# thenewsdk.in ## Posts - ['તું મેરી મેં તેરા' ની નિષ્ફળતાની કાર્તિક આર્યને કરી ભરપાઈ ! કરણ જોહર સાથે બગડ્યા સંબંધો?](https://thenewsdk.in/tu-meri-mein-tera-made-up-for-kartik-aryas-failure-and-strained-relations-with-karan-johar/): મુંબઈ: કાર્તિક આર્યનની ફિલ્મ ‘તું મેરી મેં તેરા, મેં તેરા તું મેરી’ બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નથી. અનન્યા પાંડે સાથેનો રોમેન્ટિક અવતાર દર્શકોને ખાસ પ્રભાવિત કરી શક્યો નહીં. આ વચ્ચે કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચે મતભેદોની ચર્ચા પણ ચાલી રહી છે, પરંતુ હવે આ સમગ્ર મામલે એક નવું અને ચોંકાવનારી અપડેટ સામે આવ્યું છે. ઇન્ડસ્ટ્રી સૂત્રોના જણાવ્યા મુજબ, ફિલ્મના ફ્લોપ થવાને પગલે કાર્તિક આર્યને પોતાની નક્કી થયેલી ફીમાંથી લગભગ ₹15 કરોડનો ત્યાગ કર્યો છે. કહેવાય છે કે ફિલ્મ રિલીઝ થયા બાદ તરત જ કાર્તિકે આ નિર્ણય લીધો, જેથી પ્રોડ્યૂસર્સ પર પડેલો આર્થિક ભાર થોડો હળવો ... Read more - [ઇન્દોર વનડે પહેલા માતા બગલામુખીની શરણમાં પહોંચ્યા ગૌતમ ગંભીર, મંદિરમાં કરાવ્યો 'શત્રુ વિજય યજ્ઞ](https://thenewsdk.in/gautam-reached-the-shelter-of-mata-baglamukhi-before-the-indore-odi-and-performed-shatru-vijay-yajna-in-the-gambhir-temple/): નલખેડા (મધ્યપ્રદેશ): ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર ન્યૂઝીલેન્ડ સામે ઇન્દોરમાં યોજાનારી નિર્ણાયક વનડે મેચ પહેલા આગર-માલવા જિલ્લાના નલખેડા સ્થિત વિશ્વવિખ્યાત માતા બગલામુખી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. તેમના આ પ્રવાસને રમત અને આસ્થાના અનોખા સંગમ તરીકે જોવામાં આવી રહ્યો છે. ભારતના પૂર્વ ક્રિકેટર અને હાલ ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે જવાબદારી સંભાળી રહેલા ગૌતમ ગંભીરે મંદિરમાં વિધિવિધાનપૂર્વક માતા બગલામુખીના દર્શન કર્યા હતા. પૂજા-અર્ચના દરમિયાન તેમણે દેશની સુખ-શાંતિ અને સમૃદ્ધિ સાથે ભારતીય ક્રિકેટ ટીમની જીત અને સફળતાની કામના કરી હતી. મંદિર પરિસરમાં ગૌતમ ગંભીરના આગમનથી શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. પૂજા દરમિયાન પુજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા ... Read more - [સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીનો આત્મહત્યાનો પ્રયાસ, સેમ્પુ પી લેતાં જેલ પ્રશાસનમાં હડકંપ](https://thenewsdk.in/a-prisoners-suicide-attempt-in-surendranagar-sub-jail-by-drinking-sampu-caused-a-stir-in-the-jail-administration/): સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર સબ જેલમાં એક કેદી દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરાતા જેલ પ્રશાસનમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જેલમાં બંધ આરોપીએ માનસિક તણાવના કારણે સેમ્પુ પી લઈને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતાં જ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી છેલ્લા કેટલાક સમયથી જેલ સત્તાધીશો પર દબાણ કરી રહ્યો હતો કે તેને જેલ બહારની હોસ્પિટલમાં લઈ જવામાં આવે. જેલ સંત્રીઓએ તેને નિયમ મુજબ પહેલા જેલના શુબેદારને રજૂઆત કરવાની સમજ આપતા આરોપી વધુ ઉશ્કેરાઈ ગયો હતો. આવેશમાં આવી આરોપીએ અચાનક જ જેલની અંદર સેમ્પુ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ... Read more - [સુરતના ઈચ્છાપોરમાં માનવતા શર્મસાર: પત્ની આગમાં સળગતી રહી અને પતિ મોબાઈલમાં વીડિયો ઉતારતો રહ્યો](https://thenewsdk.in/in-surats-ichapore-humanity-shamed-wife-kept-burning-in-fire-and-husband-kept-recording-video-on-mobile/): સુરત: ઈચ્છાપોર વિસ્તારમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. પતિની સતત શારીરિક અને માનસિક હિંસાથી કંટાળીને 31 વર્ષીય પરિણીતાએ અગ્નિસ્નાન કર્યું હતું. આ ઘટનામાં માનવતાને શર્મસાર કરતી બાબત એ છે કે, પત્ની આગની જ્વાળાઓમાં ઘેરાઈ હતી ત્યારે પતિ તેને બચાવવાને બદલે મોબાઈલમાં વીડિયો ઉતારતો રહ્યો હતો. મૂળ બિહારના છપરાની રહેવાસી પ્રતિમાદેવીના લગ્ન રંજિત દિલીપ સહા સાથે થયા હતા. બંનેએ પરિવારની વિરુદ્ધ જઈ પ્રેમલગ્ન કર્યા બાદ સુરતના ઈચ્છાપોરની જયરાજ સોસાયટીમાં વસવાટ શરૂ કર્યો હતો. શરૂઆતના સમયમાં સંબંધ સામાન્ય રહ્યા, પરંતુ બાદમાં પતિ નાની-નાની વાતે ઝઘડો કરી પત્ની પર હાથ ઉગામતો હતો. ઘટનાના દિવસે પાડોશીના ઘઉં વેરવિખેર થવાના મુદ્દે ... Read more - [વડોદરાના મકરપુરામાં મધરાતે નશામાં ધૂત યુવતીએ સર્જ્યો હંગામો, પોલીસની PCR વાન પર ચઢી કર્યો તમાશો](https://thenewsdk.in/at-midnight-in-vadodaras-makarpura-a-drunk-girl-created-a-ruckus-and-boarded-the-polices-pcr-van/): વડોદરા: સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરાના મકરપુરા વિસ્તારમાં ગઈકાલે મધરાતે એક યુવતીના નશામાં બેકાબૂ વર્તનથી ભારે અફરાતફરી સર્જાઈ હતી. જાહેર રસ્તા પર હોબાળો મચાવતા લોકોએ પરિસ્થિતિ બગડતી જોઈ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. મળતી માહિતી મુજબ, યુવતી પ્રેમપ્રકરણને લઈને થયેલા ઝઘડાથી ઉશ્કેરાઈ હતી અને દારૂના નશામાં જાહેરમાં અશાંતિ ફેલાવી હતી. રસ્તા પરથી પસાર થતા લોકો સાથે અભદ્ર વર્તન કરતા મામલો ગંભીર બન્યો હતો. મકરપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવતી વધુ આક્રમક બની ગઈ હતી. તેણે PCR વાન પર ચઢી જઈને હોબાળો ચાલુ રાખ્યો હતો અને પોલીસની સમજાવટને અવગણતી રહી હતી. પરિસ્થિતિ સંભાળવા માટે 3થી 4 PCR વાન બોલાવવી પડી ... Read more - [કચ્છના રાપરમાં ફરી ભૂકંપના આંચકા, વહેલી સવારે 2.5 તીવ્રતાનો ઝટકો, લોકોમાં ભયનો માહોલ](https://thenewsdk.in/earthquake-shocks-again-in-rapar-kutch/): કચ્છ જિલ્લો છેલ્લા કેટલાક સમયથી સતત ભૂકંપીય ગતિવિધિઓને કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ખાસ કરીને રાપર તાલુકામાં અવારનવાર અનુભવાતા ભૂકંપના હળવાથી મધ્યમ આંચકાઓને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભય અને ચિંતા જોવા મળી રહી છે. શુક્રવારે વહેલી સવારે લગભગ 5:47 વાગ્યે રાપર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 નોંધાઈ હતી, જ્યારે તેનું કેન્દ્ર રાપરથી અંદાજે 19 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે. ભલે ભૂકંપ નાની તીવ્રતાનો હતો, પરંતુ વહેલી સવારે અચાનક ધરતી ધ્રુજતાં લોકો ગભરાઈ ગયા હતા અને સુરક્ષાના કારણે ઘણા રહેવાસીઓ ઘરની બહાર દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા દિવસોમાં રાપર અને આસપાસના ... Read more - [હિમાચલમાં કાળમુખી આગ: સિરમોર જિલ્લામાં એક જ પરિવારના 6 સભ્યો જીવતા ભૂંજાયા](https://thenewsdk.in/kalmukhi-fire-in-himachal-killed-6-members-of-the-same-family-in-sirmore-district/): હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લામાં આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શ્રી રેણુકાજી વિધાનસભા મતવિસ્તાર હેઠળના ધંદુરી પંચાયતના તેલંગાણા ગામમાં મધ્યરાત્રે લાગેલી ભીષણ આગમાં એક જ પરિવારના છ સભ્યો જીવતા ભૂંજાઈ ગયા, જેના કારણે સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોહન લાલના ઘરમાં રાત્રે લગભગ 2 થી 3 વાગ્યાની વચ્ચે અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. આગ ઝડપથી ફેલાઈ રસોડા સુધી પહોંચતા ત્યાં રાખેલા LPG ગેસ સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ બાદ ઘર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું અને આગે આખા મકાનને ... Read more - [સુરતમાં ઉત્તરાયણના પર્વે હૃદયદ્રાવક અકસ્માત: પતંગની દોરીએ પિતા-પુત્રીનો ભોગ લીધો, 70 ફૂટ ઊંચા બ્રિજ પરથી પરિવાર નીચે પટકાયો](https://thenewsdk.in/heartbreaking-accident-on-uttarayan-festival-in-surat-father-and-daughter-killed-by-kite-string-family-falls-from-70-feet-high-bridge/): ગુજરાતભરમાં લોકો મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે સુરતમાં એક પરિવાર માટે આ દિવસ કાળમુખો સાબિત થયો. શહેરમાં પતંગની દોરીને કારણે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 35 વર્ષીય પિતા અને તેમની 7 વર્ષની માસૂમ પુત્રીનું 70 ફૂટ ઊંચા બ્રિજ પરથી પટકાતા કરુણ મોત નીપજ્યું છે, જ્યારે માતાનો ચમત્કારિક રીતે જીવ બચી ગયો છે. આ અકસ્માત સુરતના વેડ રોડ અને અડાજણને જોડતા ચંદ્રશેખર આઝાદ ફ્લાયઓવર (જીલાની બ્રિજ) પર સાંજે 5 થી 6 વાગ્યાના અરસામાં થયો હતો. રેહાન નામનો યુવક પોતાની પત્ની રેહાના અને દીકરી આયેશા સાથે બાઈક પર સુભાષ ગાર્ડન તરફ જઈ રહ્યો હતો. બ્રિજ પર અચાનક પતંગની દોરી રેહાનના શરીર પર ... Read more - [જન નાયકન રિલીઝ વિવાદ: સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટને 20 જાન્યુઆરી સુધી નિર્ણય લેવા આદેશ](https://thenewsdk.in/madras-highcourt-decision/): થલાપતિ વિજયની બહુચર્ચિત ફિલ્મ ‘જન નાયકન’ ની રિલીઝને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સીધો હસ્તક્ષેપ કરવાની સ્પષ્ટ મનાઈ કરી છે અને ફિલ્મના પ્રોડ્યુસર્સને મદ્રાસ હાઇકોર્ટનો દરવાજો ખખડાવવા કહ્યું છે. સાથે જ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટની ડિવિઝન બેંચને 20 જાન્યુઆરી સુધીમાં આ કેસ પર નિર્ણય લેવા આદેશ આપ્યો છે. KVN પ્રોડક્શન્સ તરફથી સિનિયર એડવોકેટ મુકુલ રોહિતગીએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે, ફિલ્મ અટકવાને કારણે પ્રોડ્યુસર્સને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેમણે અપીલ કરી હતી કે હાઇકોર્ટને તાત્કાલિક, એક-બે દિવસમાં ચુકાદો આપવા સૂચના આપવામાં આવે. નિર્માતાઓએ કોર્ટમાં ભાવુક રીતે જણાવ્યું કે, ફિલ્મ રોકાઈ ... Read more - [વૈશ્વિક તણાવ વચ્ચે ભારત માટે ખુશખબર: વર્લ્ડ બેંક અને Deloitte બંનેએ GDP ગ્રોથનો અંદાજ વધાર્યો](https://thenewsdk.in/good-news-for-india-amid-global-tensions-world-bank-and-deloitte-both-raised-gdp-growth-estimates/): વૈશ્વિક સ્તરે ટ્રમ્પના ટેરિફ હુમલા, અમેરિકા-ઈરાન વચ્ચે વધતો તણાવ અને વેપાર અનિશ્ચિતતા હોવા છતાં, ભારતીય અર્થવ્યવસ્થા સતત મજબૂતી દર્શાવી રહી છે. એક જ દિવસે ભારત માટે વિદેશથી બે મોટા સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં વર્લ્ડ બેંક અને Deloitte બંનેએ ભારતના આર્થિક ગ્રોથ અંગે સકારાત્મક અંદાજ રજૂ કર્યો છે. વર્લ્ડ બેંકે નાણાકીય વર્ષ 2026 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ વધારીને 7.2% કર્યો છે, જે અગાઉ 6.3% હતો. રિપોર્ટ અનુસાર, મજબૂત ઘરેલુ માંગ, વધતી ગ્રામ્ય આવક અને સરકાર દ્વારા લેવામાં આવેલા ટેક્સ રિલીફ પગલાંઓના કારણે અમેરિકન ટેરિફની અસર ભારત પર નગણ્ય રહેશે. આ સાથે જ Deloitteએ પણ ભારતીય અર્થવ્યવસ્થામાં વિશ્વાસ વ્યક્ત ... Read more - [માત્ર ₹13 હજારના ખર્ચે બનેલી ‘Are You Dead’ એપ આજે ₹13 કરોડની વેલ્યુએશન સુધી પહોંચી, વાયરલ ટ્રેન્ડથી સ્ટાર્ટઅપ બનવાની કહાની](https://thenewsdk.in/are-you-dead-app-made-at-a-cost-of-just-%e2%82%b9-13-thousand-reached-a-valuation-of-%e2%82%b9-13-crore-today-the-story-of-becoming-a-startup-from-a-viral-trend/): ચીનની વાયરલ થઈ રહેલી ‘Are You Dead’ નામની એપ હવે માત્ર એક અજીબ ટ્રેન્ડ નહીં, પરંતુ એક સફળ સ્ટાર્ટઅપ મોડલ બની રહી છે. થોડા દિવસો પહેલાં સુધી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેલી આ એપ આજે કરોડોની વેલ્યુએશન સાથે બિઝનેસ જગતમાં પ્રવેશી ચૂકી છે. રિપોર્ટ્સ મુજબ, ત્રણ યુવા ડેવલોપર્સે આ એપને માત્ર 1000 યૂઆન (અંદાજે ₹13 હજાર) જેટલા ખર્ચે તૈયાર કરી હતી. જોકે, તેની અનોખી વિચારધારા અને સરળ ઉપયોગને કારણે આજે તેની અંદાજિત વેલ્યુએશન 1 કરોડ યૂઆન એટલે કે લગભગ ₹13 કરોડ સુધી પહોંચી ગઈ છે. એપનો મુખ્ય કૉન્સેપ્ટ અત્યંત સરળ છે. યૂઝરને દર 24થી 48 કલાકમાં માત્ર એક ચેક-ઇન બટન ... Read more - [રાજકોટ-મોરબી હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કાગદડી ગામ પાસે બે કાર અથડાતાં 3 વર્ષના બાળક અને 9 મહિનાની બાળકીનું મોત](https://thenewsdk.in/a-3-year-old-boy-and-a-9-month-old-girl-died-after-two-cars-collided-near-kagdadi-village-in-gamkhwar-accident-on-rajkot-morbi-highway/): રાજકોટ-મોરબી હાઈવે પર મોડી રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. કાગદડી ગામ નજીક બે કાર વચ્ચે થયેલી સામસામે ભીષણ ટક્કરમાં બે નાનાં બાળકોના કરુણ મોત થયા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રાત્રે રાજકોટ તરફથી મોરબી જઈ રહેલી એક કાર અને સામે તરફથી પૂરઝડપે આવી રહેલી બીજી કાર કાગદડી ગામ પાસે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોના આગળના ભાગો સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા અને હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ વર્ષીય મોક્ષ મદ્રેસણિયા અને નવ મહિનાની શ્રેયા મદ્રેસણિયાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. માસૂમ ... Read more - [Uttarayan 2026 Ahmedabad: પતંગો ઓછા, પરંતુ ફટાકડા અને સંગીતથી શહેરમાં દિવાળી જેવો માહોલ](https://thenewsdk.in/uttarayan-2026-ahmedabad-less-kites-but-a-diwali-atmosphere-in-the-city-with-fireworks-and-music/): અમદાવાદમાં ગઈકાલે ઉત્તરાયણની ઉજવણી અનોખા અને રંગીન માહોલ સાથે જોવા મળી હતી. વહેલી સવારથી પવનની ગતિ ઓછી હોવા છતાં પતંગપ્રેમીઓ ઉત્સાહભેર અગાશી પર ચઢીને તહેવારની મજા માણતા નજરે પડ્યા હતા. મિત્રો, પરિવાર, સંગીત અને ખાણી-પીણી સાથે લોકોએ આખો દિવસ આનંદમાં પસાર કર્યો. બપોર બાદ પવનમાં થોડો વધારો થતાં ઉત્તરાયણનો માહોલ જીવંત બન્યો. સાંજ પડતા જ શહેરના અનેક વિસ્તારોમાં ફટાકડાની ઝગમગાટ છવાઈ ગઈ હતી. સ્કાય શૉટ સહિત વિવિધ પ્રકારના ફટાકડાઓથી ઉત્તરાયણની સાંજએ દિવાળી જેવો માહોલ સર્જ્યો હતો. કેટલાક વિસ્તારોમાં લોકોએ ગરબા અને ડાન્સ કરીને તહેવારની ખુશી વ્યક્ત કરી હતી. જોકે પવન અનુકૂળ ન હોવાથી આકાશમાં પતંગો ઓછા દેખાયા, તેમ છતાં લોકોના ... Read more - [Supreme Court warns states : રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: ‘ડોગ લવર્સ’ અને સરકારને લગાવી આકરી ફટકાર](https://thenewsdk.in/supreme-court-warns-states/): દેશભરમાં વધતી જતી રખડતા કૂતરાની સમસ્યાને લઈને સુપ્રીમ કોર્ટએ સરકાર, સ્થાનિક તંત્ર અને પોતાને ‘ડોગ લવર્સ’ ગણાવતા સંગઠનો સામે આજે કડક વલણ અપનાવ્યું છે. સુનાવણી દરમિયાન અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, રખડતા કૂતરાઓમાં એક ખાસ પ્રકારનો વાયરસ હોય છે, જેના માટે હાલમાં કોઈ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મેહતા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે સવાલ ઉઠાવ્યો કે, જો રખડતો કૂતરો 9 વર્ષના બાળક પર હુમલો કરે અને બાળકનું મોત થાય, તો તેની જવાબદારી કોણ લેશે? અદાલતે કહ્યું કે, સરકાર આ મુદ્દે ગંભીરતાથી પગલાં લેતી નથી, જે અત્યંત ચિંતાજનક છે. કોર્ટે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું કે, જો ... Read more - [Makar Sankranti 2026 : આ વખતે ખાંડ નહીં, ગોળની ખીરથી વધારો તહેવારની મીઠાશ, રેસીપી છે ખૂબ જ સરળ](https://thenewsdk.in/makar-sankranti-2026/): મકર સંક્રાંતિનો તહેવાર હોય અને ઘરમાં મીઠાઈ ન બને, એવું તો શક્ય જ નથી. શિયાળાની આ ઋતુમાં તલ અને ગોળ ખાવાનો પોતાનો જ આનંદ હોય છે. સામાન્ય રીતે આપણે ચોખાની ખીર ખાંડ નાખીને બનાવીએ છીએ, પરંતુ આ વખતે 14 જાન્યુઆરીએ પરંપરા સાથે ટ્રાય કરો આ નવી રેસીપી. જાણો ગોળની સ્વાદિષ્ટ ખીર બનાવવાની સરળ રીત. આ રીતે બનાવો ગોળની ખીર ગોળની તાસીર ગરમ હોય છે, જે શિયાળામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે અને સ્વાદ એવો કે બધા આંગળીઓ ચાટતા રહી જશે. જોકે, ઘણી વાર લોકોને ફરિયાદ રહે છે કે, ગોળ નાખતા જ દૂધ ફાટી જાય છે. એવી સ્થિતિમાં ડરવાની જરૂર ... Read more - [સરકારની કડક કાર્યવાહી, બ્લિંકિટ '10 મિનિટમાં ડિલિવરી' ફીચર હટાવશે](https://thenewsdk.in/government-strict-action-blinkit-will-remove-10-minutes-delivery-feature/): સરકારે હવે 10 મિનિટમાં ડિલિવરીના મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. મનસુખ માંડવિયાની પહેલ બાદ બ્લિંકિટ હવે પોતાના તમામ બ્રાન્ડમાંથી આ ફીચર હટાવવાની તૈયારીમાં છે. ’10 મિનિટમાં ડિલિવરી’ ફીચર હટાવવાની જાહેરાત ’10 મિનિટમાં ડિલિવરી’ આપતા ક્વિક કોમર્સ મોડલને લઈને હવે સરકાર સખ્ત બની ગઈ છે. ડિલિવરી બોયની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકારે હવે હસ્તક્ષેપ કર્યો છે. સરકારના હસ્તક્ષેપ બાદ બ્લિંકિટે પોતાના તમામ બ્રાન્ડમાંથી ’10 મિનિટ ડિલિવરી’ ફીચર હટાવવાની જાહેરાત કરી છે. ક્વિક કોમર્સ ક્ષેત્રમાં સક્રિય કંપનીઓ સાથે ચર્ચા શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ આ મુદ્દે ક્વિક કોમર્સ ક્ષેત્રમાં સક્રિય કંપનીઓ સાથે ચર્ચા કરી હતી. તેની અસર હવે દેખાવા લાગી છે. બ્લિંકિટ હવે ... Read more - [સાઇબર ફ્રોડ સામે સરકારનો માસ્ટરપ્લાન: સ્માર્ટફોન કંપનીઓ પર કસાશે કડક લગામ](https://thenewsdk.in/the-governments-master-plan-against-cyber-fraud-will-clamp-down-on-smartphone-companies/): સાઇબર ફ્રોડ અને ડિજિટલ ગુનાઓના વધતા જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે મોબાઇલ ફોન કંપનીઓ પર કડક નિયંત્રણ લાદવાની તૈયારીમાં છે. પ્રસ્તાવિત સંચાર સુરક્ષા નીતિ હેઠળ સ્માર્ટફોનમાં રહેલી એપ્સને કેમેરા અને માઇક્રોફોન સુધીની ઍક્સેસ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરવામાં આવી છે. સાથે જ, ફોન ઉત્પાદકો માટે 83 સુરક્ષા માપદંડો ફરજિયાત બનાવવાની યોજના છે, જેના કારણે ટેક ઉદ્યોગમાં ચર્ચા અને વિરોધ તેજ થયો છે. સોફ્ટવેરનો સોર્સ કોડ ભારત સરકાર સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રસ્તાવ અંતર્ગત મોબાઇલ ફોન કંપનીઓએ તેમના ઓપરેટિંગ સિસ્ટમ અને સોફ્ટવેરનો સોર્સ કોડ ભારત સરકારને આપવો પડશે. આ સોર્સ કોડનું વિશ્લેષણ ભારતની અંદર આવેલી સરકારી લેબોરેટરીમાં કરવામાં આવશે ... Read more - [‘Mardaani 3’ ટ્રેલરે મચાવી ધૂમ, રાણી મુખર્જી સામે આ વખતે ખતરનાક ‘અમ્મા’](https://thenewsdk.in/mardaani-3-trailer-creates-buzz-this-time-dangerous-amma-against-rani-mukherjee/): રાણી મુખર્જીની બહુચર્ચિત ફિલ્મ ‘Mardaani 3’ નો ટ્રેલર રિલીઝ થતાં જ ઇન્ટરનેટ પર ધૂમ મચી ગઈ છે. સોમવારે રિલીઝ થયેલા આ ટ્રેલરે દર્શકોને હચમચાવી દીધા છે. ફિલ્મમાં આ વખતે પણ એક ગંભીર સામાજિક મુદ્દા માનવ તસ્કરીને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે, જે જોઈને રુંવાટા ઊભા થઈ જાય છે. ખાસ વાત એ છે કે આ વખતની વિલન ‘અમ્મા’ પોતાની પહેલી જ ઝલકમાં ભયનો માહોલ ઉભો કરે છે. યશ રાજ ફિલ્મ્સની ‘મર્દાની’ ફ્રેન્ચાઇઝી અત્યાર સુધીની સૌથી સફળ મહિલા કેન્દ્રિત એક્શન થ્રિલર સિરીઝમાંની એક છે. રાણી મુખર્જીનું શિવાની શિવાજી રોય તરીકેનું પાત્ર મહિલાઓ સામે થતા અપરાધો સામે દ્રઢતા અને સાહસ સાથે લડતું આવ્યું છે. ... Read more - [ટીવીથી બોલિવૂડ સુધીની શાનદાર છલાંગ, સૂરજ બડજાત્યાની ફિલ્મમાં સૌમ્યા ટંડનની એન્ટ્રી](https://thenewsdk.in/saumya-tandon-new-film/): ટીવીની લોકપ્રિય સિરિયલ ‘ભાભી જી ઘર પર હૈ’ માં ‘ગોરી મેમ’ તરીકે ઘરઘરમાં ઓળખ બનાવનાર અભિનેત્રી સૌમ્યા ટંડન હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. આદિત્ય ધરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ માં તેના પ્રશંસનીય અભિનય બાદ હવે સૌમ્યાના નસીબના દ્વાર ખુલતા નજરે પડી રહ્યા છે. તાજા અહેવાલો અનુસાર, બોલિવૂડના દિગ્ગજ દિગ્દર્શક સૂરજ બડજાત્યાએ તેમની આગામી ફિલ્મ માટે સૌમ્યા ટંડનની પસંદગી કરી છે. ‘ધુરંધર’ની નાની ભૂમિકાએ અપાવી મોટી ઓળખ ફિલ્મ ‘ધુરંધર’ માં અક્ષય ખન્નાએ ભજવેલા ‘રેહમાન ડકેત’ પાત્ર જેટલી ચર્ચામાં રહ્યું, તેટલી જ પ્રશંસા તેની પત્ની ઉલ્ફત બલોચનું પાત્ર ભજવનાર સૌમ્યા ટંડનને મળી. સ્ક્રીન પર ઓછા સમય માટે દેખાવા છતાં, સૌમ્યાએ પોતાના મજબૂત અભિનયથી દર્શકો ... Read more - [મુંબઈ–અમદાવાદ ફ્લાઈટમાં હચમચાવી દેતી ઘટના, મુસાફરો ભગવાનને યાદ કરવા લાગ્યા](https://thenewsdk.in/the-shocking-incident-in-the-mumbai-ahmedabad-flight-made-the-passengers-remember-god/): મુંબઈથી અમદાવાદ આવી રહેલી અકાસા એરની ફ્લાઈટમાં આજે મુસાફરોએ મોતનો સાક્ષાત્કાર કર્યો હોય તેવી દહેશતભરી સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદ એરપોર્ટ પર બે વાર લેન્ડિંગના નિષ્ફળ પ્રયાસ બાદ પાયલોટે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને વિમાનને રાજસ્થાનના જયપુર એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો. આ ઘટનાને પગલે એરપોર્ટ ઓથોરિટી અને ગ્રાઉન્ડ સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવી ગયા હતા. બોઈંગ 737 મેક્સમાં ટેકનિકલ ખામી પ્રાપ્ત માહિતી અનુસાર અકાસા એરનું બોઈંગ 737 મેક્સ 8 વિમાન સવારે 8:40 વાગ્યે મુંબઈથી ઉડાન ભરી હતી. ફ્લાઈટને સવારે 10:00 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું. વિમાન અમદાવાદની હવાઈ સીમામાં પ્રવેશ્યું ત્યારે પાયલોટને લેન્ડિંગ ગિયર ... Read more - [સુરેન્દ્રનગર–ધ્રાંગધ્રા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત](https://thenewsdk.in/gamkhwar-accident-on-surendranagar-dhrangadhra-highway-husband-and-wife-died-on-the-spot/): સુરેન્દ્રનગર–ધ્રાંગધ્રા હાઇવે પર કટુડા ગામ નજીક આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પેસેન્જર રીક્ષા અને માલ વાહક ટેમ્પો વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં રીક્ષામાં સવાર પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. અકસ્માત બાદ હાઇવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શું છે સમગ્ર ઘટના? પ્રાપ્ત માહિતી મુજબ, સુરેન્દ્રનગર–ધ્રાંગધ્રા હાઇવે પરથી પસાર થતી એક પેસેન્જર રીક્ષા કટુડા ગામ નજીક પહોંચી હતી. તે દરમિયાન સામે તરફથી ઝડપથી આવી રહેલા માલ વાહક ટેમ્પો સાથે રીક્ષાની જોરદાર અથડામણ થઈ હતી. અથડામણ એટલી ભયાનક હતી કે રીક્ષા સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હતી. અકસ્માતમાં દંપતીનું મોત અકસ્માત સમયે રીક્ષામાં સવાર પતિ-પત્નીને ગંભીર ઇજાઓ ... Read more - [અમરેલીના ખાંભામાં દીપડાનો આતંક, ઘર આંગણે રમતા બે વર્ષના માસૂમ પર હુમલો](https://thenewsdk.in/terror-of-leopards-in-amrelis-khambha-attack-two-year-old-innocent-boy-playing-in-the-courtyard/): અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં માનવ અને વન્યજીવો વચ્ચેનો સંઘર્ષ હવે ગંભીર અને લોહિયાળ સ્વરૂપ ધારણ કરતો જઈ રહ્યો છે. ખાંભા તાલુકાના હનુમાનપુર ગામે સોમવારે મોડી સાંજે દીપડાએ ઘર આંગણે રમી રહેલા બે વર્ષના માસૂમ બાળક પર હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. માથેથી પકડી દીપડો બાળકને ખેંચી ગયો હનુમાનપુરની સીમમાં આવેલી રમણીક બોડાની વાડીમાં ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા પરેશભાઈ પરમારનો પરિવાર રહે છે. સાંજના સમયે પરેશભાઈનો બે વર્ષનો પુત્ર ઈશ્વર વાડીના ચોકમાં રમી રહ્યો હતો. આ દરમિયાન નજીકના બાજરીના ઊભા પાકમાં છુપાયેલો ભૂખ્યો દીપડો અચાનક ત્રાટક્યો અને માસૂમને માથાના ભાગેથી જડબામાં પકડી સીમ તરફ ખેંચવાનો પ્રયાસ ... Read more - [સીમા આનંદ: ભારતીય સંસ્કૃતિમાં 'મૌન' તોડતી એક બુલંદ અવાજ](https://thenewsdk.in/seema-anand-a-loud-voice-breaking-the-silence-in-indian-culture/): સામાન્ય રીતે આપણી આસપાસ જોવા મળતી વૃદ્ધ મહિલાઓ ભજન-કીર્તન કે ઘરગથ્થુ વાતોમાં વ્યસ્ત હોય છે, પરંતુ સીમા આનંદ એ બધાથી અલગ છે. સફેદ વાળ, ભવ્ય વ્યક્તિત્વ અને ચહેરા પર ગજબનો આત્મવિશ્વાસ ધરાવતા સીમા આનંદે એવા વિષય પર બોલવાની હિંમત કરી છે, જેને ભારતીય સમાજમાં હજુ પણ ‘વર્જિત’ (Taboo) માનવામાં આવે છે. કોણ છે સીમા આનંદ?  સીમા આનંદ એક પ્રખ્યાત લેખિકા (Author), વાર્તાકાર (Storyteller) અને સેક્સ એજ્યુકેટર છે. તેઓ પ્રાચીન ભારતીય ગ્રંથો, ખાસ કરીને ‘કામસૂત્ર’ના ઊંડા અભ્યાસુ છે. તેમનું માનવું છે કે કામસૂત્ર માત્ર શારીરિક સંબંધો વિશે નથી, પરંતુ તે જીવન જીવવાની કળા છે. શા માટે તેઓ ચર્ચામાં છે?  ભારત એ ... Read more - [Golden Milk Benefits: શિયાળામાં હળદરવાળું દૂધ પીવાના અદભૂત ફાયદા, આજે જ શરૂ કરો](https://thenewsdk.in/golden-milk-benefits-start-enjoying-the-amazing-benefits-of-drinking-turmeric-milk-in-winters-today/): શિયાળાની ઋતુ શરૂ થતાં જ ઘરમાં દાદી-નાનીના પરંપરાગત નુસખા યાદ આવવા લાગે છે અને તેમાં સૌથી ઉપર નામ આવે છે હળદરવાળું દૂધ. આજકાલ વિદેશોમાં જેને Golden Milk તરીકે ઓળખવામાં આવે છે, તે ભારતમાં સદીઓથી સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. જો તમે હળદરવાળું દૂધ અત્યાર સુધી સ્વાદના કારણે અવગણતા આવ્યા હો, તો તેના ફાયદા જાણ્યા પછી આજ રાતથી જ તેને પીવાનું શરૂ કરી દેશો. 🦴 સાંધાના દુખાવાનો કુદરતી ઉપાય શિયાળામાં ખાસ કરીને ઘૂંટણ અને સાંધાના દુખાવા વધી જાય છે. હળદરમાં રહેલા એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ શરીરના સોજા અને દુખાવા ઘટાડે છે. દરરોજ રાત્રે ગરમ દૂધમાં એક ચપટી હળદર ઉમેરીને પીવાથી તે કુદરતી પેઇનકિલર ... Read more - [‘જન નાયકન’ની રિલીઝ અટકી, મદ્રાસ હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો](https://thenewsdk.in/the-madras-high-courts-order-stalling-the-release-of-jana-nayakan-knocked-on-the-supreme-courts-door/): સાઉથ ઇન્ડિયન સિનેમાની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક થલાપતિ વિજયની ‘જન નાયકન’ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. મૂળ 9 જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થવાની હતી, પરંતુ મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારે ફિલ્મની રિલીઝ પર રોક લગાવતાં ચાહકોમાં નિરાશા ફેલાઈ હતી. હવે ફિલ્મના નિર્માતાઓએ મદ્રાસ હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જેથી મામલો વધુ ગંભીર બની ગયો છે. 