આણંદમાં દબાણ તોડવા મુદ્દે પોલીસ અને દબાણકારો વચ્ચે મોટું ઘર્ષણ સર્જાયું છે. આણંદની બોરસદ ચોકડી પાસે પોલીસ અને દબાણકારો વચ્ચે પથ્થરમારો થયો છે. મંદિરનું દબાણ તોડવા જતાં જેસીબી પર સ્થાનિકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે. દબાણકારોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો છે.
પોલીસે પથ્થરમારો કરતા લોકો પર કર્યો લાઠીચાર્જ
ત્યારે પોલીસે પથ્થરમારો કરતા લોકો પર લાઠીચાર્જ કરવાની ફરજ પડી છે અને હાલમાં પોલીસે પથ્થરમારો કરતા કેટલાક લોકોની અટકાયત પણ કરી લીધી છે અને મામલો શાંત કરવા માટે સ્થાનિકો સાથે વાતચીત કરી છે.
સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે
Source link