વડોદરા જિલ્લાના ડેસર ખાતે શ્રમજીવી પરિવારના મોભીની અજાણ્યા હત્યારા દ્વારા કરપીણ હત્યા કરાતા સમગ્ર ડેસર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. બનાવની વિગતો અનુસાર ડેસરના મહાયા ટેકરા ખાતે રહેતા આધેડવય ના ભીખાભાઈ કાળુભાઈ પરમાર ઉંમર 50 વર્ષ પત્ની લીલાબેન, બે દીકરા રણજીત અને વનરાજ દીકરી હીના અને બુઝુર્ગ માતા સાથે રહે છે દીકરી હીના ના લગ્ન કાલોલ ના મેદાપુર ખાતે કરી દેવામાં આવ્યા છે જ્યારે વનરાજ ગોધરાની પ્લાસ્ટિક કંપનીમાં નોકરી કરે છે રણજીત પિતા સાથે રહી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે
ભીખાભાઈ પરમાર છેલ્લા ત્રણ દિવસથી ઘરે નહીં આવતા પરિવારે શોધખોળ આરંભી હતી અગાઉ પણ નવા કેસરા ના મુવાડા ના ભરતભાઈ પરમાર ના ખેતરમાં ડાંગર કાપવા માટે ગયા હતા ત્યારે ત્રણ દિવસે ઘરે આવ્યા હતા તા 10 નવેમ્બરે રાત્રે ભીખાભાઇ પરમાર ડેસર ના મહાયા ટેકરા ખાતેના ઘરે આવ્યા હતા ત્યારબાદ સવારે તા 11 નવેમ્બરે આઠ વાગે મજૂરીએ જાઉં છું તેમ જણાવી ઘરેથી નીકળ્યા હતા બીજા દિવસ સુધી નહીં આવતા પરિવારે શોધખોળ આરંભી હતી પરંતુ ક્યાંય પતો લાગ્યો ન હતો
તા 14 નવેમ્બરે ગામની સીમમાં અવાવરૂ જગ્યાએ બપોરે ત્રણ વાગ્યાના અરસામાં હિરૂ તલાવડી નજીક ખેતર ના શેડા ઉપરથી પસાર થતી કેનાલના ઢાડીયા માંથી કોથળામાં પેક કરેલી ભીખા પરમારની અડધી લાશ મળી આવી હતી પરિવારે તાત્કાલિક 100 નંબર ઉપર બનાવની જાણ કરાતા ડેસર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે જીણવટ ભરી શોધખોળ કરતા નજીકમાં આવેલા કપાસના વાવેતર વાળા ખેતરમાંથી સફેદ રંગના કોથળામાંથી કમરથી ઉપરનો ભાગ મળી આવ્યો હતો ડેસર પોલીસે ભીખા પરમાર ના મુતદ્દેહ ના બંને ટુકડા ડેસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે ખસેડી હત્યારાની શોધખોળ આરંભી છે, તાત્કાલિક ધોરણે પોલીસે ડોગ્ સકોડની મદદ લીધી હતી
હત્યારાની શોધમાં લાગી પોલીસ
મહાયા ટેકરા ખાતે રહેતા ભીખાભાઈ પરમાર ને કોઈની સાથે દુશ્મનાવાટ ન હતી તેમના ઘરમાં કલેશ કંકાસ પણ ન હતો તો પછી આટલી ક્રૂર રીતે ભીખા પરમારને કોણે મોતને ઘાટ ઉતાર્યો તે બાબત ડેસર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે ટૂંકા સમયગાળામાં નાનકડા તાલુકાના પોલીસ મથકમાં હત્યાનો પાંચમો બનાવ નોંધાયો છે ડેસર તાલુકો બિહારના માર્ગે જઈ રહ્યો હોવાનું જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે
Source link