- કન્નોજમાં સગીરા સાથે બળાત્કારનો મામલો
- સપા નેતાનો પીડિતા સાથે ડીએનએ સેમ્પલ મેચ
- બળાત્કાર થયો હોવાની થઇ પુષ્ટિ
યુપીના કન્નોજમાં સગીરા સાથે બળાત્કાર મામલે સપા નેતા નવાબ સિંહ યાદવનો ડીએનએ સેમ્પલ મેચ થયો છે. આ પરથી એ વાતની પુષ્ટિ થઇ છે કે પીડિતા સાથે બળાત્કાર થયો છે. આ બાબતો ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો થયો છે.
11 ઑગષ્ટે બન્યો હતો બનાવ
મહત્વનું છે કે 11મી ઓગસ્ટની રાત્રે પૂર્વ બ્લોક ચીફ નવાબ સિંહ યાદવે કન્નૌજમાં એક સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન પીડિતાએ 112 નંબર ડાયલ કરીને પોલીસને ફોન કરીને મામલાની જાણકારી આપી હતી. ત્યારબાદ 112 અને કોતવાલી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે પીડિતાની કાકી પણ ત્યાં હાજર હતી, જેથી પોલીસે કાકીને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરી હતી.
આરોપીની કરી હતી ધરપકડ
મહત્વનું છે કે પીડિતાની ફરિયાદ મળ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો હતો અને પીડિતાને તેના પરિવારના સભ્યોની સંમતિના આધારે તબીબી સારવાર આપવામાં આવી હતી. તબીબી તપાસ બાદ બળાત્કારની પુષ્ટિ થઈ હતી. આ પછી પોલીસે કલમો ઉમેરી આરોપીની ધરપકડ કરી હતી.
પીડિતાની કાકી પણ આરોપી
આ કેસમાં બીજો આરોપી પીડિતાની કાકી છે. જે સગીરાને લઇને લખનઉથી નવાબસિંહ યાદવની પાસે તેની કોલેજમાં પહોંચી હતી. ઘટનાના સમયે તે રૂમની બહાર પણ હાજર હતી. પીડિતાએ તેનો બૂમો પણ પાડી પરંતુ તેણે મદદ કરી નહી. પોલીસ નવાબ સિંહ અને પીડિતાની ફોઇ બંનેને એરેસ્ટ કરી ચૂકી છે.
પોલીસે બંનેની કરી ધરપકડ
પૂછપરછ દરમિયાન બળાત્કાર પીડિતાની કાકીએ પોલીસને જણાવ્યું હતું કે તે નવાબ સિંહને લગભગ 5-6 વર્ષથી ઓળખતી હતી. તેનો નવાબ સિંહ સાથે શારીરિક સંબંધ હોવાની પણ વાત સામે આવી હતી. પહેલા તેણે પોલીસ તપાસમાં ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું કે નવાબ સિંહને ફસાવવામાં આવી રહ્યો છે તેની પાછળ સપાના કેટલાક બ્રાહ્મણ નેતાઓનો હાથ છે.