મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. જેમાં બીજેપી ગઠબંધન તોફાની તેજી પૂર્વક આગળ વધી રહ્યુ છે. કોંગ્રેસ અને ઉદ્ધવ જૂથનું નબળુ પ્રદર્શન જોવા મળી રહ્યુ છે. મહાયુતિ 200ને પાર પહોંચી છે. જ્યારે શિંદે જૂથ બીજા નંબરે અને પછી છે કોંગ્રેસ અને શિવસેનાનું જૂથ. બીજેપી એકલીજ પોતાના દમ પર 100 કરતા વધારે બેઠકો પર આગળ છે. ત્યારે મહારાષ્ટ્રના શરૂઆતી પરિણામોને લઇને ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતની પ્રતિક્રિયા સામે આવી છે.
આ નિર્ણય જનતાનો નથી- સંજય રાઉત
ચૂંટણીના વલણોમાં મહાયુતિના જોરદાર કમબેકને લઈને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. હાલના રૂઝાનો મુજબ મહાયુતિ 221 બેઠકો પર આગળ છે જ્યારે અઘાડી માત્ર 55 બેઠકો પર આગળ છે. આ વલણો પર શિવસેનાના સાંસદ સંજય રાઉતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ જનતાનો નિર્ણય નથી. આ મહારાષ્ટ્રના લોકોનો નિર્ણય હોઈ શકે નહીં. અમને ખબર છે કે મહારાષ્ટ્રના લોકો શું ઈચ્છે છે.
કંઇક ગરબડ છે- સંજય રાઉત
તેમણે વધુમાં જણાવ્યું કે અમે જે જોઈ રહ્યા છીએ તેના પરથી એવું લાગે છે કે કંઈક ગરબડ છે. આ જનતાનો નિર્ણય નહોતો. દરેક વ્યક્તિ સમજી જશે કે અહીં શું ગરબડ છે. તેઓએ (મહાયુતિ) એવું કર્યું કે તેઓને 120થી વધુ સીટો મળી રહી છે ? એમવીએને મહારાષ્ટ્રમાં 75 સીટો પણ નથી મળી રહી?