🎬 વિજયની છેલ્લી ફિલ્મ, ચાહકોની આતુર રાહ ‘જન નાયકન’ થલાપતિ વિજયની અભિનેતા તરીકેની છેલ્લી ફિલ્મ હોવાનું મનાઈ રહ્યું છે, જેના કારણે ફિલ્મ પ્રત્યે ચાહકોની ઉત્સુકતા શિખરે છે. ટ્રેલરને મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ દરેકની નજર રિલીઝ પર હતી, પરંતુ CBFC (સેન્સર બોર્ડ)ના સર્ટિફિકેશન મુદ્દે ફિલ્મ કાનૂની ... Read more - [ક્રિકેટના મેદાનમાં સન્નાટો! દર્શકો વિના રમાશે WPLની આ ત્રણ મેચો, BCCIએ લીધું મોટું પગલું](https://thenewsdk.in/bcci-has-taken-a-big-step-these-three-matches-of-wpl-will-be-played-without-spectators-in-the-cricket-ground/): વૂમન્સ પ્રીમિયર લીગ (WPL) અંગે ચાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને કારણે આ અઠવાડિયે બે WPL મેચ દર્શકો વિના, બંધ દરવાજા પાછળ રમાશે. પોલીસ દ્વારા BCCIને સ્પષ્ટ જાણ કરવામાં આવી છે કે 15 જાન્યુઆરીના રોજ પૂરતી સુરક્ષા ઉપલબ્ધ કરાવી શકાશે નહીં, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 🔹 કઈ મેચો થશે પ્રભાવિત? અહેવાલ મુજબ, 14 જાન્યુઆરી: દિલ્હી કેપિટલ્સ વર્સેસ યુપી વોરિયર્સ 15 જાન્યુઆરી: મુંબઈ ઇન્ડિયન્સ વર્સેસ યુપી વોરિયર્સ આ બંને મેચો પર દર્શકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. જોકે, 16 જાન્યુઆરીએ ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં દર્શકોને મંજૂરી મળશે કે નહીં ... Read more - [Surat Fire Tragedy: માંગરોળના હથોડા ગામે પેપર ગોડાઉનમાં ભીષણ આગ, 3 વર્ષના માસૂમનું કરુણ મોત](https://thenewsdk.in/surat-fire-tragedy-in-mangrols-hathoda-village-fierce-fire-in-paper-godown/): સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે આજે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે. કોસંબા નજીક આવેલા હથોડા ગામમાં પેપરના સામાનથી ભરેલા ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી, જેમાં 3 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં શોક અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, હથોડા ગામે પતરાના શેડમાં આવેલા પેપરના ગોડાઉન પાસે શ્રમજીવી પરિવારના બે નાના બાળકો રમી રહ્યા હતા. રમત-રમતમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગી, અને ગોડાઉનમાં સંગ્રહિત મોટા પ્રમાણમાં પેપર હોવાને કારણે આગે મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગ લાગતા બંને બાળકો જીવ બચાવવા દોડ્યા હતા. જેમાંથી એક ... Read more - [Himachal Fire News: સોલનના અર્કી બજારમાં ભીષણ આગ, 7 વર્ષના બાળકનું મોત, 8-9 લોકો દટાયેલા હોવાની શંકા](https://thenewsdk.in/himachal-fire-news-fierce-fire-in-solans-arki-bazar-7-year-old-child-killed-8-9-people-suspected-to-be-buried/): હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના અર્કી બજારમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવી દીધો છે. આ દુર્ઘટનામાં નેપાળી મૂળના એક પરિવાર પર કહેર તૂટી પડ્યો છે, જેમાં 7 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે 8થી 9 લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આગ રાત્રે લગભગ 2થી 3 વાગ્યાની વચ્ચે લાગી હતી. શંકા છે કે, પરિવાર દ્વારા સળગતો ચૂલો ઘરની અંદર લઈ જવામાં આવ્યો, જેના કારણે ચિંગારીઓ ફેલાઈ અને ઘરમાં રાખેલા 6થી 7 ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો. સિલિન્ડર ફાટતાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આસપાસના મકાનોને ... Read more - [ઉત્તરાયણ 2026 પહેલા ખુશખબર: 14-15 જાન્યુઆરીએ ગુજરાતમાં અનુકૂળ પવન, પતંગબાજો માટે સોનાનો મોકો](https://thenewsdk.in/good-news-ahead-of-uttarayan-2026-14-15-january-favorable-winds-in-gujarat-golden-chance-for-kite-runners/): ગુજરાતના લોકપ્રિય લોકોત્સવ ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને પતંગ રસિકો માટે હવામાન વિભાગ તરફથી રાહતભરી આગાહી સામે આવી છે. રાજ્યમાં 14 અને 15 જાન્યુઆરી દરમિયાન પવનની ગતિ પતંગ ચગાવવા માટે અનુકૂળ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાયણ દરમિયાન પવનની ઝડપ સરેરાશ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની ધારણા છે. 14 જાન્યુઆરીએ પવન ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાશે, જ્યારે 15 જાન્યુઆરીએ પણ સમાન દિશા જળવાશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર ઝોનમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન રહેવાની આગાહી કરવામાં આવી છે, જે પતંગબાજો માટે અત્યંત અનુકૂળ માનવામાં આવે છે. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હવામાન સૂકું રહેવાની શક્યતા ... Read more - [સાબરમતી રિવરફ્રન્ટ પર હવે ચણ નહીં: જાહેર સ્થળે ખોરાક આપનારને ₹100 દંડ, ટાસ્ક ફોર્સ તૈનાત](https://thenewsdk.in/no-more-chickpeas-on-sabarmati-riverfront-%e2%82%b9100-fine-for-those-offering-food-in-public-places/): અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) કડક નિર્ણય લીધો છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તાર તથા તેને જોડતા રસ્તાઓ પર બર્ડ અને એનિમલ ફીડિંગને કારણે વધી રહેલી ગંદકી અને ન્યુસન્સને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે. આ પ્રતિબંધના અમલીકરણ માટે મનપાએ સ્થાનિક પોલીસ અને રિવરફ્રન્ટ અધિકારીઓને સામેલ કરીને 10 સભ્યોની હાઈ-લેવલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટીમ રિવરફ્રન્ટ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરશે અને જાહેર સ્થળે પક્ષી કે પશુઓને ખોરાક આપતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરશે. કોર્પોરેશન દ્વારા ‘હેલ્થ બાયલોઝ-2012’ની જોગવાઈ 50.1(7) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમ મુજબ, જાહેર સ્થળે ... Read more - [Surat SOG Fake Currency Case: હીરા મજૂરીની આડમાં નકલી નોટો વટાવતો રત્નકલાકાર ઝડપાયો](https://thenewsdk.in/surat-sog-fake-currency-case-jeweler-caught-passing-fake-notes-under-the-guise-of-diamond-labor/): સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ નકલી ભારતીય ચલણી નોટોના કાળા કારોબારનો પર્દાફાશ કરતા એક મોટી સફળતા મેળવી છે. પોલીસે હીરા મજૂરીની આડમાં નકલી નોટો વટાવતો એક રત્નકલાકાર ₹5.03 લાખની બનાવટી નોટો સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી પરેશ પુનાભાઈ હડીયા (ઉંમર 27 વર્ષ) મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાનો વતની છે અને છેલ્લા 10 વર્ષથી સુરતમાં સ્થાયી થયો હતો. તે છેલ્લા છ વર્ષથી વરાછાની એક જાણીતી હીરાની કંપનીમાં નોકરી કરતો હતો, જેથી કોઈને તેના પર શંકા ન જાય. વધુ પૈસા કમાવવાની લાલચે તેણે છેલ્લા એક વર્ષથી નકલી નોટોના ગેરકાયદેસર કારોબારમાં પગ મૂક્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી અત્યંત શાતિર ... Read more - [ભાવનગર જિલ્લામાં વધુ એક હત્યા: મહુવા તાલુકાના અકવાડામાં છરીના ઘા મારી યુવાનની હત્યા](https://thenewsdk.in/another-murder-in-bhavnagar-district-a-young-man-was-stabbed-to-death-in-akwada-of-mahuva-taluka/): ભાવનગર જિલ્લામાં વધુ એક હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. મહુવા તાલુકાના અકવાડા વિસ્તારમાં સમાધાનના બહાને બોલાવી એક યુવાન પર છરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર શહેરના ઘોઘારોડ ગૌશાળા પાસે રહેતા નિતેશભાઈ રમેશભાઈ ચુડાસમાના કાકાની દીકરીને અલ્પેશ સોલંકી નામનો વ્યક્તિ સતત ફોન અને મેસેજ કરીને હેરાન કરતો હતો. આ મુદ્દે પરિવારમાં નારાજગી ફેલાઈ હતી. મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે યુવતીના મોટાભાઈ દ્વારા અલ્પેશ સોલંકીને સમાધાન માટે તેમના ઘરે બોલાવવામાં આવ્યો હતો. આ સમાધાન બેઠક માટે નિતેશભાઈ ચુડાસમા તેમના મિત્ર ... Read more - [T20 વર્લ્ડ કપ પહેલા મોટો વિવાદ: બાંગ્લાદેશની મેચો શ્રીલંકામાં ખસેડવાની માંગ પર ICC–BCB વચ્ચે તણાવ](https://thenewsdk.in/big-controversy-ahead-of-t20-world-cup-tension-between-icc-bcb-over-bangladeshs-demand-to-shift-matches-to-sri-lanka/): ટી20 વર્લ્ડ કપ શરૂ થવામાં હવે માત્ર ત્રણ અઠવાડિયા બાકી છે, પરંતુ બાંગ્લાદેશ પોતાની મેચો ક્યાં રમશે તે મુદ્દો ટૂર્નામેન્ટ પહેલાં જ મોટો વિવાદ બની ગયો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સુરક્ષા અને રાજકીય કારણો દર્શાવી ભારતમાંથી પોતાની તમામ મેચો હટાવી શ્રીલંકામાં યોજવાની માંગ કરી છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) છેલ્લી ઘડીએ વેન્યુ બદલવા તૈયાર નથી. આ મુદ્દે ICC અને BCB વચ્ચે ખેંચતાણ સતત વધી રહી છે. BCBએ છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં ICCને અનેક પત્રો લખી વિનંતી કરી છે કે, બાંગ્લાદેશની ગ્રુપ મેચો ભારત બહાર યોજવામાં આવે. જોકે ICCનું માનવું છે કે ટૂર્નામેન્ટ નજીક હોવાથી વેન્યુ બદલવાથી બ્રોડકાસ્ટિંગ, ટિકિટિંગ, સુરક્ષા ... Read more - [MCX બુલિયન માર્કેટમાં ઇતિહાસ રચાયો: ચાંદી અને સોનું બંનેએ તોડ્યા જૂના રેકોર્ડ](https://thenewsdk.in/history-is-made-in-the-mcx-bullion-market-as-both-silver-and-gold-break-old-records/): મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોમવારે બુલિયન માર્કેટમાં રોકાણકારો માટે ખરેખર ‘સોનાનો દિવસ’ સાબિત થયો. સોનું અને ચાંદી બંને કિંમતી ધાતુઓમાં જંગી ખરીદી જોવા મળતા ભાવોએ સર્વકાલીન ઊંચી સપાટી સ્પર્શી છે. વૈશ્વિક અનિશ્ચિતતા, સુરક્ષિત રોકાણ તરફ વધતી ઝોક અને મજબૂત ફંડ ઇન્ફ્લોના કારણે બજારમાં તેજીનો માહોલ સર્જાયો છે. ચાંદી ₹2,65,390 પ્રતિ કિલોગ્રામની ઐતિહાસિક ઊંચાઈએ MCX પર 05 માર્ચ, 2026 વાયદાની ચાંદી અગાઉના સત્રમાં ₹2,52,725 પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી. સોમવારે બજાર ખુલતાં જ ₹10,109નો ગેપ-અપ નોંધાયો અને ભાવ ₹2,62,834 પર ખુલ્યો. સતત ખરીદીના દબાણ વચ્ચે ચાંદી દિવસ દરમિયાન ₹2,65,390 પ્રતિ કિલોગ્રામની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી. રિપોર્ટ લખાતી વેળાએ ચાંદીમાં ... Read more - [યુરોપમાં ભારતના એક્સપોર્ટમાં નોંધપાત્ર વધારો, સ્પેન બન્યું સૌથી ઝડપી વિકસતું બજાર](https://thenewsdk.in/indias-exports-to-europe-increased-significantly-with-spain-becoming-the-fastest-growing-market/): વાણિજ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, યુરોપિયન દેશોમાં ભારતના એક્સપોર્ટમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે, જે ભારતની વૈવિધ્યસભર અને લાંબા ગાળાની એક્સપોર્ટ વ્યૂહરચનાનો સ્પષ્ટ પુરાવો છે. યુરોપિયન યુનિયનના 27 દેશોમાંથી સ્પેન, જર્મની, બેલ્જિયમ અને પોલેન્ડ ભારત માટે મહત્વના વેપારી ભાગીદાર તરીકે ઉભરી આવ્યા છે. સ્પેનમાં 56% ઉછાળો એક્સપોર્ટ વૃદ્ધિની દ્રષ્ટિએ સ્પેન ભારત માટે સૌથી ઝડપી વિકસતું યુરોપિયન બજાર બન્યું છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી નવેમ્બર દરમિયાન સ્પેનમાં ભારતની એક્સપોર્ટમાં 56 ટકાનો વધારો નોંધાયો છે. ગયા વર્ષે આ સમયગાળામાં 3 અબજ ડોલરની એક્સપોર્ટ હવે વધીને 4.7 અબજ ડોલર પર પહોંચી છે. ભારતની કુલ એક્સપોર્ટમાં સ્પેનનો હિસ્સો હવે 2.4 ટકા થયો છે. જર્મની, બેલ્જિયમ ... Read more - [Gen-Z યુવાનોને ફસાવતી ફેક ઇન્ટર્નશિપ સ્કેમ, Cyber Dost I4Cએ આપ્યો એલર્ટ](https://thenewsdk.in/cyber-u200bu200bdost-i4c-alerted-to-fake-internship-scams-targeting-gen-z-youth/): ડિજિટલ યુગમાં કરિયર બનાવવા માટે ઇન્ટર્નશિપ મહત્વપૂર્ણ બની ગઈ છે. પરંતુ હવે આ જ જરૂરિયાતને હથિયાર બનાવી સાયબર સ્કેમર્સ Gen-Z અને યુવા વર્ગને ફેક ઇન્ટર્નશિપના નામે શિકાર બનાવી રહ્યા છે. આ અંગે ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત Indian Cyber Crime Coordination Centre (I4C) સાથે જોડાયેલા Cyber Dost દ્વારા સત્તાવાર ચેતવણી આપવામાં આવી છે. Cyber Dost I4Cએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે, ફેક કંપની, ફેક HR અને ખોટા ઓફર લેટર દ્વારા વિદ્યાર્થીઓને ફસાવવામાં આવી રહ્યા છે. કોલેજ સર્ટિફિકેટ અને કરિયરના દબાણનો ફાયદો ઉઠાવી સ્કેમર્સ ‘Easy Task’ અને ‘Easy Money’ જેવી લાલચ આપે છે. ઇન્ટર્નશિપ સ્કેમ કેવી રીતે કામ કરે છે? સાયબર ... Read more - [Instagram Data Leak: 1.75 કરોડથી વધુ યુઝર્સનો ડેટા લીક, Malwarebytesનો ચોંકાવનારો ખુલાસો](https://thenewsdk.in/instagram-data-leak-1-shocking-revelation-of-malwarebytes-data-leak-of-more-than-75-crore-users/): દુનિયાભરમાં લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram ફરી એકવાર સાયબર સુરક્ષા મુદ્દે ચર્ચામાં આવ્યું છે. જાણીતી સાયબર સિક્યોરિટી કંપની Malwarebytes દ્વારા કરવામાં આવેલા ખુલાસા મુજબ, 1.75 કરોડથી વધુ Instagram યુઝર્સનો ડેટા લીક થયો હોવાની શક્યતા છે, જેના કારણે યુઝર્સમાં ભારે ચિંતા ફેલાઈ છે. Malwarebytesના જણાવ્યા અનુસાર, આ વિશાળ ડેટાસેટ હેકર ફોરમ્સ અને ડાર્ક વેબ પર ખુલ્લેઆમ શેર કરવામાં આવી રહ્યો છે. રૂટિન ડાર્ક વેબ મોનિટરિંગ દરમિયાન આ માહિતી સામે આવી હતી. લીક થયેલા ડેટામાં યુઝરનેમ, સંપૂર્ણ નામ, ઈ-મેલ એડ્રેસ, મોબાઇલ નંબર અને કેટલીક જગ્યાએ ફિઝિકલ એડ્રેસ જેવી સંવેદનશીલ વિગતો સામેલ છે. જોકે, પાસવર્ડ અથવા બેંકિંગ માહિતી હોવાનો કોઈ સ્પષ્ટ પુરાવો મળ્યો ... Read more - [દયાબેનની વાપસી પર અબ્દુલનું મોટું નિવેદન: ‘હવે દિશા વાકાણી પાછી ફરશે કે નહીં એ કહી શકાતું નથી’](https://thenewsdk.in/abduls-big-statement-on-dayabens-return-now-it-is-impossible-to-say-whether-disha-vakani-will-return-or-not/): લોકપ્રિય ટીવી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. શૉની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી એક જ સવાલ ચાહકોના મનમાં સતત ગુંજતો રહ્યો છે, દયાબેન ફરી શૉમાં ક્યારે પાછા ફરશે? હવે આ મુદ્દે શૉમાં અબ્દુલનું પાત્ર ભજવનારા અભિનેતા શરદ સંકલાએ ખુલ્લીને પોતાની વાત રજૂ કરી છે. દયાબેનની વાપસી પર અબ્દુલનું સ્પષ્ટ નિવેદન એક તાજેતરના ઇન્ટરવ્યૂમાં શરદ સંકલાએ દયાબેનની વાપસી અંગે મૌન તોડ્યું છે. તેમણે જણાવ્યું કે, “હવે મને એવું નથી લાગતું કે દિશા વાકાણીનું શૉમાં પાછું આવવું ચોક્કસ છે. જોકે, ટેલિવિઝનની દુનિયામાં કંઈ પણ શક્ય છે. તે પાછા ફરે ... Read more - [ગુજરાત પોલીસ ભરતી 2026: PSI અને લોકરક્ષક દળની શારીરિક કસોટીની તારીખ જાહેર](https://thenewsdk.in/gujarat-police-recruitment-2026-psi-and-lokrakshak-dal-physical-test-date-announced/): ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા PSI અને લોકરક્ષક દળ (LRD) ભરતી પ્રક્રિયાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં વર્ગ-3 સંવર્ગની કુલ 13,591 જગ્યાઓ માટે યોજાનારી શારીરિક કસોટી 21 જાન્યુઆરી 2026થી રાજ્યના વિવિધ મેદાનો પર શરૂ થશે. ભરતી બોર્ડ મુજબ, લાયક ઉમેદવારો 12 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી OJASની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. શારીરિક કસોટી આ ભરતી પ્રક્રિયાનો પ્રથમ અને નિર્ણાયક તબક્કો છે. દોડ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરનાર અને ઊંચાઈ, છાતી તથા વજન જેવા માપદંડોમાં પાસ થનાર ઉમેદવારોને જ લેખિત પરીક્ષા આપવા મંજૂરી મળશે. ઉમેદવારોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખી ભરતી બોર્ડે રાજ્યભરમાં ... Read more - [Amreli Bridge Negligence: આધેડના માથામાં સળિયો આરપાર, અંડરબ્રિજમાં બાઈક ખાબકતા એકનું મોત](https://thenewsdk.in/amreli-bridge-negligence-a-middle-aged-man-died-after-riding-a-bike-in-the-underbridge-with-a-rod-in-his-head/): અમરેલી–લીલીયા રોડ પર ગોકળગાયની ગતિએ ચાલતા બ્રિજ અને અંડરબ્રિજના કામો હવે નિર્દોષ વાહનચાલકો માટે ‘ડેથ ટ્રેપ’ સાબિત થઈ રહ્યા છે. તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે છેલ્લા 24 કલાકમાં બે હૃદયદ્રાવક અકસ્માતો સર્જાયા છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને એક આધેડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. 