GUJARAT

Mehsana: કિશોરને ગાયે શિંગડે ચડાવી 4 ફૂટ ઊંચે હવામાં ફંગોળ્યો

મહેસાણા પીલાજી ગંજ વિસ્તરામાં રાત્રીના સમયે પોતાની શેરીમાં રમતા કિશોરને રખડતા ઢોર શીંગડે ચડાવી ફ્ંગોળતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત કિશોરને સારવાર આપવાની ફરજ પડી હતી. તો ઘટનાને લઈ શહેરી જનો એ તંત્ર સામે નારાજગી જતાવી હતી.

મહેસાણામાં વધુ એક વાર રખડતા ઢોર જોખમી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં મહેસાણા શહેરના પીલાજી ગંજ વિસ્તારમાં રાત્રીના સમયે વડીલ સાથે રમતો એક કિશોર થોડી ક્ષણો માટે એકલો રસ્ત પર રમતો હોઈ ત્યાં એક ગાયે તેને શીંગળે ચડાવી હવામાં ફ્ંગોળ્યો હતો. ગાયે ભેટુ મારતા યુવક 4 ફૂટ જેટલું હવામાં ઉછળ્યા બાદ રસ્તા પર પટકાતા તે બેભાન થઈ ગયો હતો. જોકે નજીકમાં જ આંટાફેરા મારી વાતો કરતા લોકોને કઈક અવાજ આવ્યો હોવાની જાણ થતાં તેમને પાછળ જોતા કિશોર રસ્તા પર બેભાન પડયો હોવાની જાણ થઈ હતી. રસ્તા પરના લોકો દોડીને કિશોર પાસે આવી બુમાબુમ કરતા સ્થાનિક રહીશો પણ દોડી આવ્યા હતા. જ્યાં બેભાન હાલતમાં જ કિશોરને સારવાર હેઠળ ખસેવામાં આવ્યો હતો. માથામાં ગંભીર ઇજાઓને લઈ તેને હોસ્પિટલમાં એડમિટ કરી વધુ સારવાર આપવામાં આવી હતી.

સમગ્ર ઘટના પીલાજી ગંજ વિસ્તારમાં લાગેલ CCTV કેમેરામાં કેદ થઈ હતી.

ઘટના જોતા સ્થાનિકોએ રખડતા ધોરણ ત્રાસ અને જોખમને લઈ તંત્ર સામે નારાજગી જતાવી હતી. તો મહેસાણા નગરપાલિકામાં ઢોર નિયંત્રણ કામગીરી માટે લાખ્ખો રૂપિયાના ખર્ચ બાદ પણ શહેરી જનોની જિંદગી જીખમમાં હોવાનું આ ઘટના પર થી તરી આવી રહ્યું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button