- મહિલા ટી20 વર્લ્ડકપ 3 ઓક્ટોબરથી શરૂ થશે
- ટી20માં સૌથી ઝડપી સદી ફટકારનાર ડિઆન્ડ્રા ડોટિને નિવૃતિ પરત ખેંચી
- UAEમાં યોજાનાર વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝ તરફથી રમતી જોવા મળશે
મહિલા ટી20 વર્લ્ડકપ 2024 3 ઓક્ટોબરથી શરૂ થશે. આ માટે તમામ ક્રિકેટ બોર્ડ પોતપોતાની ટીમોના નામની જાહેરાત કરી રહ્યા છે. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝની ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં ટી-20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર અનુભવી ખેલાડી ડિઆન્ડ્રા ડોટિનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ડિઆન્ડ્રા ડોટિને 2022માં રમતમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી પરંતુ હવે તેણે મેદાનમાં પરત ફરવાનું નક્કી કર્યું છે. તે ઓક્ટોબરમાં UAEમાં યોજાનાર વર્લ્ડ કપમાં ભાગ લેતી જોવા મળશે.
શાનદાર રહ્યું છે કરિયર
ડિઆન્ડ્રા ડોટિને વેસ્ટ ઈન્ડિઝ માટે કુલ 127 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 2697 રન બનાવ્યા છે અને 62 વિકેટ પણ લીધી છે. ડોટીનનું તાજેતરનું ફોર્મ પણ શાનદાર રહ્યું છે. તે આ વર્ષે વિમેન્સ કેરેબિયન પ્રીમિયર લીગ (WCPL) લીગમાં ત્રીજી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહી છે. તેણે 4 ઇનિંગ્સમાં 113 રન બનાવ્યા હતા. આ સિઝનમાં બેથી વધુ છગ્ગા મારનાર તે એકમાત્ર બેટ્સમેન હતી. તેણે ગયાના એમેઝોન વોરિયર્સ સામે 38 બોલમાં 53 રન બનાવ્યા હતા.
ડોટિને નિવૃત્તિ કેમ લીધી હતી?
ડિઆન્ડ્રા ડોટિને બે વર્ષ પહેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારત સામે બાર્બાડોસ માટે તેની છેલ્લી ટી20 મેચ રમી હતી. આ ટૂર્નામેન્ટ દરમિયાન તેણે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે નિવૃત્તિનું કારણ ટીમના વાતાવરણને ગણાવ્યું હતું. જોકે તેણે ગયા મહિને જ પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો. જે બાદ તેને વેસ્ટ ઈન્ડિઝની ટી20 ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.
38 બોલમાં સદી ફટકારી હતી
ડીઆન્દ્રે ડોટિને 2010માં દક્ષિણ આફ્રિકા સામે મહિલા T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. તેણે આ મેચમાં 38 બોલમાં સદી ફટકારી હતી. આ મેચમાં તેણે 45 બોલમાં અણનમ 112 રન બનાવ્યા હતા.
T20 વર્લ્ડ કપ 2024 માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમની જાહેરાત
હેલી મેથ્યુઝ (કેપ્ટન), શર્મન કેમ્પબેલ, આલિયા એલીને, એફી ફ્લેચર, અશિમી મુનિસર, ચેડીન નેશન, ચિનલી હેનરી, ડિઆન્ડ્રા ડોટિન, કરિશ્મા રામચરક, મેન્ડી માંગરો, નેરિસા ક્રાફ્ટન, કાયના જોસેફ, શમિલા કોનેલ, સ્ટેફની જેમ્સ ટેલર,