વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં C-295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સાથે ભારતની સંરક્ષણ અને એરોસ્પેસ સફરમાં નોંધપાત્ર સિદ્ધિ વિશે તેમના વિચારો શેર કરતા લિન્ક્ડઇન પર એક પોસ્ટ લખી છે. પોસ્ટનું શીર્ષક છે, ‘ભારતની સંરક્ષણ ક્રાંતિએ ઉડાન ભરી’.
વડાપ્રધાને C-295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સના લૉન્ચને ભારતની સંરક્ષણ અને એરોસ્પેસ સફરમાં ‘વોટરશેડ મોમેન્ટ’ ગણાવતા કહ્યું કે અમે આવનારા સમયમાં આ સેક્ટરમાં વધુ વેગ આપવાના છીએ. માત્ર બે વર્ષમાં પાયાના પથ્થરથી ઓપરેશનલ સુવિધા સુધીની સફર પૂર્ણ થઈ હોવાથી અમલીકરણની ઝડપ આકર્ષક છે. 2023-24માં ભારતનું સંરક્ષણ ઉત્પાદન વધીને રૂ. 1.27 ટ્રિલિયન થઈ ગયું છે જ્યારે સંરક્ષણ નિકાસ હાલમાં વધીને રૂ. 21,000 કરોડ થઈ છે.
વડાપ્રધાને યુવાનો, સ્ટાર્ટઅપ્સ, ઉત્પાદકો અને નવીનતાઓને દેશના સંરક્ષણ ક્ષેત્રનો ભાગ બનવા અપીલ કરતા ઉમેર્યું હતું કે એક સમયે સંરક્ષણ દળોએ સાધનસામગ્રીની ગંભીર અછતનો સામનો કર્યો હતો ત્યારથી લઈને આજના આત્મનિર્ભરતાના યુગ સુધી આ એક એવી યાત્રા છે કે જેના પર દરેક ભારતીય ગર્વ કરી શકે છે. ઉત્પાદનમાં સ્વદેશી યુદ્ધ જહાજો પાણીમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે જ્યારે ભારતમાં નિર્મિત મિસાઇલોએ દેશની પ્રતિરક્ષા મજબૂત કરી છે. સ્વદેશી બુલેટપ્રૂફ્ જેકેટ સૈનિકોનું રક્ષણ કરી રહ્યા છે અને ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે. સંરક્ષણ સાધનોનું ટોપ-ઓફ્-ધ-લાઇન ઉત્પાદક બનવા પણ કામ કરી રહ્યું છે.
Source link