- ખુલતાની સાથે જ શેરબજારમાં આજે કડાકો નોંધાયો
- શેર બજાર માટે વૈશ્વિક સંકેતો મિશ્ર જણાયા હતા
- શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે
ખુલતાની સાથે જ શેરબજારમાં આજે કડાકો નોંધાયો છે, બજાર માટે વૈશ્વિક સંકેતો મિશ્ર જણાયા હતા. એશિયન બજારોએ સકારાત્મક શરૂઆત કરી છે. ગિફ્ટ નિફ્ટીમાં 55 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. યુએસ ફ્યુચર્સમાં ફ્લેટ એક્શન જોવા મળ્યું હતું. શુક્રવારે અમેરિકન બજારો મામૂલી ઉછાળા સાથે બંધ થયા હતા.
હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ બાદ આજે સોમવાર 12મી ઓગસ્ટે શેરબજાર પ્રથમ વખત ખુલ્યું હતું
હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ બાદ આજે સોમવાર 12મી ઓગસ્ટે શેરબજાર પ્રથમ વખત ખુલ્યું હતું. શેરબજારમાં તાત્કાલિક નુકસાન જોવા મળતું નથી અને બજાર નજીવા ઘટાડા સાથે ખુલ્યું છે. ઓલા ઇલેક્ટ્રિકના રોકાણકારો માટે તેજી હજુ યથાવત છે અને તે રૂ. 100ને પાર કરી ગઈ છે.
કેવી રીતે ખુલ્યું બજાર?
શેરબજારમાં આજે ઘટાડાનો ભય હતો અને સ્થાનિક શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. BSE સેન્સેક્સ 375.79 પોઈન્ટ અથવા 0.47 ટકાના ઘટાડા સાથે 79,330.12 પર ખુલ્યો. NSE સેન્સેક્સ 47.45 પોઈન્ટ અથવા 0.19 ટકાના ઘટાડા સાથે 24,320.05 પર ખુલ્યો.
Source link