વર્ષ સુધી વિભાજિત રાખ્યું. તેમણે સવાલ કર્યા કે શું અહીં અગાઉ ચૂંટણી યોજાઈ હતી? આપણા નેતા મોદીજીએ આ કામ કર્યું છે. આ લોકોએ ટિકિટ આપીને પોતાના જ લોકોને નેતા બનાવ્યા છે.

આતંક ફેલાવવાનો જવાબ ફાંસીથી જ મળશે.

અમિત શાહે આતંકવાદ પર પ્રહાર કરતા કહ્યું કે શું અફલ ગુરુને ફાંસી આપવી જોઈતી હતી કે નહીં? જે પણ આતંક ફેલાવશે તેનો જવાબ ફાંસી દ્વારા જ આપવામાં આવશે. શિંદે સાહેબે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે હું મંત્રી હતો પણ લાલચોક આવતા ડરતો હતો. ત્યારે અમિત શાહે કહ્યું કે શિંદે સાહેબ આજે તમારે બુલેટ પ્રુફ વાહનની પણ જરૂર નથી, તમે તમારા પરિવાર સાથે આવો.

‘જમ્મુમાં બનશે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’

અમિત શાહે વધુમાં કહ્યું કે જ્યારે ભાજપની સરકાર આવશે ત્યારે અમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વાર્ષિક હપ્તો 6 હજારથી વધારીને 10 હજાર કરીશું. જમ્મુમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ બનશે, જમ્મુમાં મેટ્રો આવશે. અમે દર વર્ષે આતંકવાદીઓ દ્વારા નાશ પામેલા 100 મંદિરોનો જીર્ણોદ્ધાર કરીશું. અમે અગ્નિવીરોને 100% નોકરીઓ આપવા માટે કામ કરીશું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button