લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

રાજ્યમાં ડીઝલની અછત મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું | Central government targeted over diesel shortage in the state

by

Thenewsdk

Updated: 24-05-2026, 07.16 PM

Follow us:

રાજ્યમાં ડીઝલની અછત મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું | Central government targeted over diesel shortage in the state



આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ અઅર્થે આજે હરણી એરપોર્ટ ખાતે આવી પહોંચતા કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું.

અરવિંદ કેજરીવાલે નીટ પેપર લીક મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. એમણે કહ્યું હતું કે તાજેતરમાં નીટ પરીક્ષાનું પેપર લીક થતાં દેશભરના અંદાજે ૨૨ લાખ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે. ઘણા વિદ્યાર્થીઓ માનસિક તણાવ અને નિરાશાનો સામનો કરી રહ્યા છે.

એમણે વધુમાં ઉમેર્યું કે, પંજાબ સરકાર આગામી ૨૧ તારીખે યોજાનારી નીટ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ઘરેથી પરીક્ષા કેન્દ્ર સુધી અવરજવર માટે બસની વિનામૂલ્યે સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે. ગુજરાત સરકારે પણ વિદ્યાર્થીઓના હિતમાં આવી વ્યવસ્થા કરવી જોઈએ.

ડીઝલની અછતના મુદ્દે પણ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. એમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે અને ડીઝલની અછતની સ્થિતિ ઉભી થઈ છે. આ પરિસ્થિતિથી ખાસ કરીને ખેડૂતોને ભારે મુશ્કેલી થઈ રહી છે.

એમણે વધુમાં કહ્યું કે, વધતા ઇંધણના ભાવ સામાન્ય નાગરિકોને પરવડે તેવી સ્થિતિમાં નથી. રશિયા અને ઈરાન ભારતને સસ્તા દરે ક્રૂડ ઓઇલ આપવા તૈયાર હોવા છતાં કેન્દ્ર સરકાર ખરીદી કરતી નથી. જો સસ્તું ક્રૂડ ખરીદવામાં આવે તો મોંઘવારીમાં રાહત મળી શકે એમ છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