🚨 સલડી પાસે ભયાનક અકસ્માત, માથામાં સળિયો આરપાર લીલીયાના સલડી ગામ પાસે રામકૃષ્ણ જીનિંગ નજીક નિર્માણાધીન બ્રિજ પાસે કોઈ પણ પ્રકારના બેરીકેડ્સ, ચેતવણી બોર્ડ કે લાઈટિંગ ન હોવાને કારણે મોટો અકસ્માત થયો. બાઈક પર જઈ રહેલા નીતિનભાઈ પરમાર નિર્માણાધીન માળખામાં ખાબક્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બ્રિજનો લોખંડનો સળિયો તેમના માથામાં એક ... Read more - [Heart Attack Warning Signs: શિયાળામાં પગની નસોમાં દેખાતા આ લક્ષણો હાર્ટ એટેકનો મોટો સંકેત હોઈ શકે છે](https://thenewsdk.in/heart-attack-warning-signs/): 0શિયાળાની ગુલાબી ઠંડીમાં હાર્ટ એટેકના કેસોમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે. સામાન્ય રીતે હાર્ટ એટેકને છાતીમાં દુખાવો કે શ્વાસ લેવામાં તકલીફ સાથે જોડવામાં આવે છે, પરંતુ તબીબી નિષ્ણાતો મુજબ પગની નસોમાં દેખાતા ફેરફારો પણ હૃદયના સ્વાસ્થ્ય માટે ગંભીર સંકેત આપી શકે છે. નિષ્ણાતો કહે છે કે જો પગની નસોમાં અવરોધ અથવા બ્લોકેજ હોય, તો તે ભવિષ્યમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ અનેકગણું વધારી શકે છે. આ સ્થિતિને તબીબી ભાષામાં પેરિફેરલ આર્ટરી ડિસીઝ (Peripheral Artery Disease – PAD) કહેવાય છે. 🦵 શું છે પેરિફેરલ આર્ટરી ડિસીઝ (PAD)? PAD એવી સ્થિતિ છે જેમાં પગની ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થવાને કારણે નસો સાંકડી ... Read more - [O Romeo First Poster Out: લોહીથી લથપથ, અનસ્ટેબલ અવતારમાં શાહિદ કપૂર, ચાહકોમાં ભારે ઉત્સાહ](https://thenewsdk.in/o-romeo-first-poster-out-shahid-kapoor-in-unstable-avatar-drenched-in-blood-huge-excitement-among-fans/): બોલીવૂડની સૌથી ચર્ચિત અભિનેતા-નિર્માતા જોડી વિશાલ ભારદ્વાજ અને શાહિદ કપૂર ફરી એકવાર સાથે આવી રહી છે. લાંબી રાહ બાદ શાહિદ કપૂરની આગામી ફિલ્મ **‘ઓ રોમિયો’**નો પહેલો લુક આખરે રિલીઝ થયો છે, જેણે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે. 🎬 પોસ્ટરમાં શાહિદનો ઇન્ટેન્સ અને ડાર્ક અવતાર શુક્રવારે રિલીઝ કરાયેલા ફર્સ્ટ લુક પોસ્ટરમાં શાહિદ કપૂર એક સંપૂર્ણપણે નવા અને ભયાનક અવતારમાં જોવા મળે છે. લોહીથી લથપથ ચહેરો, ઉઝરડા અને ખરોચ સાથે તેની પાગલપન ભરેલી સ્માઇલ તેના પાત્રની માનસિક અસ્થિરતા તરફ ઈશારો કરે છે. ટેટૂવાળા હાથ, ખુલ્લી ગરદનનો ડાર્ક શર્ટ, ભારે પટ્ટો અને સાંકળ તેની આક્રમક બોડી લેંગ્વેજને વધુ ખતરનાક બનાવે છે. લાલ ... Read more - [Womens Premier League 2026 Opening Ceremony: યો યો હનિ સિંહના ધમાકેદાર પરફોર્મન્સથી WPL 2026ની ભવ્ય શરૂઆત](https://thenewsdk.in/womens-premier-league-2026-opening-ceremony-wpl-2026-kicks-off-with-a-bang-performance-by-yo-yo-honey-singh/): વૂમન્સ પ્રીમિયમ લીગ (WPL) 2026ની શુક્રવારે 9 જાન્યુઆરીની સાંજે ધમાકેદાર શરૂઆત થઈ છે. નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં આયોજિત ભવ્ય ઓપનિંગ સેરેમનીએ ક્રિકેટ અને મનોરંજનનો શાનદાર સંગમ રજૂ કર્યો. આ સમારોહમાં યો યો હનિ સિંહે પોતાના સુપરહિટ ગીતોથી માહોલ ગરમાવી દીધો. 🎤 હનિ સિંહના અવાજે ગુંજ્યું સ્ટેડિયમ યો યો હનિ સિંહના પર્ફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેઓ X (Twitter) પર ટ્રેન્ડ કરી રહ્યા છે. JioHotstar પર લાઈવ સ્ટ્રીમ થયેલી આ સેરેમનીને દર્શકોએ ખુબ પસંદ કરી. હનિ સિંહે પોતાના હિટ સોંગ ‘Party All Night’ સાથે WPL 2026ના ઉદ્ઘાટન સમારોહનો ભવ્ય અંત લાવ્યો. આ છેલ્લી પર્ફોર્મન્સ દરમિયાન ... Read more - [વડાપ્રધાન મોદીનો 10 થી 12 જાન્યુઆરી ગુજરાત પ્રવાસ: સોમનાથ ઓમકાર મંત્ર જાપ, વાઇબ્રન્ટ ગુજરાત અને જર્મન ચાન્સેલર સાથે બેઠક](https://thenewsdk.in/prime-minister-modis-january-10-to-12-gujarat-tour-somnath-omkar-mantra-chanting-vibrant-gujarat-and-meeting-with-german-chancellor/): વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર તેમના ગૃહ રાજ્ય ગુજરાતના ત્રણ દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ પ્રવાસ દરમિયાન તેઓ ધાર્મિક, વિકાસાત્મક અને આંતરરાષ્ટ્રીય મહત્વના અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. રાજ્યભરમાં આ પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. 🛕 10 જાન્યુઆરી: સોમનાથમાં આધ્યાત્મિક સંદેશ પ્રવાસના પ્રથમ દિવસે વડાપ્રધાન મોદી પવિત્ર સોમનાથ તીર્થ પહોંચશે. અહીં તેઓ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠક બાદ સાંજે મંદિર પરિસરમાં આયોજિત ‘ઓમકાર મંત્ર જાપ’ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત સોમનાથ મંદિર પરિસરમાં યોજાનારો ભવ્ય ડ્રોન શો પણ તેઓ નિહાળશે, ... Read more - [‘કિસ કિસકો પ્યાર કરું 2’ ની થિયેટર રિલીઝ છેલ્લી ક્ષણે અટકી, ફેન્સને મોટો ઝટકો](https://thenewsdk.in/the-theatrical-release-of-kis-kisko-pyaar-karun-2-was-stopped-at-the-last-moment-a-big-shock-to-the-fans/): કોમેડી કિંગ કપિલ શર્માના ચાહકો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. તેમની ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું 2’ ની થિયેટર રિલીઝ ફરી એકવાર છેલ્લી ક્ષણે અટકાવી દેવામાં આવી છે. ફિલ્મ 9 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે તે તારીખે રિલીઝ નહીં થાય. મેકર્સના જણાવ્યા અનુસાર, ફિલ્મને થિયેટરોમાં પૂરતી સ્ક્રીન્સ અને યોગ્ય શો ટાઈમિંગ મળતા નહોતા. અગાઉ ફિલ્મ રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ ની રિલીઝ પછી આવી હતી, જેમાં મોટા ભાગની સ્ક્રીન્સ તે ફિલ્મને ફાળવાઈ ગઈ હતી. આ કારણે ‘કિસ કિસકો પ્યાર કરું 2’ દર્શકો સુધી યોગ્ય રીતે પહોંચી શકી નહોતી. મેકર્સે ફિલ્મને ફરીથી થિયેટરમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ ... Read more - [પંચમહાલમાં ભયાનક અકસ્માત: ગોધરા નજીક બે ટ્રકો અથડાયા, આગમાં ફસાઈ એક વ્યક્તિનું કરુણ મોત](https://thenewsdk.in/horrific-accident-in-panchmahal-two-trucks-collide-near-godhra-one-person-caught-in-fire-tragically-dies/): પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં શુક્રવારની વહેલી સવારે એક હૃદયવિદારી માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગોધરાના ડોક્ટરના મુવાડા ગામ નજીક આવેલા માર્ગ પર બે ભારે વાહનો વચ્ચે જોરદાર અથડામણ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. 🚛 કેવી રીતે થયો અકસ્માત? પ્રાથમિક માહિતી અનુસાર, એક ટ્રક રોંગ સાઈડથી અતિઝડપે આવી રહી હતી, જ્યારે સામે તરફથી બીજી ટ્રક યોગ્ય માર્ગ પર આવી રહી હતી. ખોટી દિશામાં આવતી ટ્રકે સામેથી આવતી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. અથડામણ એટલી ભયંકર હતી કે બંને ટ્રકોના આગળના ભાગો સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયા. 🔥 અકસ્માત બાદ ભડકી આગ, એકનું જીવંત દહન ટક્કર બાદ થોડા જ પળોમાં એક ... Read more - [Vodafone Ideaને મોટી રાહત: AGR લેણાં માટે 2041 સુધી ચુકવણી યોજના જાહેર, શેરમાં ઉછાળો](https://thenewsdk.in/vodafone-idea-floats-public-share-payment-plan-till-2041-for-big-relief-agr-dues/): ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાએ (Vi) તેના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) લેણાં ચૂકવવા માટે વિગતવાર સમયપત્રક જાહેર કર્યું છે, જેનાથી કંપનીને લાંબા ગાળાની નાણાકીય રાહત મળશે. આ યોજના હેઠળ AGR જવાબદારીઓનો એક ભાગ છ વર્ષના ગાળામાં દર વર્ષે મહત્તમ ₹124 કરોડ ચૂકવવામાં આવશે. 💼 AGR બાકી રકમ કેવી રીતે ચૂકવાશે? સ્ટોક એક્સચેન્જમાં કરવામાં આવેલી ફાઇલિંગ મુજબ, નાણાકીય વર્ષ 2006-07થી 2018-19 સુધીની AGR બાકી રકમ, જેમાં મુદ્દલ, વ્યાજ, દંડ અને દંડ પરનું વ્યાજ સામેલ છે, તેને 31 ડિસેમ્બર 2025 સુધી સ્થિર (freeze) કરવામાં આવશે. ચુકવણી સમયરેખા મુજબ: માર્ચ 2026 થી માર્ચ 2031: છ વર્ષ માટે દર વર્ષે ₹124 કરોડ સુધી માર્ચ 2032 ... Read more - [દરરોજ ઉર્જાવાન રહેવા માંગો છો? આ સુપરફૂડ્સ તમારા આહારમાં ઉમેરતા જ દેખાશે ફરક](https://thenewsdk.in/want-to-stay-energized-every-day-adding-these-superfoods-to-your-diet-will-make-a-difference/): જો તમારો આહાર પૌષ્ટિક અને સંતુલિત હોય, તો ફિટ અને સ્વસ્થ રહેવું બહુ સરળ બની જાય છે. શરીરમાં સતત ઉર્જા જાળવવા, મજબૂતી વધારવા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી બચવા માટે બિનઆરોગ્યપ્રદ ખોરાક અને મીઠાં પીણાંથી દૂર રહેવું અત્યંત જરૂરી છે. 🍌 ઉર્જા વધારનારા ફળો શરીરના ઉર્જા સ્તરને વધારવા માટે કેળું એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં રહેલા કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન તરત ઉર્જા આપે છે. બેરીઝ એન્ટીઑક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, જે થાક ઘટાડવામાં મદદ કરે છે. તે ઉપરાંત વિટામિન Cથી સમૃદ્ધ નારંગી શરીરને તાજગી અને ઉર્જા પ્રદાન કરે છે. 🥗 આ સુપરફૂડ્સ છે અત્યંત ફાયદાકારક શક્કરિયા: લાંબા સમય સુધી ઉર્જા આપે અને પાચન ... Read more - [સવારના નાસ્તામાં બ્રેડ અને પ્રોસેસ્ડ મીટ બની શકે છે કેન્સરનું કારણ, 1.70 લાખ લોકો પરના અભ્યાસમાં મોટો ખુલાસો](https://thenewsdk.in/breakfast-bread-and-processed-meats-may-cause-cancer-study-of-1-7-million-people-reveals/): આજની આધુનિક જીવનશૈલીમાં સવારના નાસ્તામાં બ્રેડ, જામ અને પ્રોસેસ્ડ મીટનો સમાવેશ સામાન્ય બની ગયો છે, પરંતુ હવે આ આદત સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો બની રહી છે. પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ The BMJમાં પ્રકાશિત અને CNN દ્વારા રિપોર્ટ કરાયેલા બે ફ્રેન્ચ સંશોધનોમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આવા ખોરાકમાં વપરાતા કેટલાક પ્રિઝર્વેટિવ્સ કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે વધારે છે. 🔬 1.70 લાખ લોકો પર વિશ્વનું પ્રથમ અભ્યાસ આ સંશોધનમાં 1.70 લાખથી વધુ લોકોના આહાર અને આરોગ્યનો લાંબા ગાળાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંશોધનનું નેતૃત્વ કરનાર વૈજ્ઞાનિક ડૉ. મેથિલ્ડે ટુવીઅરના જણાવ્યા અનુસાર, આ પહેલો એવો અભ્યાસ છે જેમાં ચોક્કસ પ્રિઝર્વેટિવ્સને સીધા કેન્સર સાથે જોડવામાં ... Read more - [ભારત–ન્યૂઝીલેન્ડ સીરિઝ પહેલા મોટો ઝટકો: તિલક વર્મા પહેલા 3 T20માંથી બહાર, વર્લ્ડ કપ પહેલા ઈજાની ચિંતા](https://thenewsdk.in/big-shock-before-india-new-zealand-series-tilak-verma-out-of-3-t20s-ahead-of-world-cup-injury-concerns/): ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શરૂ થનારી સીરિઝ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. મિડલ ઓર્ડરના મહત્વપૂર્ણ બેટ્સમેન તિલક વર્મા ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચોની T20 સીરિઝમાંથી પ્રથમ ત્રણ મેચ માટે બહાર થઈ ગયો છે. તિલક વર્માને ગુરુવારે સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેની હાલત સ્થિર છે. તે હૈદરાબાદ પરત ફરશે, જ્યાં ઘાવ સંપૂર્ણ ભરાયા બાદ શારીરિક પ્રશિક્ષણ અને ધીમે-ધીમે કૌશલ અભ્યાસ શરૂ કરશે. છેલ્લી બે T20 મેચમાં તેની ઉપલબ્ધતા આ બાબત પર નિર્ભર રહેશે કે તે રિહેબિલિટેશન દરમિયાન કેટલી ઝડપથી પ્રગતિ કરે છે. 🩺 શું થયું હતું તિલક વર્માને? 