ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પર્સનલ લાઈફમાં ઉથલપાથલ ચાલી રહી છે. તેને ડિસેમ્બર 2020 માં ડાન્સર અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા. મીડિયા રિપોર્ટ્સ મુજબ ચહલ અને ધનશ્રી વચ્ચે બધુ બરાબર નથી, બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. આ સિવાય ભારતીય ક્રિકેટરે તેની અને ધનશ્રીની તમામ તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. ભારતીય લેગ સ્પિન બોલર આ પહેલા પણ અન્ય મહિલા સાથે સંબંધમાં રહ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ ધનશ્રીને ડેટ કરવાના થોડા વર્ષો પહેલા યુઝવેન્દ્ર ચહલ તનિષ્કા કપૂર નામની બિઝનેસવુમનને ડેટ કરી રહ્યો હતો. તેમના સાથે આવવાની અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે તેઓ સાથે હેંગઆઉટ કરતા જોવા મળ્યા. ચહલ પણ નિયમિતપણે તનિષ્કાની સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટ અને લાઈક કરતો હતો. પરંતુ થોડા વર્ષો સાથે રહ્યા બાદ બંને અલગ થઈ ગયા હતા.
તનિષ્કા સાથેના સંબંધો પર ચહલે શું કહ્યું?
થોડા વર્ષો પહેલા મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં, યુઝવેન્દ્ર ચહલે તનિષ્કા સાથેના તેના સંબંધોના સમાચારને નકારી કાઢ્યા હતા. તેને કહ્યું, “હું છેલ્લા 4-5 મહિનાથી તનિષ્કા અને મારા સંબંધો વિશે સમાચાર વાંચી રહ્યો છું. મેં ઘણા લેખો વાંચ્યા છે પરંતુ સત્ય એ છે કે તનિષ્કા અને હું માત્ર સારા મિત્રો છીએ. જ્યારે અમે બહાર જઈએ છીએ ત્યારે લોકો જુદી જુદી વાતો કહે છે. તેઓ વિચારવાનું શરૂ કરે છે કે અમે ડેટિંગ કરી રહ્યા છીએ.”
2020માં થયા હતા લગ્ન
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના લગ્ન ડિસેમ્બર 2020માં થયા હતા. પરંતુ તેમના અલગ થવાની અફવા પ્રથમ વખત 2022માં સામે આવી જ્યારે ધનશ્રી વર્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી અટક હટાવી દીધી. પરંતુ બાદમાં ચહલે અલગ થવાના સમાચારને ફગાવી દીધા હતા.
Source link