પીએફના પૈસા નિવૃત્ત જિંદગી માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. ફંડ અને પેન્શન માટે જમા કરવામાં આવે છે. પરંતુ કેટલાક ખાસ કારણમાં તમે તમારા પીએફ ખાતામાંથી આંશિક અને સંપૂર્ણ ઉપાડ કરી શકો છો. સામાન્ય રીતે, જો તમે બે મહિના કે તેથી વધુ સમયથી બેરોજગાર હોવ તો જ નિવૃત્તિ પહેલાં સંપૂર્ણ EPF રકમ ઉપાડી શકાય છે. ચાલો જાણીએ કે કયા સંજોગોમાં પીએફ ખાતામાંથી આંશિક ઉપાડ કરી શકાય છે અને તેની પ્રક્રિયા શું છે.
આ સંજોગોમાં આંશિક ઉપાડ કરી શકાય છે
મેડિકલ જરૂરિયા
પોતાના અથવા બાળકના લગ્ન
હોમ લોન ચૂકવવા માટે
ઘર ખરીદવા માટે
ઘરનું રિનોવેશન કરવા માટે
આમાંથી મોટાભાગના આંશિક ઉપાડ માટે, EPFO સભ્ય ઓછામાં ઓછા પાંચ કે સાત વર્ષ માટે EPF સભ્ય હોવો જોઈએ.
આ પીએફમાંથી આંશિક ઉપાડની પ્રક્રિયા છે
સ્ટેપ 1. તમારે UAN પોર્ટલની મુલાકાત લેવી પડશે અને તમારો UAN નંબર અને પાસવર્ડ દાખલ કરવો પડશે.
સ્ટેપ 2. તમને આધાર સાથે લિંક કરેલા તમારા મોબાઇલ નંબર પર એક OTP પ્રાપ્ત થશે. આ OTP અને કેપ્ચા દાખલ કરો.
સ્ટેપ 3. તમારું પ્રોફાઇલ પેજ ખુલશે. વેબ પેજની ઉપર જમણી બાજુએ તમને “ઓનલાઈન સેવાઓ” વિકલ્પ મળશે. હવે સ્ક્રોલ ડાઉન વિકલ્પોમાંથી ‘ક્લેમ’ પર ક્લિક કરો.
સ્ટેપ 4. હવે તમારે EPFO સાથે લિંક થયેલ બેંક એકાઉન્ટ નંબર દાખલ કરીને સભ્ય વિગતોની ચકાસણી કરવી પડશે.
સ્ટેપ 5. હવે અંડરટેકિંગનું પ્રમાણપત્ર પ્રાપ્ત થશે જેમાં કહેવામાં આવ્યું છે કે દાવો કરેલ રકમ EPFO દ્વારા આ બેંક ખાતામાં જમા કરવામાં આવશે. હવે તમારે નિયમો અને શરતો માટે ‘હા’ પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 6. હવે તમે ઑનલાઇન દાવા માટે આગળ વધી શકો છો. આ વિકલ્પ પર ક્લિક કરતાની સાથે જ એક વિભાગ ખુલશે જેમાં તમારે વધુ વિગતો દાખલ કરવાની રહેશે.
સ્ટેપ 7. અહીં તમારે તમારું સરનામું પ્રદાન કરવું પડશે અને સ્કેન કરેલ ચેક અને ફોર્મ 15G જેવા કેટલાક દસ્તાવેજો પણ અપલોડ કરવા પડશે. આ રીતે, EPF ખાતાની બેલેન્સ ઉપાડવા માટે દાવો સબમિટ કરવામાં આવશે.
આ રીતે જાણો પીએફ ખાતાનું બેલેન્સ
તમે એસએમએસથી પણ પોતાના પીએફ ખાતાનું બેલેન્સ જાણી શકો છો. તમે 7738299899 નંબર ઉપર એક એસએમએસ મોકલી પોતાના ઈપીએફ ખાતાના બેલેન્સ અને પોતાના ખાતામાં આવેલા નવીન ફંડને જાણી શકો છો. આ માટે તમારે રજિસ્ટર્ડ નંબરથી AN EPFOHO ENG ટાઈપ કરીને મેસેજ સેન્ડ કરી દેવાનો છે. ENG અહીં પર અંગ્રેજી દર્શાવે છે. જો તમારે કોઈ બીજી ભાષામાં જાણવું છે તો તે ભાષાના પ્રથમ ત્રણ અક્ષર લખવા.
Source link