હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન આડે હવે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. તે પહેલા બહુજન સમાજ પાર્ટી એટલે કે બસપા પ્રમુખ માયાવતીએ રાજ્યના દલિત સમુદાયને ખાસ અપીલ કરી છે. તેમણે ચૂંટણીમાં વોટિંગ કરવાને લઇને ખાસ અપીલ કરી છે. . બીએસપી ચીફ માયાવતીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર કહ્યું કે હરિયાણામાં યોજાઈ રહેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસ દ્વારા દલિતોની સતત અવગણના અને તિરસ્કાર એ સાબિત કરે છે કે પાર્ટીમાં બધું બરાબર નથી તો આગળ શું થશે ? આવી સ્થિતિમાં દલિત સમાજના લોકોએ સાવચેતી વર્તીને વોટ કરવા અપીલ કરી.
અનામતને નાબૂદ કરવાની વાતો કરે છે- માયાવતી
તેમણે કહ્યું કે અનામત વિરોધી રહેલી કોંગ્રેસના નેતા હવે અનામતને સમયે આવ્યા પર નાબૂદ કરવાની વાતો કરે છે. તેથી દલિતો એકતરફી પોતાનો મત બસપાને જ આપવો જોઈએ. કારણ કે આ પક્ષ તેમનું હિત અને કલ્યાણની સુરક્ષા અને સંવૈધાનિક હક મેળવવા તેમને શાસક વર્ગ બનાવાવ માટે સતત પ્રયત્નશીલ છે. માયાવતીએ વધુમાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં દલિત સમુદાયના લોકોએ કોંગ્રેસ કે અન્ય કોઇ ગઠબંધનના ખોટા વચનો અને અન્ય ભ્રમણાઓનો શિકાર ન થવું જોઈએ, પરંતુ તેમના દલિત વિરોધી ઇતિહાસને ધ્યાનમાં રાખવો જોઈએ. આ બધાને ભારપૂર્વક અપીલ છે કે તેઓ તેમના કિંમતી મત એકતરફી માત્ર BSP માટે જ આપે.
કુમારી સેલજાને લઈને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા
આ પહેલા બસપા સુપ્રીમો માયાવતીએ હરિયાણા કોંગ્રેસના નેતા કુમારી સેલજા સામે પ્રતિક્રિયા આપી હતી. કુમારી શૈલજાને સલાહ આપતાં તેમણે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. માયાવતીએ ‘X’ પર લખ્યું હતું કે દેશમાં અત્યાર સુધી થયેલી રાજકીય ઘટનાક્રમથી એ સાબિત થાય છે કે ખાસ કરીને કોંગ્રેસ તથા અન્ય પાર્ટીઓએ પોતાના ખરાબ સમયમાં કેટલાક સમય પૂરતા દલિતોને મુખ્યમંત્રી તથા સંગઠનના પ્રમુખ સ્થાન પર રાખવાની યાદ તો ચોક્કસથી આવે છે પરંતુ પાર્ટીઓ પોતાના સારા દિવસોમાં તે લોકોને સાઇડલાઇન કરી છે. હાલ હરિયાણામાં આવુ જ જોવા મળી રહ્યું છે. જ્યારે આવા અપમાનિત થઇ રહેલા દલિતોના મસીહા બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબોડકરથી પ્રેરણા લઇને તેમણે પોતાને આવી પાર્ટીઓથી દૂર થઇ જવુ જોઇએ અને પોતાના સમાજને આવી પાર્ટીઓથી દૂર રાખવા માટે આગળ પણ આવવુ જોઇએ.