રાજકોટમાં સત્યનારાયણની કથાને લઈને હવે વિવાદ વર્ક્યો છે. વિજ્ઞાન જાથાએ કથા બંધ કરાવતા વિવાદ સર્જાયો છે. રાજકોટના પારડી વીજ કંપનીમાં કથા ચાલતી હતી અને કથા બંધ કરાવતા બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
ધાર્મિક બાબતે વિજ્ઞાનજાથા ક્યારેય પણ વિવાદમાં ઉતર્યું નથી: જયંત પંડ્યા
પારડી વીજ કચેરીમાં સત્યનારાયણની કથા બંધ કરાવવાના મામલે બ્રહ્મ સમાજમાં રોષ ફેલાયો છે અને કથા બંધ કરાવતા બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલે સોશિયલ મીડિયામાં અનેક ટીકા ટિપ્પણી પણ કરી છે. ત્યારે કથા બંધ કરાવવા બાબતે જયંત પંડ્યાએ નિવેદન આપતા કહ્યું કે ધાર્મિક બાબતે વિજ્ઞાનજાથા ક્યારેય પણ વિવાદમાં ઉતર્યું નથી. પારડી વીજ કચેરીએ વર્કિંગ કામ દરમિયાન કથા કરવામાં આવી હતી. લોકો પોતાના કામ માટે લાઈનમાં ઉભા હતા અને સ્ટાફ કથામાં મશગુલ હતો. આ અંગેની જાણ વિજ્ઞાનજાથા દ્વારા ડેપ્યુટી એન્જિનિયરને કરવામાં આવી હતી.
કથા વિજ્ઞાન જાથા દ્વારા બંધ કરવામાં આવી નથી
ત્યારે આ અંગેની જાણ કરવામાં આવ્યા બાદ કથા બંધ કરવાનો નિર્ણય ડેપ્યુટી એન્જિનિયર ત્રાંબડીયા અને તેમના પરિવારે લીધો છે. કથા વિજ્ઞાન જાથા દ્વારા બંધ કરવામાં આવી નથી. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલના આ સ્ટંટ છે.
બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલનું નિવેદન
બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલે નિવેદન આપતા કહ્યું કે જયંત પંડ્યાએ કથામાં વિઘ્ન ઉભું કર્યું છે. સનાતન ધર્મમાં સત્યનારાયણની કથાનું વિશેષ મહત્વ છે. જયંત પંડ્યા સાથે મારે વાત થઈ હતી. જયંત પંડ્યાએ મને ગર્ભિત ધમકી આપી છે. અમે જયંત પંડ્યા સામે કાયદાકીય કાર્યવાહી કરીશું. જયંત પંડ્યાને ઉચાપતના કેસમાં 7 વર્ષની સજા થઈ હતી, સજા પામેલો વ્યક્તિ કોઈ ટ્રસ્ટના ચેરમેન કેવી રીતે રહી શકે?
Source link