23 વર્ષના લેફ્ટ-હેન્ડ બેટ્સમેન તિલક વર્મા વિજય હાજરે ટ્રોફી ... Read more - [રાજકોટ જિલ્લાના ઉપલેટા–ધોરાજી પંથકમાં 12 કલાકમાં 5 વખત ભૂકંપના આંચકા, 3.8 તીવ્રતાએ લોકોમાં ભય ફેલાવ્યો](https://thenewsdk.in/5-times-in-12-hours-in-upleta-dhoraji-sub-division-of-rajkot-district-3-8-magnitude-earthquake-strikes-fear-among-people/): રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા બાર કલાક દરમિયાન ભૂકંપના વારંવાર આંચકાઓ નોંધાયા, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. રાતથી સવાર સુધીમાં ચારથી પાંચ વખત ધરા ધ્રૂજતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. શુક્રવારે વહેલી સવારે લગભગ 3.8 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, જેનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી અંદાજે 28 કિલોમીટર દૂર હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. આ આંચકો એટલો સ્પષ્ટ હતો કે ઉપલેટા, ધોરાજી ઉપરાંત જેતપુર, જેતલસર, પેઢલા, સરધારપુર અને નાની-મોટી પરબડી સહિતના વિસ્તારોમાં પણ લોકો જમીન કંપતી અનુભવી હતી. આ પહેલાં ગુરુવારે રાત્રે પણ ઉપલેટા વિસ્તારમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ત્યારબાદ શુક્રવારે સવારે 6:19 અને 6:58 વાગ્યે ... Read more - [માત્ર ૨૬ વર્ષની ઉંમરે ૨૨ બાળકોની માતા! જાણો આ અનોખા પરિવારની સત્ય ઘટના](https://thenewsdk.in/mother-of-22-children-at-only-26-years-old-know-the-true-story-of-this-unique-family/): શું તમે ક્યારેય કલ્પના કરી છે કે ૨૬ વર્ષની ઉંમરે કોઈ મહિલા ૨૨ બાળકોની માતા બની શકે? આ વાત માનવી મુશ્કેલ છે, પણ જ્યોર્જિયામાં રહેતી ક્રિસ્ટીના ઓઝતુર્ક માટે આ હકીકત છે! કેવી રીતે શક્ય બન્યું આ? ક્રિસ્ટીના રશિયાની વતની છે અને તેમના પતિ ગાલિપ ઓઝતુર્ક તુર્કીના કરોડપતિ બિઝનેસમેન છે. ક્રિસ્ટીનાએ પોતે કુદરતી રીતે એક બાળકને જન્મ આપ્યો છે, પરંતુ બાકીના ૨૧ બાળકો સરોગસી (Surrogacy) એટલે કે ‘ભાડાની કૂખ’ દ્વારા જન્મ્યા છે. આ ટેકનોલોજીની મદદથી તેમણે ખૂબ જ ઓછા સમયમાં આટલો મોટો પરિવાર બનાવ્યો છે. બાળકો પાછળનો ખર્ચ અને લક્ઝરી લાઈફ આ દંપતી બાળકોના ઉછેર માટે પાણીની જેમ પૈસા વાપરે છે: ... Read more - [GPSC Exam Calendar 2026: ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી ક્લાસ-1 અને ક્લાસ-2ની 18 પરીક્ષાઓ, ઉમેદવારો માટે મોટી જાહેરાત](https://thenewsdk.in/gpsc-exam-calendar-2026-big-announcement-for-class-1-and-class-2-18-exam-candidates-from-february-to-april/): ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026માં યોજાનારી વિવિધ ભરતી પરીક્ષાઓની તારીખો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. લાંબા સમયથી પરીક્ષા સમયપત્રકની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ જાહેરાતથી સ્પષ્ટતા આવી છે. GPSC દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, ક્લાસ-1 અને ક્લાસ-2ના કુલ 18 જેટલા વિવિધ સંવર્ગોની પ્રાથમિક પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન યોજાશે. આ પરીક્ષાઓમાં વહીવટી, ટેકનિકલ, શિક્ષણ તેમજ વિશેષ સેવાઓનો સમાવેશ થાય છે. વહીવટી સેવાઓ અંતર્ગત રહસ્ય સચિવ (ક્લાસ-2) અને મદદનીશ વહીવટી અધિકારી (ક્લાસ-2) જેવી મહત્વપૂર્ણ પોસ્ટ માટે પરીક્ષાઓ યોજાશે, જેને લઈને ઉમેદવારોમાં ... Read more - [KGF બાદ યશનો ‘ટોક્સિક’ અવતાર: સ્વેગ, હિંસા અને બેચેનીથી ભરેલો ટીઝર, કહાની છતાં રહસ્યમય](https://thenewsdk.in/after-kgf-yashs-toxic-avatar-swags-violence-and-suspenseful-teaser-story-but-mysterious/): KGF બાદ રોકિંગ સ્ટાર યશ ફરી એકવાર મોટા પડદા પર ધમાકો કરવા તૈયાર છે. તેમની આગામી ફિલ્મ ‘ટોક્સિક’ નું ટીઝર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ચર્ચાનો તોફાન મચી ગયો છે. આ ટીઝર કોઈ સ્પષ્ટ વાર્તા કહેતું નથી, પરંતુ તેની અંદર એક અજીબ પ્રકારની બેચેની અને કૌતૂહલ ઊભું કરે છે. યશનો બર્થડે ગિફ્ટ: ‘ટોક્સિક’ ટીઝર યશે પોતાના બર્થડેના અવસરે ‘ટોક્સિક’ નો ફર્સ્ટ લુક ટીઝર રિલીઝ કર્યો છે. KGF પછી યશની આ ફિલ્મને લઈને ફેન્સ પહેલેથી જ ઉત્સાહિત હતા, પરંતુ ટીઝર જોયા બાદ તેમની ઉત્સુકતા સાથે કન્ફ્યૂઝન પણ અનેક ગણું વધી ગયું છે. ‘ટોક્સિક’ શબ્દની જીવતી વ્યાખ્યા બન્યા યશ યશે ટીઝર ... Read more - [T20 World Cup 2026 પહેલા ટીમ ઇન્ડિયાને મોટો આઘાત: એશિયા કપ હીરો તિલક વર્મા ગંભીર ઈજાને કારણે બહાર, શ્રેયસ અય્યરની વાપસી શક્ય](https://thenewsdk.in/big-shock-to-team-india-before-t20-world-cup-2026-asia-cup-hero-tilak-verma-out-due-to-serious-injury-shreyas-iyer-possible-return/): ટી20 વર્લ્ડ કપ 2026 શરૂ થવામાં માત્ર એક મહિનો બાકી છે ત્યારે ટીમ ઇન્ડિયાને મોટો ફટકો લાગ્યો છે. મિડલ ઓર્ડરના આક્રમક બેટ્સમેન અને એશિયા કપ 2025 ફાઇનલના હીરો તિલક વર્મા ગંભીર ઈજાના કારણે આગામી 3થી 4 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે. શું થયું હતું તિલક વર્માને? 23 વર્ષીય ડાબા હાથના બેટ્સમેન તિલક વર્મા વિજય હજારે ટ્રોફીમાં હૈદરાબાદ તરફથી રાજકોટમાં મેચ રમી રહ્યા હતા. મેચ દરમિયાન તેમને અચાનક ભારે દુખાવો થતા તાત્કાલિક ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તપાસ દરમિયાન તેમને ટેસ્ટિક્યુલર ટોર્શન હોવાની પુષ્ટિ થઈ, જે એક ગંભીર તબીબી સ્થિતિ છે. ડોક્ટરોએ વિલંબ વગર સર્જરી કરવાની સલાહ આપી હતી. ... Read more - [તાપી જિલ્લાના કુકરમુંડામાં બાઈક ચાલક સાથેની બોલાચાલી પથ્થરમારામાં ફેરવાઈ, 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત](https://thenewsdk.in/8-people-seriously-injured-in-kukarmunda-of-tapi-district-fight-with-bike-driver-turned-into-stone-pelting/): તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં મોડી રાત્રે સામાન્ય બાઈક ચાલક સાથે થયેલી બોલાચાલી જોતજોતામાં ઉગ્ર હિંસામાં ફેરવાઈ ગઈ હતી. ખટીક ફળિયા વિસ્તારમાં બે પક્ષો વચ્ચે આડેધડ પથ્થરમારો થતાં સમગ્ર પંથકમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં કુલ 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રસ્તા પરથી પસાર થતા બાઈક ચાલક સાથે સ્થાનિક યુવકોની નજીવી તકરાર થઈ હતી, પરંતુ થોડી જ વારમાં બંને પક્ષના ટોળા લાકડીઓ અને પથ્થરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પથ્થરમારાના કારણે વિસ્તાર રણમેદાન સમાન બની ગયો હતો. હિંસક ટોળાએ જાહેર અને ખાનગી મિલકતોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. પાર્ક કરેલી ... Read more - [મોરૈયા ગામમાં બે ખાનગી કંપનીઓમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટા](https://thenewsdk.in/fierce-fire-in-two-private-companies-in-moraiya-village-plumes-of-smoke-in-the-sky/): અમદાવાદ શહેરની નજીક આવેલા મોરૈયા ગામના ઔદ્યોગિક વિસ્તારમાં આજે વહેલી સવારે અચાનક બે ખાનગી કંપનીઓમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં ઊંચા ધુમાડાના ગોટા છવાઈ ગયા, જે દૂરથી પણ સ્પષ્ટ નજરે પડતા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 🔹 બે કંપનીઓમાં અચાનક આગ પ્રાપ્ત માહિતી મુજબ, મોરૈયા ગામમાં આવેલી ‘પિનાગ્સ’ અને ‘શ્રી હરિ પેપર’ નામની ખાનગી કંપનીઓમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. કંપનીઓમાં કાગળ અને અન્ય જ્વલનશીલ સામગ્રીનો મોટો જથ્થો સંગ્રહિત હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ અને થોડી જ વારમાં ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું. આગ ... Read more - [Doraemon Banned: 35 વર્ષ બાદ આ દેશમાં બંધ થયો બાળકોનો ફેવરિટ કાર્ટૂન ‘ડોરેમોન’](https://thenewsdk.in/doraemon-banned-35/): ‘ડોરેમોન’ જોઈને અનેક લોકોએ પોતાનું બાળપણ જીવ્યું છે અને આજના બાળકો માટે પણ આ વાદળી રોબોટ બિલાડી ખાસ સ્થાન ધરાવે છે. પરંતુ હવે બાળકો માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિશ્વપ્રસિદ્ધ જાપાની કાર્ટૂન ‘ડોરેમોન’ ઈન્ડોનેશિયામાં ટીવી પરથી બંધ કરવામાં આવ્યું છે. લગભગ 35 વર્ષથી સતત પ્રસારિત થતી આ સીરિઝ હવે ઈન્ડોનેશિયાની લોકપ્રિય ટીવી ચેનલ RCTI (રાજાવલી સિત્રા ટેલિવિઝન ઈન્ડોનેશિયા) ની લાઇન-અપમાંથી હટાવી દેવામાં આવી છે. 2025ના અંતમાં આ શો અચાનક પ્રોગ્રામિંગ શેડ્યૂલમાંથી ગાયબ થઈ ગયો હતો, જેને હવે સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે. 🔹 ચાહકોને લાગ્યો આઘાત RCTI દ્વારા શો બંધ કરવાની પુષ્ટિ થયા બાદ 4 જાન્યુઆરી 2026થી સોશિયલ ... Read more - [Appleના પ્રથમ ફોલ્ડેબલ આઇફોનની ડિઝાઇન લીક, iPad જેવી મોટી સ્ક્રીન મળશે](https://thenewsdk.in/the-design-of-apples-first-foldable-iphone-will-get-a-larger-screen-like-an-ipad/): વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટેક કંપની Apple તેના આગામી પ્રોડક્ટ્સને લઇને હંમેશા ભારે ગુપ્તતા જાળવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી Appleના સુરક્ષા કવચમાં ગાબડાં પડતા નજરે પડી રહ્યા છે. હવે વર્ષોથી ચર્ચામાં રહેલો ફોલ્ડેબલ આઇફોન સંબંધિત વિગતવાર માહિતી લીક થતાં ટેક જગતમાં ખળભળાટ મચી ગયો છે. 🔹 જાણીતા લીકરે ડિઝાઇનનો કર્યો ખુલાસો જાણીતા ટેક યુટ્યુબર અને લીકર જોન પ્રોસરના જણાવ્યા મુજબ, Appleનો પહેલો ફોલ્ડેબલ iPhone Book-Style ડિઝાઇન સાથે આવી શકે છે. ફોન બંધ હોય ત્યારે તે સામાન્ય આઇફોન જેવો દેખાશે, જ્યારે ખોલતાં જ તે iPad જેવી મોટી સ્ક્રીનમાં બદલાઈ જશે. આ ડિઝાઇન મલ્ટીટાસ્કિંગ અને મલ્ટીમીડિયા માટે ખાસ ઉપયોગી બનશે. 🔹 સ્ક્રીન ... Read more - [TRAIનો મોટો એક્શન: સ્પામ કોલ્સ ન રોકવા બદલ Jio, Airtel અને VI પર ₹150 કરોડનો દંડ](https://thenewsdk.in/trais-big-action-%e2%82%b9150-crore-fine-on-jio-airtel-and-vi-for-not-stopping-spam-calls/): દેશમાં સતત વધતા સ્પામ કોલ્સ અને સંદેશાઓ પર નિયંત્રણ ન રાખવા બદલ **ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)**એ મોટા પગલાં લીધાં છે. TRAIએ Jio, Airtel અને Vodafone Idea (VI) સહિતના ટેલિકોમ ઓપરેટરો પર કુલ ₹150 કરોડનો દંડ ફટકાર્યો છે. TRAI અનુસાર, આ દંડ ઓપરેટરોના નેટવર્ક પરથી સ્પામ કોલ્સ થવા બદલ નહીં, પરંતુ 2020થી 2023 દરમિયાન સ્પામર્સ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવા બદલ લાદવામાં આવ્યો છે. અનેક કિસ્સાઓમાં ગ્રાહકો દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદોને યોગ્ય રીતે તપાસ્યા વગર ફગાવી દેવામાં આવી હતી. 🔹 શા માટે લાદવામાં આવ્યો દંડ? નિયમનકારના જણાવ્યા મુજબ, ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સે સ્પામર્સ સામે સમયસર એક્શન લીધું ન ... Read more - [બાંગ્લાદેશ ભારતમાંથી 1.80 લાખ ટન ડીઝલ ખરીદશે, ₹14.62 અબજ ટકાનો કરાર](https://thenewsdk.in/bangladesh-will-buy-1-8-million-tonnes-of-diesel-from-india-in-a-deal-worth-%e2%82%b914-62-billion/): ભારતમાંથી ચોખાની ખરીદી બાદ હવે બાંગ્લાદેશે ડીઝલ આયાત માટે પણ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. બાંગ્લાદેશની તાત્કાલિક સરકારે ભારતની નુમાલિગઢ રિફાઇનરી લિમિટેડ (NRL) સાથે કરાર કરીને 1,80,000 ટન ડીઝલ આયાત કરવાનો નિર્ણય લીધો છે. આ સોદાની કુલ કિંમત અંદાજે 14.62 અબજ ટકા નક્કી કરવામાં આવી છે, જોકે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ અનુસાર તેમાં ફેરફાર શક્ય છે. 🔹 જાન્યુઆરીથી ડિસેમ્બર 2026 સુધી ડીઝલ આયાત મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી તાત્કાલિક સરકારે નિર્ણય લીધો છે કે બાંગ્લાદેશ જાન્યુઆરીથી ડિસેમ્બર 2026 દરમિયાન ભારતમાંથી આ ડીઝલ આયાત કરશે. આ માટે ઓઇલ ઇન્ડિયા લિમિટેડની સહાયક કંપની NRL સાથે સત્તાવાર કરાર કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશન આ આયાતનો એક ... Read more - [જનગણના 2027: સ્વ-ગણતરીનો વિકલ્પ ઉમેરાયો, એપ અને પોર્ટલથી નાગરિકો જાતે ભરશે માહિતી](https://thenewsdk.in/census-2027-self-enumeration-option-added-citizens-will-fill-the-information-themselves-through-the-app-and-portal/): India Digital Census 2027: કેન્દ્રિય ગૃહ મંત્રાલયે જનગણના 2027ના પ્રથમ તબક્કાની સત્તાવાર સમયસીમા જાહેર કરી છે. આ તબક્કામાં ઘરો અને આવાસોની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા સામેલ છે, જે 1 એપ્રિલ 2026થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં નિર્ધારિત 30 દિવસના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે. આ જનગણનામાં સ્વ-ગણતરી (Self Enumeration) નો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ઘરે-ઘરે સર્વે શરૂ થવાના 15 દિવસ પહેલાં નાગરિકો મોબાઇલ એપ અથવા ઑનલાઇન પોર્ટલ દ્વારા પોતે જ પોતાની વિગતો દાખલ કરી શકશે. કોરોના મહામારીના કારણે સ્થગિત થયેલી 2021ની જનગણના બાદ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જનગણના બે તબક્કામાં યોજાશે. પહેલો ... Read more - [સેલ્ફી લો અને તમારી હેલ્થ જાણો! CES 2026માં આવી કમાલની ટેક્નોલોજી, જાણો શું છે AI સ્માર્ટ મિરર?](https://thenewsdk.in/take-a-selfie-and-know-your-health-know-this-amazing-technology-in-ces-2026-what-is-ai-smart-mirror/): CES 2026 દરમિયાન એક સ્માર્ટ ગ્લાસ રજૂ કરવામાં આવ્યો છે, જે માત્ર 30 સેકન્ડમાં સામે ઊભેલા વ્યક્તિની હેલ્થ વિશે માહિતી આપી દે છે. આ સ્માર્ટ મિરરનું નામ Longevity Mirror છે. આ માટે કંપની પોતાની પેટન્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, જે ફક્ત ચહેરો જોઈને બ્લડ ફ્લો સહિતની માહિતી આપી શકે છે. કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શો 2026 ઘરમાં લાગેલો અરીસો અચાનક તમારી હેલ્થ વિશે જણાવવા લાગે તો કેવું લાગશે? સાયન્સ ફિક્શન જેવી આ કહાણી હવે સત્ય બની ગઈ છે. કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શો 2026 દરમિયાન ડિજિટલ હેલ્થ ટેક કંપની ન્યૂરાલોજિક્સએ પોતાની નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. ન્યૂરાલોજિક્સે CES 2026 દરમિયાન એવો મિરર રજૂ કર્યો ... Read more - [શું બિગ બોસ સ્ક્રિપ્ટેડ છે? સલમાન ખાન પર લાગતા આરોપો પર શોના પ્રોડ્યુસર દીપક ધરની ખુલાસાભરી પ્રતિક્રિયા](https://thenewsdk.in/is-bigg-boss-scripted-show-producer-deepak-dhars-revealing-reaction-to-allegations-on-salman-khan/): ટેલિવિઝનનો લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ વર્ષોથી ચર્ચામાં રહ્યો છે. શો પર વારંવાર બાયસ્ડ અને સ્ક્રિપ્ટેડ હોવાના આરોપો લાગતા આવ્યા છે. ખાસ કરીને સલમાન ખાન પોતાના ફેવરિટ કન્ટેસ્ટન્ટને ફાયદો પહોંચાડે છે એવી ચર્ચા સોશિયલ મીડિયા પર સતત ચાલતી રહે છે. હવે આ તમામ આરોપો પર શોના પ્રોડ્યુસર દીપક ધરએ ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન દીપક ધરએ જણાવ્યું કે, બિગ બોસ સંપૂર્ણપણે સ્ક્રિપ્ટેડ નથી અને સલમાન ખાન જેવા વ્યક્તિત્વને સ્ક્રિપ્ટમાં બાંધી શકાતાં નથી. તેમણે કહ્યું કે સલમાન ખાન શોનો જીવ છે અને તેઓ ‘બિગ બ્રધર’ની ભૂમિકા ભજવે છે. લોકો શું કહે છે તે પોતાની જગ્યાએ છે, પરંતુ મેકર્સ તરીકે ... Read more - [પાકિસ્તાનના સમીર મિન્હાસે રચ્યો ઈતિહાસ: યુવા વનડેમાં 42 બોલમાં સદી ફટકારી વૈભવ સૂર્યવંશીનો વિશ્વ રેકોર્ડ તોડ્યો](https://thenewsdk.in/pakistans-sameer-minhas-creates-history-breaks-vaibhav-suryavanshis-world-record-with-42-ball-century-in-youth-odis/): યુવા પાકિસ્તાની બેટ્સમેન સમીર મિન્હાસે અંડર-19 ક્રિકેટમાં ઈતિહાસ રચીને નવો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઝિમ્બાબ્વેની રાજધાની હરારેમાં રમાયેલી U-19 ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં તેમણે યુવા વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારી, ભારતના વૈભવ સૂર્યવંશીનો રેકોર્ડ તોડ્યો. સોમવારે (6 જાન્યુઆરી) ઓલ્ડ હરારિયન્સ ક્લબ ખાતે રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાન U-19 એ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કર્યું. ઉમર ઝૈબે શાનદાર પ્રદર્શન કરતા માત્ર 20 રનમાં 4 વિકેટ ઝડપી લીધી. એક સમયે ઝિમ્બાબ્વેનો સ્કોર 5 વિકેટે 15 રન હતો, પરંતુ માઈકલ બ્લિગ્નોટની 60 રનની ઇનિંગ અને તાતેન્ડા ચિમુગોરોની અણનમ 28 રનની મદદથી ટીમ 44.4 ઓવરમાં 158 રન સુધી પહોંચી. લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાન ... Read more - [પાલનપુરમાં હાઈ એલર્ટ: ધમકીભર્યો ઈમેલ મળતાં જિલ્લા કલેક્ટર કચેરી સહિત તમામ સરકારી કચેરીઓ ખાલી કરાઈ](https://thenewsdk.in/in-palanpur-all-government-offices-including-the-district-collectors-office-were-evacuated-after-receiving-a-high-alert-threatening-email/): પાલનપુરમાં ધમકીભર્યો ઈમેલ મળતાં જ સમગ્ર સરકારી તંત્રમાં અફરાતફરી મચી ગઈ હતી. જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર સહિતની તમામ મહત્વની સરકારી કચેરીઓને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સ્ટાફ તેમજ અરજદારોને સુરક્ષાના ભાગરૂપે બહાર મોકલવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો કલેક્ટર કચેરી તથા આસપાસના વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર પરિસરની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ પ્રવેશ માર્ગો પર કડક નજર રાખવામાં આવી છે. આ સાથે જિલ્લા પંચાયત પરિસરમાં હાજર તમામ વિદ્યાર્થીઓને પણ સાવચેતીના પગલા રૂપે તાત્કાલિક ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. ... Read more - [Vadodara Doctor Negligence Death: સર્જરીમાં પેટમાં કોટન રહી જતાં 16 વર્ષની વિદ્યાર્થિનીનું મોત](https://thenewsdk.in/vadodara-doctor-negligence-death-16-year-old-student-died-after-cotton-was-left-in-her-stomach-during-surgery/): વડોદરામાં ડોક્ટરની ગંભીર બેદરકારીનો એક હૃદયદ્રાવક કેસ સામે આવ્યો છે, જેમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 16 વર્ષની વિદ્યાર્થિનીનું મોત થયું છે. પરિવારજનોનો આક્ષેપ છે કે પેટની સર્જરી દરમિયાન અંદર કોટન રહી જતા ગંભીર ઇન્ફેક્શન ફેલાયું, જેના કારણે અંતે યુવતીનું મૃત્યુ થયું. શું છે સમગ્ર ઘટના? મકરપુરા જીઆઈડીસી રોડ સ્થિત મહેશ્વરીનગર સોસાયટીમાં રહેતા હિતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલાની દીકરી સંજના છેલ્લા થોડા સમયથી પેટના દુખાવાથી પીડાતી હતી. દિવાળીના થોડા દિવસો પહેલાં તેને વાઘોડિયા રોડ પર ગુરુકુળ ચાર રસ્તા નજીક આવેલી હર્ષલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં ડોક્ટરે પેટમાં ગાંઠ હોવાનું કહી સર્જરી કરવાની સલાહ આપી હતી. સર્જરી દરમિયાન બેદરકારી ડોક્ટર વિજયસિંહ રાજપૂતે ... Read more - [IPL વિવાદથી વર્લ્ડકપ સુધી અસર: ICCએ બાંગ્લાદેશની મેચ બહાર રમવાની માગણી ફગાવી](https://thenewsdk.in/ipl-controversy-impacts-world-cup-icc-rejects-bangladeshs-demand-to-play-the-match-outside/): ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સાથે જોડાયેલા એક નિર્ણયથી શરૂ થયેલો વિવાદ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રાજકારણ સુધી પહોંચ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા બાંગ્લાદેશના સ્ટાર ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા બાદ આ મુદ્દાએ મોટો વિવાદ ઊભો કર્યો હતો. આ ઘટનાના પગલે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ટી-20 વર્લ્ડકપ માટે ભારત આવીને રમવાનો ઇનકાર કરવાની વાત કરી હતી. ICCનું કડક વલણ સૂત્રોના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બાંગ્લાદેશની માંગને સખત શબ્દોમાં ફગાવી દીધી છે. ICCએ સ્પષ્ટ કરી દીધું છે કે ટી-20 વર્લ્ડકપની મેચો ભારત બહાર ખસેડવામાં નહીં આવે અને બાંગ્લાદેશને ભારત આવીને રમવું જ પડશે. જો ... Read more - [Onion Vs Rosemary: વાળના વિકાસ માટે ડુંગળીનો રસ કે રોઝમેરી ઓઇલ – કયું વધારે અસરકારક?](https://thenewsdk.in/onion-vs-rosemary-onion-juice-or-rosemary-oil-for-hair-growth-which-is-more-effective/): આજના સમયમાં વધતું પ્રદૂષણ, તણાવ અને અયોગ્ય આહારના કારણે વાળ ખરવાની સમસ્યા દરેક ઉંમરના લોકોમાં જોવા મળી રહી છે. આવા સમયે લોકો કુદરતી ઉપચાર તરફ વળી રહ્યા છે, જેમાં ડુંગળીનો રસ અને રોઝમેરી ઓઇલ બે લોકપ્રિય વિકલ્પ તરીકે સામે આવ્યા છે. પરંતુ વાળના વિકાસ માટે કયું વધારે અસરકારક છે? 🌿 વાળ માટે રોઝમેરી ઓઇલના ફાયદા રોઝમેરી એક ઔષધીય વનસ્પતિ છે, જેને વાળ માટે ખૂબ લાભદાયક માનવામાં આવે છે. સંશોધન મુજબ રોઝમેરી ઓઇલ ખોપરી ઉપરની ચામડીમાં રક્ત પરિભ્રમણ વધારવામાં મદદ કરે છે, જેના કારણે વાળના મૂળને વધુ પોષણ મળે છે. નિયમિત ઉપયોગથી વાળ ખરવાનું ધીમું પડે છે, ખોડો ઘટે છે અને ... Read more - [Silver Price Today MCX: રોકાણકારોની ખરીદીથી ચાંદી ₹2.59 લાખ પાર, Gold Priceમાં નરમાઈ](https://thenewsdk.in/silver-price-today-mcx-gold-price-softened-across-%e2%82%b92-59-lakhs-due-to-buying-by-investors/): મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે બુલિયન માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. રોકાણકારોની સક્રિય ખરીદીના કારણે ચાંદીના ભાવમાં મજબૂત તેજી નોંધાઈ છે, જ્યારે સોનામાં ઊંચા સ્તરે નફાવસૂલી થવાથી હળવો ઘટાડો જોવા મળ્યો છે. MCX પર 06 માર્ચ 2026 વાયદાની ચાંદી અગાઉના સત્રમાં ₹2,58,811 પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી. આજે ચાંદી ₹2,57,599 પર ખુલ્યા બાદ મજબૂત ખરીદીના ટેકે તેજી સાથે આગળ વધી. રિપોર્ટ લખાતી વેળાએ ચાંદી ₹546ના વધારા સાથે ₹2,59,357 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. સત્ર દરમિયાન ચાંદીએ ₹2,59,692ની ઊંચી સપાટી પણ સ્પર્શી હતી. બીજી તરફ, 06 ફેબ્રુઆરી 2026 વાયદાનું સોનું નરમાઈ સાથે ટ્રેડ થયું. અગાઉના સત્રમાં ... Read more - [એક ખોટી ક્લિક અને લાખો ઉડી ગયા! SBIની ભૂલથી કેરળ યુનિવર્સિટીને ભારે નુકસાન](https://thenewsdk.in/one-wrong-click-and-lakhs-gone-sbis-mistake-cost-kerala-university-huge/): કેરળમાંથી એક ચોંકાવનારી નાણાકીય ઘટના સામે આવી છે, જે દર્શાવે છે કે બેંકિંગ કામગીરીમાં એક સામાન્ય માનવીય ભૂલ પણ કેવી રીતે નોંધપાત્ર નાણાકીય નુકસાન પહોંચાડી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના કર્મચારીએ ચુકવણી દરમિયાન ખોટી ‘કરેન્સી સિંબલ’ પસંદ કરવાથી કેરળ યુનિવર્સિટીને ₹16.5 લાખનું મોટું નુકસાન થયું છે. આ ઘટના તિરુવનંતપુરમના ટેક્નોપાર્કમાં SBI (SBI) ની તેજસ્વિની શાખામાં બની હતી. શું છે આખો મામલો? અહેવાલ મુજબ, કેરળ યુનિવર્સિટીના સેન્ટર ફોર લેટિન અમેરિકન સ્ટડીઝ દ્વારા બ્રાઝિલ સ્થિત પત્રકાર અને ગેસ્ટ લેક્ચરર મિલાન સિમ માર્ટિનિકને 2023માં યુનિવર્સિટી માટે આપેલા ચાર ઓનલાઈન લેક્ચર્સ માટે ₹20,000 ચૂકવવાના હતા. ટ્રાન્સફર પ્રક્રિયા દરમિયાન, બેંક ક્લાર્કે ભૂલથી ... Read more - [Hair Fall Diet Tips: જો વાળ ઝડપથી ખરી રહ્યા છે તો આજે જ બંધ કરો આ ખોરાક](https://thenewsdk.in/hair-fall-diet-tips-if-hair-is-falling-fast-then-stop-this-diet-today/): આજકાલ વાળ ખરવાની સમસ્યા માત્ર ઉંમર કે જિનેટિક કારણોથી જ નહીં, પરંતુ ખરાબ ખોરાકની આદતોને કારણે પણ વધી રહી છે. પ્રદૂષણ અને સ્ટ્રેસ સાથે-साथ આપણે જે કંઈ ખાઈએ છીએ તેની સીધી અસર આપણા વાળની તંદુરસ્તી પર પડે છે. ઘણા લોકો મોંઘા શેમ્પૂ અને હેર ટ્રીટમેન્ટ પાછળ પૈસા ખર્ચે છે, પરંતુ પોતાની ડાયટ પર ધ્યાન આપતા નથી. જો તમે પણ હેર ફોલથી પરેશાન છો, તો શક્ય છે કે તેની પાછળનું સાચું કારણ તમારા રસોડામાં જ છુપાયેલું હોય. 🚫 ખાંડ વધારે ખાંડ ખાવાથી શરીરમાં ઇન્સુલિન લેવલ વધી જાય છે, જેના કારણે એન્ડ્રોજન હોર્મોન સક્રિય થાય છે. આ હોર્મોન વાળના ફોલિકલ્સને સંકુચિત કરે ... Read more - [નહીં રિલીઝ થાય થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ 'જન નાયકન' ! CBFCએ સર્ટિફિકેટ આપવાનો કર્યો ઇનકાર](https://thenewsdk.in/thalapathy-vijays-last-film-jan-nayakan-wont-be-released-cbfc-refuses-to-give-certificate/): Thalapathy Vijay Jan Nayagan Update: સાઉથ ઇન્ડિયન સિનેમાના સુપરસ્ટાર થલાપતિ વિજયની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘જન નાયકન’ રિલીઝ પહેલા જ વિવાદમાં ફસાઈ ગઈ છે. 9 જાન્યુઆરીએ રિલીઝ થવાની તૈયારીમાં રહેલી આ ફિલ્મને હજુ સુધી સેન્સર સર્ટિફિકેટ (CBFC) મળ્યું નથી, જેના કારણે તેની રિલીઝ પર અસ્થાયી રોક લાગી છે. ફિલ્મ માટે અધિકારીઓ તરફથી થતી મોડાશને લઈને થલાપતિ વિજય અને ફિલ્મના નિર્માતાઓએ હવે મદ્રાસ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ‘જન નાયકન’ને 19 ડિસેમ્બર, 2025ના રોજ સર્ટિફિકેશન માટે સબમિટ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. ₹400 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન જાણીતા ફિલ્મમેકર એચ. વિનોદ દ્વારા કરવામાં આવ્યું છે. ... Read more - [Shreyas Iyer Comeback: ઈજાથી સાજા થયા બાદ શ્રેયસ ઐયરની ધમાકેદાર વાપસી, વિજય હજારે ટ્રોફીમાં 53 બોલમાં 82 રન](https://thenewsdk.in/shreyas-iyer-comeback-shreyas-iyers-comeback-after-recovering-from-injury-82-runs-off-53-balls-in-vijay-hazare-trophy/): Shreyas Iyer Comeback: ભારતના ODI વાઈસ-કેપ્ટન શ્રેયસ ઐયરે ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ક્રિકેટ મેદાન પર જોરદાર વાપસી કરી છે. મંગળવાર, 6 જાન્યુઆરીએ રમાયેલી 2025-26 વિજય હજારે ટ્રોફીની મેચમાં તેણે મુંબઈ માટે શાનદાર ઇનિંગ રમી. જયપુરમાં હિમાચલ પ્રદેશ સામેની મેચમાં શ્રેયસ ઐયરે માત્ર 53 બોલમાં 82 રન ફટકારી પોતાની ફોર્મ અને ફિટનેસનો દમદાર સંદેશ આપ્યો. તેની આ ઇનિંગમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ રહ્યા. શ્રેયસ પાસે સદીની તક હતી, પરંતુ સ્પિનર કુશલ પાલનાની બોલિંગ પર કેચ થઈ ગયો. મુંબઈની શરૂઆત નબળી રહી હતી. યશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાન વહેલા આઉટ થતા સ્કોર 8 ઓવરમાં 55/2 હતો. ત્યારબાદ શ્રેયસ ઐયરે ... Read more - [બેંગલોરમાં અનોખી શોધ: કેમેરા અને AIથી સજ્જ હેલમેટ બન્યું ટ્રાફિક પોલીસ ડિવાઇસ](https://thenewsdk.in/a-helmet-equipped-with-a-unique-detection-camera-and-ai-has-become-a-traffic-police-device-in-bangalore/): ભારતમાં એક વ્યક્તિએ એવી અનોખી ટેક્નોલોજી વિકસાવી છે, જે હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. આ વ્યક્તિએ પોતાના હેલમેટને કેમેરા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી સજ્જ બનાવી તેને ટ્રાફિક પોલીસના ડિવાઇસમાં ફેરવી દીધું છે. ખાસ વાત એ છે કે આ હેલમેટ ટ્રાફિક નિયમો તોડનારા વાહનચાલકોનું માત્ર વીડિયો રેકોર્ડિંગ જ નથી કરતું, પરંતુ તેમનો રિપોર્ટ પણ સીધો ટ્રાફિક પોલીસ સુધી મોકલે છે. આ હેલમેટ બેંગલોરમાં તૈયાર કરવામાં આવ્યું છે. રસ્તા પર જો કોઈ બાઈક કે કાર ચાલક બેદરકારીથી ડ્રાઇવિંગ કરે છે અથવા ટ્રાફિક નિયમો તોડે છે, તો હેલમેટમાં લાગેલો કેમેરા તેનો વીડિયો કૅપ્ચર કરે છે. સાથે જ તેમાં લાગેલી સંપૂર્ણ સિસ્ટમ ... Read more - [મોંઘવારીથી રાહતના સંકેત: SBI રિસર્ચ મુજબ જૂન 2026 સુધી પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાની શક્યતા](https://thenewsdk.in/a-sign-of-relief-from-inflation-according-to-sbi-research/): મોંઘવારીથી પીડાતી સામાન્ય જનતા માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. SBI રિસર્ચના તાજેતરના વિશ્લેષણ અનુસાર, વર્ષ 2026 દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ક્રૂડ ઓઈલની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે. અહેવાલમાં અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે જૂન 2026 સુધીમાં ક્રૂડ ઓઈલનો ભાવ લગભગ 50 ડોલર પ્રતિ બેરલ સુધી ઘટી શકે છે. જો આ અંદાજ સાચો સાબિત થાય, તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટા ઘટાડાની શક્યતા છે. હાલ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બ્રન્ટ ક્રૂડમાં તાજેતરમાં 1.01 ડોલરનો વધારો નોંધાઈ 61.76 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે અમેરિકન WTI ... Read more - [શિયાળામાં ગર્ભાવસ્થા દરમિયાન આ ખોરાક છે અત્યંત ફાયદાકારક, રોગપ્રતિકારક શક્તિ રહેશે મજબૂત](https://thenewsdk.in/this-food-is-very-beneficial-during-pregnancy-in-winter-the-immune-system-will-be-strong/): શિયાળાની ઋતુમાં સગર્ભા સ્ત્રીઓએ વિશેષ કાળજી લેવી અત્યંત જરૂરી બની જાય છે. આ સમયગાળામાં શરદી, ચેપ અને થાક માતા તથા ગર્ભસ્થ બાળક બંનેને અસર કરી શકે છે. તેથી, પોષક તત્વોથી ભરપૂર અને સંતુલિત આહાર ગર્ભાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, શિયાળામાં શરીરને વધુ ઊર્જા અને ગરમીની જરૂર હોય છે. યોગ્ય આહાર માત્ર માતાના સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે એટલું જ નહીં, પરંતુ બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં પણ મદદરૂપ થાય છે. આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર ખોરાક રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ગાયનેકોલોજિસ્ટ સલાહ આપે છે કે સગર્ભા સ્ત્રીઓએ પાલક, મેથી અને સરસવ જેવા લીલા શાકભાજીનો ... Read more - [શિખર ધવનના બીજા લગ્ન: દિલ્હી-NCRમાં ભવ્ય લગ્નોત્સવ, ક્રિકેટ અને બોલિવૂડના સિતારાઓ રહેશે હાજર](https://thenewsdk.in/shikhar-dhawans-second-wedding-will-be-attended-by-cricket-and-bollywood-stars-in-a-grand-wedding-celebration-in-delhi-ncr/): ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ઓપનર શિખર ધવન જીવનની નવી ઇનિંગ શરૂ કરવા માટે તૈયાર છે. ‘ગબ્બર’ તરીકે ઓળખાતા ધવન પોતાની ગર્લફ્રેન્ડ અને આયર્લેન્ડની સુંદર મોડલ સોફી શાઇન સાથે લગ્નગ્રંથિએ જોડાવા જઈ રહ્યા છે. લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહેલું આ કપલ હવે પોતાના સંબંધને સત્તાવાર રૂપ આપવા તૈયાર છે. પ્રાપ્ત માહિતી મુજબ, શિખર ધવન અને સોફી શાઇનના લગ્ન ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં દિલ્હી-NCR વિસ્તારમાં યોજાવાની સંભાવના છે. આ લગ્નોત્સવ ભવ્ય અને ખાનગી રાખવામાં આવશે, જેમાં ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓ, પૂર્વ સહખેલાડીઓ અને બોલિવૂડની કેટલીક જાણીતી હસ્તીઓ હાજર રહેશે. સૂત્રો અનુસાર, ધવન પોતે લગ્નની તૈયારીઓમાં સક્રિય રીતે જોડાયેલા છે. શિખર ધવન ... Read more - [Banaskantha News: સાંતલપુરના મામલતદાર ડી.ડી. પંડ્યાનો આપઘાત પ્રયાસ, સુસાઈડ નોટમાં ભાણેજ સહિત 6 સામે ગંભીર આક્ષેપ](https://thenewsdk.in/banaskantha-news-santalpur-mamlatdar-dd-pandyas-suicide-attempt-suicide-note-makes-serious-allegations-against-6-including-bhanaj/): બનાસકાંઠા જિલ્લાના સાંતલપુર તાલુકામાં ફરજ બજાવતા મામલતદાર ડી.ડી. પંડ્યાના આપઘાત પ્રયાસથી સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. રવિવારે મોડી રાત્રે પોતાના વતન વજગેઢ (તા. થરાદ) ખાતે તેમણે ઝેરી દવા ગટગટાવી આત્યંતિક પગલું ભર્યું હતું. હાલ તેમને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આપઘાત પહેલા મામલતદારે એક હૃદયદ્રાવક વીડિયો અને વિગતવાર સુસાઈડ નોટ તૈયાર કરી હતી. તેમાં તેમણે પોતાના સગા ભાણેજ કિશન બેચરભાઈ પંડ્યા સહિત કુલ છ લોકોની ગેંગ પર છેલ્લા ચાર વર્ષથી માનસિક ત્રાસ, ખોટી અરજીઓ અને ખંડણીના ગંભીર આક્ષેપો કર્યા છે. મામલતદારના જણાવ્યા મુજબ, તેમની સામે 8થી 10 ખોટી ... Read more - [બાંગ્લાદેશમાં ફરી હિંદુ પર હુમલો: નરસિંગદીમાં કરિયાણાની દુકાનદાર મોની ચક્રવર્તીની નિર્દય હત્યા, 24 કલાકમાં બીજી ઘટના](https://thenewsdk.in/another-attack-on-hindu-in-bangladesh-brutally-killing-moni-chakraborty-a-grocery-shopkeeper-in-narsingdi-second-incident-in-24-hours/): બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય સામે ચાલી રહેલી હિંસા થંભવાનું નામ લેતી નથી. તાજી ઘટનામાં નરસિંગદી જિલ્લામાં કરિયાણાની દુકાન ચલાવતા હિંદુ વેપારી મોની ચક્રવર્તી પર ધારદાર હથિયારો વડે હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં હિંદુ વ્યક્તિની હત્યાની આ બીજી ઘટના છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. અહેવાલો અનુસાર, સોમવાર રાત્રે લગભગ 10 વાગ્યે અજાણ્યા હુમલાખોરોએ મોની ચક્રવર્તી પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. આ પહેલા 3 જાન્યુઆરીએ ખોકન ચંદ્ર દાસને નિર્દયતાથી કાપીને અને આગ લગાવીને મારી નાખવામાં આવ્યા હતા. તે ઉપરાંત 24 ડિસેમ્બરે ... Read more - [આંધ્રપ્રદેશમાં તેલના કૂવામાંથી ગેસ લીકેજ, રહેવાસીઓ ઘર છોડીને ભાગ્યા, સમગ્ર વિસ્તાર હાઇ એલર્ટ પર](https://thenewsdk.in/gas-leakage-from-an-oil-well-in-andhra-pradesh-sent-residents-fleeing-their-homes-with-the-entire-area-on-high-alert/): આંધ્રપ્રદેશના કોનાસીમા જિલ્લામાં સ્થિત ઓએનજીસી (ONGC)ના તેલ કૂવામાંથી મોટા પાયે ગેસ લીકેજ થતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ઉત્પાદન થોડા સમય માટે બંધ કર્યા બાદ કૂવામાં સમારકામ માટે વર્કઓવર રિગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે અચાનક આ ગંભીર ઘટના બની. સમારકામ દરમિયાન કૂવામાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેના કારણે કાચા તેલ સાથે મિશ્રિત ગેસનો મોટો જથ્થો હવામાં ફેલાઈ ગયો. આ તેલ કૂવો કોનાસીમાના રાઝોલ મંડલના ઇરુસુમંડા ગામ નજીક આવેલો છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, લીક થયેલા ગેસમાં તરત જ આગ લાગી હતી. આગ અને ગેસના કારણે સુમંડા સહિત આસપાસના વિસ્તારોમાં ઘન ધુમાડું ફેલાઈ ગયું, જેના કારણે લોકોમાં અફરાતફરી ... Read more - [Dry Fruits For Fatty Liver: અખરોટ, બદામ અને પિસ્તાથી ઘટે લિવરની ચરબી, જાણો સાચી રીત](https://thenewsdk.in/dry-fruits-for-fatty-liver-know-the-right-way-to-reduce-liver-fat-with-walnuts-almonds-and-pistachios/): Dry Fruits For Fatty Liver: ડ્રાય ફ્રૂટ્સમાં હેલ્ધી ફેટ, ફાઈબર, એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. નિયમિત અને યોગ્ય માત્રામાં ડ્રાય ફ્રૂટ્સનું સેવન લિવરને સ્વસ્થ રાખવામાં, સોજો ઘટાડવામાં અને લિવરમાં જમા થયેલી વધારાની ચરબી ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. 🩺 નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ શું છે? આજની અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, ખોટી ખાવાની આદતો, મેદસ્વિતા અને તણાવના કારણે નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ (NAFLD) ઝડપથી વધી રહી છે. આ સ્થિતિમાં લિવરમાં વધુ ચરબી જમા થાય છે. શરૂઆતમાં લક્ષણો દેખાતા નથી, પરંતુ સમય જતાં લિવર ડેમેજ, ડાયાબિટીસ અને હૃદયરોગનો જોખમ વધી શકે છે. 🥗 યોગ્ય આહાર અને લાઈફસ્ટાઈલ છે મુખ્ય ઉપાય ફેટી ... Read more - [સની દેઓલ, વરુણ ધવન અને દિલજીત દોસાંઝે કેટલી ફી લીધી? જાણો સંપૂર્ણ ડિટેલ](https://thenewsdk.in/how-much-sunny-deol-varun-dhawan-and-diljit-dosanj-charged-know-full-details/): Border 2 Actor’s Fees: 2026ની સૌથી મોટી દેશભક્તિ ફિલ્મોમાંની એક **‘બોર્ડર 2’**ને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સની દેઓલ અભિનીત આ ફિલ્મ 23 જાન્યુઆરીએ, પ્રજાસત્તાક દિવસ પહેલા, સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ પહેલાં જ તેનું આઇકોનિક ગીત ‘સંદેસે આતે હૈં’ રિલીઝ થઈ ચૂક્યું છે, જેનાથી ચાહકો ફરી એકવાર ‘બોર્ડર’ની યાદોમાં ખોવાઈ ગયા છે. ફિલ્મમાં સની દેઓલ સાથે વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી જેવા સ્ટાર્સ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ સાથે જ ફિલ્મની સ્ટાર કાસ્ટની ફી અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ⭐ સની દેઓલ રિપોર્ટ્સ મુજબ, અનુરાગ સિંહના દિગ્દર્શન હેઠળ બની રહેલી ‘બોર્ડર 2’ ... Read more - [Anil Kapoor Nayak 2 Sequel Confirmed: 25 વર્ષ બાદ ‘નાયક’નો સિક્વલ બનશે, અનિલ કપૂર એક્ટર સાથે પ્રોડ્યુસર પણ](https://thenewsdk.in/anil-kapoor-nayak-2-sequel-confirmed-after-25-years-the-sequel-of-nayak-will-be-made-anil-kapoor-is-an-actor-and-also-a-producer/): Anil Kapoor Nayak 2 Sequel Confirmed: બોલિવૂડના ‘એવરગ્રીન’ એક્ટર અનિલ કપૂરની સૌથી યાદગાર ફિલ્મોમાંથી એક ‘નાયક’ હવે ફરી મોટા પડદા પર પરત આવવાની તૈયારીમાં છે. વર્ષ 2001માં રિલીઝ થયેલી આ આઇકોનિક ફિલ્મનું સિક્વલ ‘નાયક 2’ બનવાનું કન્ફર્મ થઈ ગયું છે. આ મોટી માહિતી પ્રોડ્યુસર દીપક મુકુટે આપી છે. તેમણે જણાવ્યું છે કે ‘નાયક 2’ અનિલ કપૂર સાથે મળીને બનાવવામાં આવશે, જેમાં અનિલ કપૂર એક્ટિંગ કરવાની સાથે સાથે ફિલ્મને પ્રોડ્યુસ પણ કરશે. ‘નાયક’ ફિલ્મનું નિર્દેશન તમિલ ફિલ્મમેકર શંકરે કર્યું હતું. આ ફિલ્મ 1999માં આવેલી સુપરહિટ તમિલ ફિલ્મ ‘મુધલવન’નું ઓફિશિયલ હિન્દી રીમેક હતી. ફિલ્મમાં અનિલ કપૂર સાથે રાણી મુખર્જી, પરેશ રાવલ, અમરીશ ... Read more - [મોહમ્મદ શમીને ચૂંટણી પંચની નોટિસ, SIR અંગે સુનાવણી માટે સમન્સ પાઠવવામાં આવ્યું](https://thenewsdk.in/mohammad-shami-summoned-for-hearing-regarding-election-commission-notice-sir/): Mohammed Shami Summoned For SIR Hearing: ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી એક નવા વિવાદમાં ફસાયા છે. ચૂંટણી પંચે તેમને અને તેમના ભાઈ મોહમ્મદ કૈફને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ (SIR) પ્રક્રિયા અંતર્ગત સુનાવણી માટે સમન્સ પાઠવ્યું છે. આ પ્રક્રિયા 16 ડિસેમ્બરથી શરૂ થઈ હતી. સોમવારે દક્ષિણ કોલકાતાના જાદવપુર વિસ્તારમાં આવેલી કાર્તજુ નગર સ્કૂલને નોટિસ પાઠવવામાં આવી હતી, જેમાં શમીને સહાયક ચૂંટણી નોંધણી અધિકારી (AERO) સમક્ષ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, નોટિસમાં દર્શાવેલી તારીખે મોહમ્મદ શમી હાજર રહ્યા નહોતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, શમી હાલમાં રાજકોટમાં છે, જ્યાં તે વિજય હજારે ટ્રોફીમાં બંગાળ ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. ચૂંટણી પંચને જાણ કરવામાં ... Read more - [મુસ્તફિઝુર રહેમાનને KKRમાંથી કાઢતા બાંગ્લાદેશ સરકાર નારાજ, IPL પર પ્રતિબંધનો મોટો નિર્ણય](https://thenewsdk.in/big-decision-to-ban-ipl-angered-bangladesh-govt-by-dropping-mustafizur-rahman-from-kkr/): Bangladesh Bans IPL Broadcast: રમતગમત અને રાજકારણ વચ્ચેની રેખા ફરી એકવાર ધૂંધળી બની ગઈ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતા તણાવની અસર હવે ક્રિકેટ પર સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. બાંગ્લાદેશ સરકારે પોતાના દેશમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના પ્રસારણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનો મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ દ્વારા બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય હોવાનું માનવામાં આવી રહ્યું છે. બાંગ્લાદેશ સરકારના જણાવ્યા મુજબ, આ પગલું તેમના ખેલાડી સામે પક્ષપાતપૂર્ણ છે અને રાષ્ટ્રીય અપમાન સમાન છે. સરકારી આદેશ અનુસાર, આગામી સૂચના સુધી બાંગ્લાદેશમાં IPL ની લાઈવ મેચો, હાઈલાઈટ્સ ... Read more - [Rajasthan Jalore Accident: જાલોરમાં લક્ઝરી બસ ખાઈમાં પલટી, દંપતીનું મોત, 20થી વધુ મુસાફરો ઘાયલ](https://thenewsdk.in/rajasthan-jalore-accident-luxury-bus-overturns-in-ditch-in-jalore-couple-killed/): Rajasthan Jalore Accident: ગુજરાતની સરહદે આવેલા રાજસ્થાનના જાલોર જિલ્લામાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સાંચોરથી જયપુર જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ અચાનક બેકાબૂ બની રસ્તાની બાજુ આવેલી ઊંડી ખાઈમાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે લગભગ 20 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. આ દુર્ઘટના જાલોર જિલ્લાના આહોર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા અગવરી ગામ નજીક નેશનલ હાઈવે 325 પર બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, રસ્તા પર અચાનક આવી ગયેલા એક પશુને બચાવવાના પ્રયાસમાં ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ... Read more - [Asaram In Surat Ashram: 13 વર્ષ બાદ સુરત પહોંચ્યો આસારામ, અનુયાયીઓએ ઢોલ-નગારાથી કર્યું ભવ્ય સ્વાગત](https://thenewsdk.in/asaram-in-surat-ashram-reached-surat-after-13-years-asaram-followers-gave-a-grand-welcome-from-dhol-nagara/): Asaram In Surat Ashram: દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અને તાજેતરમાં તબીબી કારણોસર શરતી જામીન પર છૂટેલા આસારામ લાંબા સમય બાદ સુરત પહોંચ્યા છે. વર્ષ 2013માં ધરપકડ થયા બાદ આશરે 13 વર્ષ પછી સુરતના જહાંગીરપુરા આશ્રમમાં તેમનું આગમન થતાં તેના અનુયાયીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ભાવનગરથી રો-રો ફેરી મારફતે સુરત પહોંચેલા આસારામ માટે આશ્રમમાં ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી હતી. આશ્રમના ગેટ પર પહોંચતાં જ ભક્તોએ ઢોલ-નગારા, પુષ્પવર્ષા અને આરતી સાથે સ્વાગત કર્યું હતું. નવા વર્ષની શરૂઆતમાં દિવાળી જેવો માહોલ 1 જાન્યુઆરી, 2026ના રોજ, વર્ષના પ્રથમ દિવસે જ જહાંગીરપુરા આશ્રમમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો. આશ્રમ પરિસરને લાઈટિંગથી ... Read more - [Gujarat Titans Injury Update: સાઈ સુદર્શનને પાંસળીમાં ફ્રેક્ચર, IPL 2026 પહેલા GT માટે રાહતભર્યા સમાચાર](https://thenewsdk.in/gujarat-titans-injury-update-sai-sudarshan-fractured-ribs-good-news-for-gt-before-ipl-2026/): IPL 2026ની તૈયારીઓ વચ્ચે ગુજરાત ટાઇટન્સ (GT)ના ચાહકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમના યુવા અને ફોર્મમાં રહેલા ઓપનર બેટ્સમેન સાઈ સુદર્શનને વિજય હજારે ટ્રોફી દરમિયાન પાંસળીમાં ઈજા થઈ છે, જેના કારણે તે ટુર્નામેન્ટની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. ડાઇવ લગાવતી વખતે થઈ ઈજા તમિલનાડુ તરફથી રમતા સાઈ સુદર્શનને 26 ડિસેમ્બરે મધ્યપ્રદેશ સામે 51 રનની ઇનિંગ દરમિયાન ઈજા થઈ હતી. રનઆઉટથી બચવા માટે ડાઇવ લગાવતી વખતે તેને દુખાવો થયો. ત્યારબાદ તે કર્ણાટક (29 ડિસેમ્બર) અને ઝારખંડ (31 ડિસેમ્બર) સામેની મેચોમાં રમ્યો ન હતો. જમણી સાતમી પાંસળીમાં ફ્રેક્ચર 24 વર્ષીય સુદર્શનને અગાઉ નેટ પ્રેક્ટિસ દરમિયાન બોલ વાગવાથી હળવો દુખાવો ... Read more - [Oh My God 3 Update: અક્ષય કુમાર સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરશે રાની મુખર્જી? ફેન્સમાં વધ્યો ઉત્સાહ](https://thenewsdk.in/oh-my-god-3-update-rani-mukherjee-will-share-the-screen-with-akshay-kumar-for-the-first-time-fans-are-excited/): Oh My God 3 Latest Update: અક્ષય કુમારની લોકપ્રિય ફિલ્મ ફ્રેન્ચાઇઝી **‘ઓહ માય ગોડ’**ના ત્રીજા ભાગને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ફિલ્મ અંગે પહેલાથી જ દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, અને હવે એક મોટા કાસ્ટિંગ અપડેટે આ ઉત્સાહને વધુ વધાર્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, રાની મુખર્જી ‘ઓહ માય ગોડ 3’માં અક્ષય કુમારની સામે મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે. જો આ સમાચારની સત્તાવાર પુષ્ટિ થાય છે, તો તે બંને કલાકારોની પહેલી ઓન-સ્ક્રીન જોડી હશે, જેને લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખાસ હાઇપ સર્જાઈ છે. મે 2026થી શરૂ થશે શૂટિંગ એક અહેવાલ મુજબ, ‘ઓહ માય ગોડ 3’ હાલ પ્રી-પ્રોડક્શન તબક્કામાં છે ... Read more - [Vegetables to Lower Cholesterol: શિયાળામાં આ 3 શાકભાજી કુદરતી રીતે ઘટાડે LDL, હાર્ટ રહેશે હેલ્ધી](https://thenewsdk.in/vegetables-to-lower-cholesterol-in-winter-these-3-vegetables-naturally-reduce-ldl-heart-will-be-healthy/): Vegetables to Lower Cholesterol: શિયાળાની ઋતુમાં લાઇફસ્ટાઇલ અને ખાવાપીવાની આદતો બદલાતા LDL એટલે કે બેડ કોલેસ્ટ્રોલ ઝડપથી વધી જાય છે, જે હાર્ટ એટેક, બ્લોકેજ અને હાર્ટ ફેલિયરનું જોખમ વધારે છે. ઠંડીમાં ઓછું પાણી પીવું, શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો અને વધુ ઘી-માખણયુક્ત ખોરાક લેવાની આદત તેનું મુખ્ય કારણ છે. યોગ્ય ડાયટથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ શક્ય સારા સમાચાર એ છે કે યોગ્ય અને ઋતુગત ડાયટ અપનાવીને કોલેસ્ટ્રોલને કુદરતી રીતે કંટ્રોલ કરી શકાય છે. ખાસ કરીને શિયાળામાં મળતા કેટલાક સુપરફૂડ શાકભાજી LDL ઘટાડવામાં અને HDL એટલે કે ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ખાઓ આ 3 સુપરફૂડ 🥬 મેથીના પાન મેથીના પાનમાં ... Read more - [Cigarettes Price Hike 2026: 1 ફેબ્રુઆરીથી સિગારેટ મોંઘી, કેન્દ્ર સરકારે લાદી સૌથી વધુ એક્સાઇઝ ડ્યુટી](https://thenewsdk.in/cigarettes-price-hike-2026-from-february-1-cigarettes-expensive-central-government-imposes-highest-excise-duty/): Cigarettes Price Hike 2026: સિગારેટ પીતા લોકો માટે મોંઘવારીનો વધુ એક ઝટકો આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે તમાકુ અને તમાકુ ઉત્પાદનો પર નવી એક્સાઇઝ ડ્યુટી લાગુ કરવાની જાહેરાત કરી છે, જે 1 ફેબ્રુઆરી, 2026થી અમલમાં આવશે. આ નિર્ણય બાદ સિગારેટના ભાવમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. GST બાદ સૌથી વધુ ટેક્સ 2017માં GST લાગુ થયા પછી સિગારેટ પરનો આ સૌથી મોટો કર વધારો ગણાઈ રહ્યો છે. હાલ 40% GST ઉપરાંત હવે એક્સાઇઝ ડ્યુટી પણ લાગશે, જે સિગારેટની લંબાઈ અને ફિલ્ટર હોવા-નહોવા પર આધારિત રહેશે. સિગારેટ જેટલી લાંબી, તેટલો વધુ ટેક્સ લાગશે. નવા એક્સાઇઝ દરો નવી વ્યવસ્થા મુજબ પ્રતિ 1000 સિગારેટ ... Read more - [Grok AI Controversy: X પર Grok AIથી મહિલાઓના અશ્લીલ ફોટા બનાવવાનો ટ્રેન્ડ, રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ વ્યક્ત કરી ગંભીર ચિંતા](https://thenewsdk.in/grok-ai-controversy-x-rajya-sabha-mp-priyanka-chaturvedi-expressed-serious-concern-over-the-trend-of-making-obscene-photos-of-women-with-grok-ai/): Grok AI Controversy: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ્યાં એક તરફ વિકાસ અને સુવિધાઓ લાવી રહ્યું છે, ત્યાં બીજી તરફ તેનો ખતરનાક દુરુપયોગ પણ સામે આવી રહ્યો છે. એલોન મસ્કના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર Grok AIને લઈને એક ગંભીર વિવાદ ઉભો થયો છે. તાજેતરમાં X પર એવો ટ્રેન્ડ જોવા મળ્યો છે જેમાં કેટલાક લોકો Grok AIનો ઉપયોગ કરીને મહિલાઓના વાંધાજનક અને અશ્લીલ નકલી ફોટોઝ બનાવી રહ્યા છે. આ માત્ર નૈતિક રીતે ખોટું નથી, પરંતુ મહિલાઓની પ્રાઈવસી અને ગૌરવ પર સીધો હુમલો છે. રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીની ચિંતા આ મામલે રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી ... Read more - [CNG Price Cut 2026: નવા વર્ષની શરૂઆતમાં CNG સસ્તું, અમદાવાદમાં પ્રતિ કિલો રૂ. 1.21નો ઘટાડો](https://thenewsdk.in/cng-price-cut-2026-at-the-start-of-new-year-cng-cheap-in-ahmedabad-reduced-by-rs-1-21-per-kg/): વર્ષ 2026ની શરૂઆત સાથે જ CNG વાહનચાલકો માટે ખુશખબર સામે આવી છે. અદાણી ગેસ કંપનીએ CNGના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે લાખો વાહનચાલકોને ઈંધણ ખર્ચમાં રાહત મળશે. લાંબા સમયથી વધી રહેલા ઇંધણના ભાવ વચ્ચે આ નિર્ણય સામાન્ય જનતા માટે હાશકારો લાવનાર સાબિત થયો છે. પ્રતિ કિલોગ્રામ રૂ. 1.21નો ઘટાડો અદાણી ગેસ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 1.21નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ અમદાવાદમાં CNGનો નવો ભાવ હવે રૂ. 81.17 પ્રતિ કિલોગ્રામ નક્કી થયો છે. નવા વર્ષની શરૂઆતમાં જ મળેલી આ રાહતથી CNG વાહન વપરાશકર્તાઓમાં સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ... Read more - [Gujarat Pollution: શિયાળામાં વધતું વાયુ પ્રદૂષણ બન્યું આરોગ્ય માટે મોટો ખતરો](https://thenewsdk.in/gujarat-pollution-increasing-air-pollution-in-winter-has-become-a-major-threat-to-health/): શિયાળાની શરૂઆત સાથે જ ગુજરાતમાં વાયુ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સતત 200ને પાર નોંધાઈ રહ્યો છે, જે ‘નબળીથી અતિ નબળી’ શ્રેણીમાં આવે છે. પ્રદૂષિત હવાની સીધી અસર લોકોના શ્વસનતંત્ર પર પડી રહી છે, જેના કારણે શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દર કલાકે 15 નવા દર્દી, 108 સેવા પર વધતો ભાર ઈમરજન્સી સેવા ‘108’ના આંકડા મુજબ વર્ષ 2025 દરમિયાન શ્વાસની સમસ્યાને લઈને કુલ 1.29 લાખથી વધુ ઈમરજન્સી કોલ્સ નોંધાયા છે. સરેરાશ રીતે દરરોજ 361 નવા કેસ સામે આવ્યા છે, એટલે કે રાજ્યમાં દર ... Read more - [બેંગલુરુમાં કાળમુખી કારનો કહેર: મોલ બહાર ફૂટપાથ પર સાત રાહદારીઓને કચડ્યા](https://thenewsdk.in/kalmukhi-car-runs-over-seven-pedestrians-on-footpath-outside-kehar-mall-in-bengaluru/): Bengaluru Road Accident: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં બુધવારે સાંજના સમયે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. શહેરના જાણીતા ફીનિક્સ મોલ ઑફ એશિયા બહાર પૂરઝડપે દોડી રહેલી એક કાર અચાનક બેકાબૂ બની ફૂટપાથ પર ચઢી ગઈ હતી. આ ઘટનામાં ફૂટપાથ પર ચાલતા અને ઊભેલા સાત રાહદારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો છે. પ્રત્યક્ષદર્શીઓ મુજબ, કારની ઝડપ અત્યંત વધારે હતી, જેના કારણે રાહદારીઓને બચવાની કોઈ તક મળી નહોતી. અકસ્માત બાદ સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને મોલના સુરક્ષા કર્મચારીઓ દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને ... Read more - [વર્ષના અંતિમ દિવસે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા અને ઠંડી વધવાની આગાહી](https://thenewsdk.in/unseasonal-rains-in-saurashtra-on-the-last-day-of-the-year-forecast-to-increase-anxiety-and-cold-among-farmers/): ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. ભર શિયાળે માવઠાની સ્થિતિ સર્જાતા રાજ્યમાં ઠંડીનો પારો વધુ ઘટવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, કલ્યાણપુર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ઝરમર વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય પંથકોમાં વરસાદના છાંટા પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતરોમાં ઊભા ચણા અને જીરું જેવા રવિ પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યના પાટનગર અમદાવાદમાં આજે વહેલી સવારથી ઘાટું ધુમ્મસ અને સ્મોગ છવાતા વિઝિબિલિટી ઘટી હતી. વાહનચાલકોને મુશ્કેલી પડી હતી, જ્યારે કેટલાક વિસ્તારોમાં શ્વાસ લેવામાં ... Read more - [Raw Turmeric Health Benefits: કાચી હળદરથી સ્વાસ્થ્ય માટે સર્વાંગી લાભ](https://thenewsdk.in/raw-turmeric-health-benefits-all-round-health-benefits-of-raw-turmeric/): Raw Turmeric Health Benefits: પ્રાચીન કાળથી કાચી હળદરનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે તેને યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે ખાવાનું શરૂ કરો છો, તો તમે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરી શકો છો. શું તમે જાણો છો કે કાચી હળદરમાં કર્ક્યુમિન, વિટામિન સી, ફાઇબર, વિટામિન બી-કોમ્પ્લેક્સ, આયર્ન, પોટેશિયમ, ઝિંક અને ફ્લેવોનોઇડ્સ જેવા પોષક તત્વો નોંધપાત્ર માત્રામાં હોય છે? તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવો નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે લોકો વારંવાર બીમાર પડે છે. તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે, તમારે કાચી હળદરનું સેવન શરૂ કરવું જોઈએ. કાચી હળદર આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ગેસ, પેટનું ફૂલવું અને ... Read more - [BENEFIT OF CARROTS: શિયાળામાં લાલ કે નારંગી ગાજર – કયું વધુ ફાયદાકારક?](https://thenewsdk.in/benefit-of-carrots-red-or-orange-carrots-in-winter-which-is-more-beneficial/): શિયાળો ગાજરનો સમય ગણાય છે. આ મોસમમાં લોકો ગાજરનો રસ, ગાજરનું સલાડ તેમજ વિવિધ શાકભાજીની વાનગીઓનો આનંદ લે છે. એટલું જ નહીં, ગાજરનો ઉપયોગ કરીને ગાજરનો હલવો, ગાજરની ખીર અને ગાજર બરફી જેવી મીઠાઈઓ પણ ખાસ બનાવવામાં આવે છે. ગાજર સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક માનવામાં આવે છે, પરંતુ બજારમાં ઉપલબ્ધ લાલ ગાજર અને નારંગી ગાજરમાંથી કયું વધુ ફાયદાકારક છે તે બાબતે લોકોમાં ઘણીવાર મૂંઝવણ રહે છે. લાલ અને નારંગી ગાજર વચ્ચેનો તફાવત લાલ ગાજર મુખ્યત્વે શિયાળામાં જ મળે છે અને નવેમ્બરથી માર્ચ સુધી ઉપલબ્ધ રહે છે, જ્યારે નારંગી ગાજર આખું વર્ષ બજારમાં સરળતાથી મળી જાય છે. બંને પ્રકારના ગાજરમાં ફાઇબર, ... Read more - [The Kerala Story 2 Movie: વિવાદાસ્પદ ફિલ્મનો સિક્વલ તૈયાર, 2026માં થશે રિલીઝ](https://thenewsdk.in/the-kerala-story-2-movie-sequel-of-the-controversial-film-is-ready-to-release-in-2026/): બોલિવૂડમાં એવી ઘણી ફિલ્મો બની છે જેમણે પોતાના વિષયને કારણે ભારે વિવાદ ઉભા કર્યા છે. એવી જ એક ફિલ્મ હતી વિપુલ અમૃતલાલ શાહની પ્રોડક્શન હેઠળ બનેલી ‘ધ કેરળ સ્ટોરી’. 2023માં રિલીઝ થયેલી આ ફિલ્મ ‘લવ જેહાદ’ જેવા સંવેદનશીલ મુદ્દા પર આધારિત હતી, જેના કારણે તે દેશભરમાં ચર્ચા અને વિવાદનું કેન્દ્ર બની હતી. જોકે, વિવાદો વચ્ચે પણ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઐતિહાસિક સફળતા મેળવી હતી. હવે આ ફિલ્મને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે — ‘ધ કેરળ સ્ટોરી 2’ તૈયાર થઈ ગઈ છે. 2026 બનશે સિક્વલ ફિલ્મોનું વર્ષ બોલિવૂડ માટે 2026નું વર્ષ સિક્વલ ફિલ્મોથી ભરેલું રહેશે. ‘બોર્ડર 2’, ‘દ્રશ્યમ 3’ ... Read more ## Pages - [HTML code](https://thenewsdk.in/html-code/) - [Home](https://thenewsdk.in/): ટૉપ ન્યૂઝ       લાઇફ સ્ટાઇલ - [Disclaimer](https://thenewsdk.in/disclaimer/): Disclaimer for The news dk If you require any more information or have any questions about our site’s disclaimer, please feel free to contact us by email at dineshvkapdi@gmail.com. Our Disclaimer was generated with the help of the Disclaimer Generator. Disclaimers for The news dk All the information on this website – https://thenewsdk.blogspot.com/ – is published in good faith and for general information purpose only. The news dk does not make any warranties about the completeness, reliability and accuracy of this information. Any action you take upon the information you find on this website (The news dk), is strictly at ... Read more - [Terms & condition](https://thenewsdk.in/terms-condition/): Terms and Conditions Welcome to The news dk! These terms and conditions outline the rules and regulations for the use of The news dk’s Website, located at https://thenewsdk.blogspot.com/. By accessing this website we assume you accept these terms and conditions. Do not continue to use The news dk if you do not agree to take all of the terms and conditions stated on this page. The following terminology applies to these Terms and Conditions, Privacy Statement and Disclaimer Notice and all Agreements: “Client”, “You” and “Your” refers to you, the person log on this website and compliant to the Company’s ... Read more - [Privacy Policy](https://thenewsdk.in/privacy-policy/): Privacy Policy for The news dk At The news dk, accessible from https://thenewsdk.blogspot.com/, one of our main priorities is the privacy of our visitors. This Privacy Policy document contains types of information that is collected and recorded by The news dk and how we use it. If you have additional questions or require more information about our Privacy Policy, do not hesitate to contact us. This Privacy Policy applies only to our online activities and is valid for visitors to our website with regards to the information that they shared and/or collect in The news dk. This policy is not ... Read more - [About](https://thenewsdk.in/about/): THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે. [comment]: # (Generated by Hostinger Tools Plugin)