અમરેલી જીલ્લા મધ્યસ્થ બેંકના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ ખેડૂત અને મજૂર સમાજ માટે ઐતિહાસિક પગલું ભર્યું છે. તાજેતરમાં બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં તેમણે અક્સ્માત વીમા કવચની રકમ ₹3 લાખથી વધારીને ₹5 લાખ કરવાનું મંજૂર કર્યું છે. વિશેષ વાત એ છે કે આ યોજના હવે માત્ર ખેડૂતો માટે નહીં,
પરંતુ તેમના ખેતમજૂરો અને તેમના પરિવાર માટે પણ લાગુ થશે. દેશભરમાં કોઈ બેંક દ્વારા આવું પહેલા ક્યારેય ઊભું ન થયું હતું. દિલીપ સંઘાણીએ જણાવ્યું કે આ પહેલ “સહકારથી સમૃદ્ધિ”ના મંત્રને આગળ વધારવાની દૃષ્ટિ સાથે લેવાઈ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને પણ પ્રાયોગિક રૂપમાં અનુસરવાનું પ્રતીક છે.
તેઓએ કહ્યું કે, “ખેડૂત અને ખેતમજૂરો દેશની અર્થવ્યવસ્થાના મુખ્ય સ્તંભ છે. તેમની સલામતી માટે આવું નવું માળખું તૈયાર કરવું અત્યંત જરૂરી છે.”
આવશ્યક ખર્ચ માટે સરળ ક્રેડિટ મળી
આ પહેલ શ્રી સંઘાણીએ પોતાના નવા વિચારશક્તિ અને સતત નવી યોજનાઓ લાવવાના ઈતિહાસને ધ્યાનમાં રાખીને હાથ ધર્યું છે. 1995-96માં, જ્યારે દેશમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અપ્રાપ્ય હતી, ત્યારે તેમણે સૌપ્રથમ અમરેલીમાં આ યોજના શરૂ કરી હતી.
તે સમયે ખેડૂતોને ખેતી માટે આવશ્યક ખર્ચ માટે સરળ ક્રેડિટ મળી હતી. આ સફળ પહેલને કારણે અમરેલી જીલ્લા મધ્યસ્થ બેંકને “દેશની સર્વશ્રેષ્ઠ બેંક”નો એવોર્ડ પણ મળ્યો હતો.



Leave a Comment