WTC ફાઇનલ: ઓસ્ટ્રેલિયા સામે દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ 11 ટીમની જાહેરાત, જાણો કોને સ્થાન મળ્યું અને કોને બહાર?

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ 11 જૂન, બુધવારના રોજ લંડનના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલિંગનું નેતૃત્વ કાગીસો રબાડા કરશે જ્યારે માર્કો જેન્સેન અને જમણા હાથના લુંગી ન્ગીડીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ૧૧ ટીમમાં એકમાત્ર સ્પેશિયાલિસ્ટ સ્પિનર અનુભવી કેશવ મહારાજ છે. લોર્ડ્સની ડ્રાય પિચ પર નિર્ણાયક ટેસ્ટમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાની અપેક્ષા છે. બોક્સિંગ ડે ટેસ્ટમાં પાકિસ્તાન સામે ૬ વિકેટ લેનાર ફાસ્ટ બોલર ડેન પેટરસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
તે જ સમયે, બેટ્સમેન રાયન રિકેલ્ટન ઓપનિંગ કરતો જોવા મળશે. તે WTC 2023-25 ચક્રમાં દક્ષિણ આફ્રિકાનો ટોપ સ્કોરર રહ્યો છે. બાવુમા પણ તેનાથી પાછળ નથી. એડન માર્કરામ ઓપનિંગ કરતો જોવા મળશે અને ટ્રિસ્ટન સ્ટબ્સ પણ રમતા જોવા મળશે. વિઆન મુલ્ડર ત્રીજા નંબર પર રમતા જોવા મળશે. તે તાજેતરમાં શ્રીલંકા અને પાકિસ્તાન સામે પણ રમ્યો હતો.
દક્ષિણ આફ્રિકાનો પ્લેઇંગ ૧૧
ટેમ્બા બાવુમા, એઇડન માર્કરામ, રેયાન રિકલ્ટન, વિયાન મુલ્ડર, ટ્રીસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરેન, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગીડી.