લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી સામાન પધરાવતું રેકેટ ઝડપાયું, 3 શખસોની ધરપકડ | Ahmedabad Crime Branch Busts Fake Branded Goods Racket 3 Arrested Near SG Highway

by

Thenewsdk

Updated: 24-05-2026, 01.36 PM

Follow us:

અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી સામાન પધરાવતું રેકેટ ઝડપાયું, 3 શખસોની ધરપકડ | Ahmedabad Crime Branch Busts Fake Branded Goods Racket 3 Arrested Near SG Highway



Fake Branded Goods Racket In Ahmedabad: અમદાવાદમાં જાણીતી કંપનીઓના પેકિંગ અને લોગોની આબેહૂબ નકલ કરી ગ્રાહકોને નકલી સામાન પધરાવી આર્થિક લાભ ખાટતી ટોળકી સક્રિય થઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એસ. જી. હાઇવે પર આવેલા સોલા ભાગવત ગેટ નજીકથી નકલી સિગારેટ, ઘી, ચા અને મસાલા સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓનું વેચાણ કરતા 3 શખસોને ઝડપી પાડ્યા છે. કોપીરાઇટ એક્ટના ભંગ બદલ પોલીસે આ ત્રણેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બેંગ્લોરની કંપનીની બાતમી અને ક્રાઇમ બ્રાંચનું ઓપરેશન

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, બેંગ્લોર સ્થિત એક ઓથોરાઇઝ્ડ એજન્સીના અધિકારીને અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીની નકલી સિગારેટ વેચાતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે એજન્સીના અધિકારીએ ડમી ગ્રાહક બનીને નકલી સામાન વેચતા શખસનો સંપર્ક કર્યો હતો અને મોટા જથ્થામાં માલ ખરીદવાના બહાને તેને સોલા ભાગવત ગેટ પાસે બોલાવ્યો હતો. આ દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમે ઘટનાસ્થળે વોચ ગોઠવી દીધી હતી.

ત્યાં કાર લઇને પહોંચેલા ત્રણ શખસો અરુણકુમાર ગુપ્તા, સચિન ગુપ્તા અને સુજીત પોદ્દારને પોલીસે ઘેરી લીધા હતા. કારની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારમાંથી માત્ર નકલી સિગારેટ જ નહીં, પરંતુ રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી અનેક જાણીતી બ્રાન્ડ્સનો નકલી જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચો: છોટા ઉદેપુરની તાલુકા પંચાયતની ચૂંટણીમાં નવો વિવાદ, જીત બાદ વિજય સરઘસમાં બંદૂક સાથે દેખાયા ભાજપ નેતા

ઝડપાયેલો નકલી મુદ્દામાલ

પોલીસે આરોપીઓ પાસેથી સિગારેટના 44 મોટા પેકેટ, અમૂલ ઘીના 15 પાઉચ, ચાના 12 પેકેટ, ડીટર્જન્ટના 14 પેકેટ અને મસાલાના 60 પેકેટ, બીડીના 15 પેકેટ સહિત કુલ મુદ્દામાલ 3,09,197 રૂપિયાનો સામન જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મુખ્ય સૂત્રધાર સુજીત પોદ્દારે કબૂલાત કરી હતી કે, તે અલગ-અલગ સ્થાનો પરથી સસ્તા ભાવે આ ડુપ્લિકેટ માલ ખરીદી લાવતો હતો. ત્યારબાદ અરુણ અને સચિન મારફતે આ સામાન બજારમાં છૂટક ગ્રાહકો તથા નાના દુકાનદારોને ઓરિજિનલ ભાવે પધરાવી દેવામાં આવતો હતો.

ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અને કંપનીઓની શાખ બગાડતા આ કૌભાંડમાં નકલી સામાનનો આ મોટો જથ્થો ક્યાં તૈયાર થતો હતો અને ક્યાંથી સપ્લાય કરવામાં આવતો હતો, તે દિશામાં ક્રાઇમ બ્રાંચે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