BUSINESS

IRCTC દ્વારા દિવાળી સ્પેશિયલ બાલી ટૂર પેકેજ, જાણો ભાડું અને વિગતો

આઈઆરસીટીસીએ પ્રવાસીઓ માટે દિવાળી સ્પેશિયલ ટૂર પેકેજ લાવી છે. આ ટૂર પેકેજ બાલીની છે. આ ટૂર પેકેજની શરૂઆતની કિંમત 89,900 રૂપિયા રાખવામાં આવી છે. આઈઆરસીટીસીનો આ ટૂર પેકેજ મુંબઈથી શરૂ થશે. આ ટૂર પેકેજથી પ્રવાસીઓ સસ્તામાં બાલી ફરી શકશે. આ પેકેટમાં પ્રવાસીઓને રહેવાનું અને ખાવાનું ફ્રી રહેશે તેમજ ટુરિસ્ટોને ઘણા પ્રકારની સુવિધાઓ પણ મળશે.

ભાડું અને બીજી વિગતો

IRCTCની બાલી ટૂર પેકેજ ચાર રાત્રી અને પાંચ દિવસનો છે. આ ટૂર પેકેજની શરૂઆત 12મી નવેમ્બરે શરૂ થશે. આ ટૂર પેકેજમાં ટુરિસ્ટ ફલાઈટ યાત્રાથી કરશે. આ ટૂર પેકેજનું ભાડું અલગ-અલગ રાખવામાં આવ્યું છે. જો તમે ટૂર પેકેજમાં એકલા પ્રવાસ કરતા હોવ તો તમારે પ્રતિ વ્યકિત ભાડું 99600 રૂપિયા ચુકવવાનું રહેશે. જો ટૂર પેકેજમાં બે લોકોની સાથે યાત્રા કરી રહ્યા હોવ તો તમારે દર વ્યકિત 89900 રૂપિયા આપવાના રહેશે.

પ્રવાસીઓને આવી સવલત મળે છે

જો તમે ત્રણ લોકો સાથે મુસાફરી કરો છો, તો તમારે પ્રતિ વ્યક્તિ ભાડું 89900 રૂપિયા ચૂકવવા પડશે. 5 થી 11 વર્ષની વયના બાળકોને પથારીની સુવિધા સાથે 84700 રૂપિયા અને પથારી વગરના 80200 રૂપિયા ચૂકવવાના રહેશે. 2 થી 4 વર્ષના બાળકો માટે ભાડું 80200 રૂપિયા રાખવામાં આવ્યું છે. તમે આ ટૂર પેકેજ IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરી શકો છો. ઉલ્લેખનીય છે કે IRCTC દેશ અને વિદેશમાં પ્રવાસીઓ માટે ટૂર પેકેજ ઓફર કરતી રહે છે. આ ટૂર પેકેજો દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન મળે છે અને પ્રવાસીઓ સગવડતા સાથે પ્રવાસ કરે છે. IRCTC ટુર પૅકેજમાં પ્રવાસીઓ માટે આવાસ અને ભોજન મફતમાં આપવામાં આવે છે. આ ટૂર પેકેજમાં પ્રવાસીઓને નાસ્તો, લંચ અને ડિનર ફ્રી આપવામાં આવે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button