દુનિયાભરમાં આવા ઘણા અદ્ભુત રેકોર્ડ અથવા કામો છે જેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. ત્યારે આજે તમને વિશ્વની સૌથી નાની ગલી વિશે વાત કરીએ કે જેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. ગામથી લઇને શહેરો સુધી ગલીઓ હોવી સામાન્ય વાત છે. ત્યારે આજે આપણે એવી ગલી વિશે વાત કરીશું કે શરૂ થાય ત્યાં જ પૂર્ણ થઇ જાય તેવી નાની છે.
વિશ્વની સૌથી ટૂંકી શેરી
આજે અમે તમને સૌથી સાંકડી નહીં પરંતુ લંબાઈમાં સૌથી ટૂંકી ગલી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. દુનિયાની આવી ટૂંકી ગલી બ્રિટનમાં આવેલી છે. જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મુજબ વિશ્વની સૌથી ટૂંકી શેરીનું ટેગ મળેલુ છે. તેની લંબાઈ માત્ર છ ફૂટ છે. જોકે તેનો ઈતિહાસ ઘણો જૂનો છે. આ શેરી એબેનેઝર પ્લેસ છે. એબેનેઝર પ્લેસ 2.06 મીટરની લંબાઇ સાથે સૌથી ટૂંકી શેરી હોવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. જે પૃથ્વી પરની સૌથી ઊંચી વ્યક્તિ કરતાં ટૂંકી છે. સ્કૉટલેન્ડના કૈથનેસમાં આટલી નાનકડી શેરીનું એક જ સરનામુ છે અને તે છે મૈકેજ હોટલનું નંબર વન બિસ્ટ્રો.
શું છે ઇતિહાસ
મળતી માહિતી અનુસાર એબેનેઝર પ્લેસનો ઈતિહાસ 1883થી શરૂ થાય છે. જ્યારે 1 એબેનેઝર પ્લેસ બનાવવામાં આવ્યું હતું. બિલ્ડિંગના માલિકને હોટલના સૌથી નાના ભાગ પર નામ લખવાનું કહેવામાં આવ્યું હતું. તેને સત્તાવાર રીતે 1887 માં શેરી તરીકે માન્યતા આપવામાં આવી હતી. આ હોટેલ 1883માં એલેક્ઝાન્ડર સિંકલેર દ્વારા બનાવવામાં આવી હતી, જેના પરિવાર પાસે કેથનેસમાં હતી. તે સમયે કાઉન્સિલે હોટેલની ટૂંકી બાજુને નવી શેરી તરીકે ગણી અને મિસ્ટર સિંકલેરને તેનું નામ આપવાની સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી મોટી ગલી અને સૌથી મોટી ઈમારતના નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલા છે.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ક્યાંથી આવ્યો?
ઘણી વખત દરેકના મગજમાં એ વાત આવે છે કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ શું છે, જ્યાં દરેક વ્યક્તિ રેકોર્ડ કરે છે. તમને જણાવી દઈએ કે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ મોટી સંખ્યામાં વિશ્વ રેકોર્ડની સૂચિ અને ચકાસણી માટે પ્રાથમિક આંતરરાષ્ટ્રીય ઓથોરિટી બની ગઈ છે. આ સંસ્થા રેકોર્ડ સેટિંગ અને રેકોર્ડ બ્રેકિંગની અધિકૃતતાની ચકાસણી કરે છે. જિમ પેટિસન ગ્રૂપ 2008થી ફ્રેન્ચાઇઝી ધરાવે છે.
Source link