GUJARAT

Ahmedabadમાં વક્ફ બોર્ડ અંગે બેઠક, જાણો કોણે શું નિવેદન આપ્યું

અમદાવાદની તાજ હોટલમાં વક્ફ બોર્ડ અંગે બેઠક થઇ છે. જેમાં જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટી અને રાજ્ય સરકાર વચ્ચે બેઠક યોજાઇ છે. તેમાં સરકારના પ્રતિનિધિ તરીકે ગૃહ રાજ્યમંત્રી રજૂઆત કરશે. તથા વક્ફ બોર્ડ હટાવવા મુદ્દે હર્ષ સંઘવી જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટી સમક્ષ રજૂઆત કરશે. રાજ્યની અગ્રણી મુસ્લિમ સંસ્થાઓને પણ કમિટી સાંભળશે.

ચંદ્રાબાબુ નાયડૂ પણ 20% મુસ્લિમ મત લઈને જીત્યા

બેઠક પહેલા ઈમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમાં જણાવ્યું છે કે 14 જેટલા મુદ્દાઓ સાથે આજે બેઠકમાં જઈશું. ચંદ્રાબાબુ નાયડૂ પણ 20% મુસ્લિમ મત લઈને જીત્યા છે. સાંસદમાં બિલ પ્રસ્તાવ આવશે તો તેઓ પણ વિરોધ કરશે. જો આ બિલ રજૂ થશે તો વક્ફ બોર્ડ માત્ર હાથો બનીને જોઈ રહેશે. કલેક્ટર હસ્તક બધુ થશે અને વક્ફ બોર્ડ પાસે કોઈ નહીં રહે. મુસ્લિમ કોમ્યુનિટી અને હું આ બિલ બાબતે વિરોધ કરું છુ. વકફ બોર્ડ મુદ્દે એડવોકેટ ઇકબાલ શેખનું નિવેદન સામે આવ્યું છે તેમાં જણાવ્યું છે કે જેપીસી સમક્ષ રજૂઆત કરવા સમય માગ્યો હતો.

 45 જેટલા સુધારાના લઇ લેખિતમાં રજૂઆત

ઇકબાલ શેખે જણાવ્યું છે કે અમને અત્યારનો સમય આપ્યો છે. જે બાબતે અમે પણ બેઠકમાં આવ્યા છીએ. અમુક મુદ્દાઓને લઈ અમારી રજૂઆત કરીશું. 45 જેટલા સુધારાના લઇ લેખિતમાં રજૂઆત છે. વકફ બોર્ડના અમુક નિયમો બદલવાની વાત છે. મુસ્લિમોને હોદાને વકફ બોર્ડમાંથી બદલાવના કેટલાક મુદ્દા છે. વકફ એક્ટને નષ્ટ કરવાની વાત છે. જેની સામે આજે અમે બેઠકમાં જોડાઈશું. વકફ બોર્ડ મુદ્દે એડવોકેટ રાહીલ જૈનનું નિવેદન છે કે કાયદામાં સુધારા કર્યા તેના સમર્થનમાં આવ્યા છીએ. નોન મુસ્લિમને જમીનના પ્રશ્નો માટે સેશનમાં જવું પડે છે. જે બિલમાં સુધારા કર્યા છે તે યોગ્ય છે. અમે નિર્ણયનું સમર્થન કરીએ છીએ. જમીન બાબતના પ્રશ્નો હોય વકફ બોર્ડમાં મુસ્લિમ સમુદાયને જગ્યા સીધી લઈ લેવામાં આવે છે. જે બિલમાં સુધારા કર્યા છે તે યોગ્ય છે અને અમે તેમાં નિર્ણયને ફેવર કરીએ છીએ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button