GUJARAT

Mandal: નશાખોર શખ્સે દેવું ચૂકવવા વૃદ્ધાને રહેંસી નાખ્યા

 અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકાના રખીયાણા ગામે ગત તા.12મીએ બપોરના સુમારે મોટાવાસ વિસ્તારમાં રહેણાંક મકાનમાં એકલાં રહેતાં વૃદ્ધા નર્મદાબેન ચંદુભાઈ પટેલની હત્યા કરી સોનાના દાગીનાની લુંટ કરી હોવાની ઘટનાથી સમગ્ર અમદાવાદ જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યો હતો.

આ બનાવની જાણ માંડલ પોલીસને થતાં પીએસઆઈ વી.એલ.પટેલ સહિત સ્ટાફની ટીમ, અમદાવાદ ગ્રામ્ય એસઓજી, એલસીબી, ડોગ સ્કવોડ, ફીંગરપ્રિન્ટ એક્સપર્ટ તથા એફએસએલ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લૂંટ વીથ મર્ડરના ગુનામાં ગામના જ એક શખ્સને ઝડપી પાડયો હતો. તેમજ પોલીસની ઉલટ તપાસમાં નશો કરવાની ટેવ ધરાવતા અને એકલવાયા રહેતાં વૃધ્ધાનાં ઘરની નિકટ જ રહેતાં શખ્સે દેવુ વધી જતા સોનાના દાગીના લૂંટવા ચલાવવા ચપ્પા વડે ખૂની ખેલ ખેલ્યો હોવાનું ઉજાગર થતા પોલીસે તેની અટકાયત કરીને વધુ તપાસ આદરી છે.

બનાવના સ્થળે તાત્કાલિક પહોંચી તપાસ હાથ ધરેલ અને ભંગીર ગુનાના આરોપીની શોધખોળ કરવા ઉચ્ચ પોલીસ વિભાગમાંથી મળેલાં આદેશોનું પાલન કરી સ્થાનિક પોલીસ ટીમ અને અન્ય પોલીસ એજન્સીઓ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરીને માંડલ કોર્ટમાં રજૂ કર્યો હતો. ઘટનાની જાણ માંડલ પોલીસને થઈ ત્યારે પોલીસ ટીમ તાત્કાલિક પહોંચીને રખિયાણા ગામનો વતની અને જેઓ આ હત્યાના ગુનાના કામે શકમંદ લાગતો હોઈ પ્રથમ દ્રષ્ટિએ તપાસ શરૂ કર્યાની સાથે જ પોલીસે તેને નજરકેદ કરેલ હતો અને તેની સાથે અન્ય બે ચાર શકમંદ માણસોના પુછપરછ,નિવેદનો લેવા સહિતની કામગીરી પોલીસે હાથ ધરેલ હતી, પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા લાશનો કબ્જો મેળવી અમદાવાદ સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવીને બુધવારે બપોર બાદ લાશને સ્વજનોને સોપી દીધી હતી. આ હત્યા કેસમાં વૃદ્ધાનું મોત નીપજાવ્યું હોવાની જે માહિતી માંડલ પી.એસ.આઈ પાસેથી જાણતાં આરોપીએ વૃદ્ધાનું મોઢું દબાવીને હત્યા કરી હોવાનું જણાઈ આવેલ હોવાનું તેમને જણાવ્યું હતું.

રખિયાણા ગામે ધોળા દિવસે વૃધ્ધ મહિલાને ચપ્પાના ઘા ઝીંકી સોનાના દાગીના લૂંટી લેવાનો બનાવ બનતા જિલ્લા પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી. માંડલ પોલીસ, એલસીબી, એસઓજી સહિતની ટીમ દ્વારા બનાવની તપાસ કરાતા વૃધ્ધાનાં ઘરની નિકટ રહેતાં શખ્સે ગુનો આચર્યો હોવાનું સામે આવતા પોલીસે તુરત જ તેને ગામમાંથી ઝડપી પાડયો હતો. માંડલ પોલીસે રમેશભાઈ માધાભાઈ ઠાકોર(ઉ.વ.આશરે 42 વર્ષ, રહે.રખીયાણા, તા.માંડલ)ને લોકઅપ ભેગો કરીને પુછપરછ કરતા તેણે વટાણા વેરી દીધા હતા. તેમજ ગુનાની કબુલાત પણ કરી હતી. એથી પોલીસે આરોપીને માંડલની કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. ચકચારી ઘટનાના તપાસ અધિકારીના જણાવ્યા મુજબ મૃતકના એક સ્વજને પણ પોલીસને આ વ્યક્તિ ઉપર શંકા હોવાનું જણાવ્યું હતું. એથી પોલીસે તેને શકમંદ તરીકે તુરત જ દબોચી લીધો હતો. તેઓએ વધુમાં જણાવેલ કે, આરોપી ગામનો જ હતો અને મૃતક વૃધ્ધ મહિલાના ઘરની પાછળના વિસ્તારમાં રહેતો હતો. આરોપી પોતે કડિયાકામનો વ્યવસાય કરવાની સાથે વ્યસની પણ હતો.

પોલીસની પુછપરછમાં આરોપીએ પોતાના માથે દેવુ વધી જતા આર્થિક સંકડામણથી પરેશાન હોવાનું જણાવ્યું હતું. એથી ચોરી કરવાના ઈરાદે બપોરના સુમારે એકલવાયા રહેતા વૃધ્ધાના ઘરમાં ચોરી કરવાના ઈરાદે ઘુસ્યો હતો. ત્યારબાદ ચપ્પા વડે હુમલો કરીને સોનાના દાગીના લૂંટી લીધા હોવાનું જણાવ્યું હતું. વધુમાં મૃતકના એક સ્વજને પોલીસને જણાવેલ કે, ખૂની ખેલ ખેલનારા આરોપીએ જ વૃદ્ધાના મકાનનું ઘણાં સમય પહેલાં કડિયાકામ પણ કર્યું હતું. એથી આરોપી તેમજ મૃતક એકબીજાને સારી રીતે ઓળખતા હતા. જેથી વૃદ્ધા ઘરમાં એકલાં રહેતા હોવાનું જાણતો હોય તેમની એકલતાનો લાભ લઈ સોનાના દાગીના લૂંટવા જ હત્યા કરી નાંખ્યાનું સામે આવતા પોલીસે ગુનામાં ઉપયોગમાં લીધેલ તિક્ષ્ણ હથિયાર તેમજ લૂંટ કરેલ મુદ્દામાલ કબજે કરવા વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button