- માંડલ-વિરમગામ વિકાસપથ પાસે નિકાલ બંધ થતા મુશ્કેલી સર્જાઇ
- માંડલ-વિરમગામ હાઇવેની બંને બાજુની ગટરમાંથી વર્ષોથી થતો હતો
- ધારાસભ્યને આવેદન આપી કાર્યવાહીની માંગ કરી હતી
પાટડી તાલુકા ગ્રામ્યના વરસાદી પાણીનો નિકાલ અને નવાગામ અને વઘાડાની સીમમાં આવેલા ખેતરોના પાણીનો નિકાલ અટકી જતા ખેડૂતો-ગ્રામજનોએ ડેપ્યુટી કલેકટર, ધારાસભ્યને આવેદન આપી કાર્યવાહીની માંગ કરી હતી.
પાટડી તાલુકાના માલણપુર ગામના પાણીનો નિકાલ તળાવમાંથી સ્ટેશન અને સ્ટેશનથી માંડલ-વિરમગામ હાઇવેની બંને બાજુની ગટરમાંથી વર્ષોથી થતો હતો.પરંતુ હાલ હાઇવેનો વિકાસ પથ થવાના કારણે પાણીના નિકાલમાં મુશ્કેલી સર્જાતા તળાવનું પાણી પાછુ પડી ગામના 1,000 વીઘા જમીનમાં ફરી વળવાના કારણે ખેડૂતોના પાક અને જમીનને ભારે નુકશાન થઇ રહયુ છે. બીજી તરફ માલણપુર ગામના ખેડૂતોની માંડલના નવા ગામ અને દસાડાના વઘાડા ગામની સીમમાં જમીનના પાણીના નિકાલની પણ મુશ્કેલી ઉભી થઇ હોવાથી આ બંને બાબતના કારણે ગામ અને સીમના પાણીના નિકાલની સમસ્યા ઉકેલાય એ માટે મુકેશભાઇ બુટીયા સહિતના ગ્રામજનોએ પાટડી ડેપ્યુટી કલેકટર, ધારાસભ્ય પી.કે.પરમારને આવેદન પાઠવી સમસ્યા ઉકેલવાની માંગ કરી હતી.
Source link