ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન દ્વારા યોજવામાં આવેલી 42મી રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટના ફાઇનલ રાઉન્ડમાં જૂનાગઢની ટીમે ગાંધીનગરને 4-0ના સ્કોરથી હરાવીને સતત ત્રીજા વર્ષે ટાઇટલ જીતી લીધું હતું.
વિજેતા ટીમ માટે ધર્મેશ પરમારે 16મી મિનિટે પ્રથમ ગોલ કર્યા બાદ 32મી મિનિટે બીજો ગોલ કર્યો હતો. હાફ ટાઇમ પહેલાં વિજય રાઠવાએ ટીમ માટે ત્રીજો ગોલ કરીને સ્કોર 3-0નો કર્યોહતો. અર્પિતસિંઘે 90મી મિનિટે ચોથો ગોલ કરીને ટીમને એકતરફી વિજય અપાવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાંથી 30 ખેલાડીઓને પ્રી-નેશનલ કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યા છે. બેસ્ટ 20 ખેલાડીઓની ટીમ સંતોષ ટ્રોફીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
Source link