આણંદના પેટલાદના શહેરી વિસ્તારમાં બે ઓવરબ્રિજની કામગીરી એક સાથે ચાલી રહી છે. શહેરના બસ સ્ટેન્ડ વિસ્તાર તથા હાઈવે રસ્તા ઉપર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. હાઈવે રસ્તા ઉપરના ઓવરબ્રિજની કામગીરી 6 વર્ષથી પણ વધુ સમયગાળો વીતવા છતાં પૂર્ણ થઈ નથી.
દરરોજ હજારો લોકો થાય છે હેરાન
પ્રજાએ જ્યારે આંદોલન કર્યા ત્યારે સંદેશ ન્યુઝ ચેનલે તેમનો અવાજ ઉઠાવ્યો હતો. ઓવરબ્રિજની કામગીરી દરમિયાન સોસાયટીના રહીશોને રોડ રસ્તાની સુવિધા ન મળતા સંદેશ ન્યુઝ ચેનલે અવાજ ઉઠાવ્યો હતો અને લોકોના પ્રશ્નો તંત્ર સુધી પહોંચાડ્યા હતા. ઓવરબ્રિજની કામગીરી પેટલાદની જનતા માટે સૌથી મોટો પ્રશ્ન બની ગઈ છે. રોજના સંખ્યાબંધ રહીશો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
ઉડતી ધૂળ અને ખાડા ટેકરાવાળા બિસ્માર રસ્તાથી લોકો પરેશાન
હાલ ચાલી રહેલી ઓવરબ્રિજની કામગીરીને લઈને આ વિસ્તારમાંથી અવરજવર કરતા વાહન ચાલકો તેમજ આસપાસના સોસાયટીના રહીશો ઓવરબ્રિજની કામગીરીથી હેરાન પરેશાન થઈ ગયા છે. દિવસ દરમિયાન ઉડતી ધૂળ અને ખાડા ટેકરાવાળા બિસ્માર રસ્તાથી લોકો પરેશાન થઈ ગયા છે. ખાસ તો વડોદરા, અમદાવાદ, ખેડા સહિત વિવિધ જિલ્લામાંથી આવતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.
ક્યારે કામગીરી પૂર્ણ થશે તે સવાલ
પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલ દ્વારા ડિસેમ્બરના અંતમાં કામગીરી પૂર્ણ થઈ જશે તેવું જણાવવામાં આવ્યું છે. ગત દિવસોમાં કામગીરી શરૂ કરવા તેમને જણાવ્યું હતું, પરંતુ ઘણા મહિના બાદ કામગીરી શરૂ થઈ હતી. પ્રજા લક્ષી પ્રશ્નોના અવાજ ઉઠાવવામાં ધારાસભ્ય ઉણા ઉતર્યા હોય એવુ લાગી રહ્યું છે. ત્યારે ડિસેમ્બરના અંતમાં કામગીરી પૂર્ણ થશે તેવું ધારાસભ્યએ જણાવ્યું છે, ત્યારે પૂર્ણ થશે છે કે નહીં? તે જોવાનું રહ્યું.
ધારાસભ્યની પ્રજાલક્ષી કામગીરી ઉપર સવાલો ઉઠવા પામ્યા
હાલ ઓવરબ્રિજની કામગીરીથી સંખ્યાબંધ વાહન ચાલકો અને લોકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે ધારાસભ્ય દ્વારા નક્કર રજુઆત ન કરવામાં આવતા ધારાસભ્યની પ્રજાલક્ષી કામગીરી ઉપર સવાલો ઉઠવા પામ્યા છે. ઘણા વર્ષોથી ચાલી રહેલી ઓવરબ્રિજની કામગીરી સત્વરે પૂરી થાય તેવી લોકોની માગ છે.
Source link