સાઉથ આફ્રિકાના પેસ બોલર કાગિસો રબાડાએ ભારતના અનુભવી પેસર જસપ્રીત બુમરાહને પાછળ રાખીને ટેસ્ટ રેન્કિગમાં નંબર-1 સ્થાન હાંસલ કરી લીધું છે. રબાડાએ ત્રણ ક્રમાંકની આગેકૂચ કરી છે. તેણે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં નવ વિકેટ હાંસલ કરી હતી. બુમહાર હવે ત્રીજા ક્રમે સરકી ગયો છે. ન્યૂઝીલેન્ડ સામેની પૂણે ટેસ્ટમાં તેને એક પણ વિકેટ મળી નહોતી.
ઓસ્ટ્રેલિયાનો પેસ બોલર જોશ હેઝલવૂડ બીજા અને ભારતીય ઓફ સ્પિનર ચોથા ક્રમે છે. ઓસ્ટ્રેલિયન સુકાની પેટ કમિન્સ પાંચમા ક્રમાંકે છે. ભારતના અનુભવી ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીની પણ પીછેહઠ થઈ છે. કોહલી સાત ક્રમાંકની પીછેહઠ સાથે 14મા ક્રમે પહોંચી ગયો છે. તે બીજી ટેસ્ટમાં ફ્લોપ રહ્યો હતો. પૂણેમાં તેણે 18 રન બનાવ્યા હતા. રોહિતને નવ ક્રમાંકનું નુકસાન થયું છે અને તે 24મા ક્રમે સરકી ગયો છે. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પણ ખરાબ પ્રદર્શન બાદ પાંચ ક્રમાંકની પીછેહઠ સાથે 11મા ક્રમે પહોંચ્યો છે. ઓપનર યશસ્વી જયસ્વાલ એક ક્રમાંકના ફાયદા સાથે ત્રીજા ક્રમે પહોંચ્યો છે. ઇંગ્લેન્ડનો દિગ્ગજ બેટ્સમેન જોઇ રુટ પ્રથમ સ્થાને જળવાઈ રહ્યો છે.
Source link