SPORTS

મુંબઈ ઈન્ડિયન્સે ખરીદી ઈંગ્લેન્ડની આ ટીમ, 658 કરોડમાં થઈ બ્લોકબસ્ટર ડીલ

IPLની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઇન્ડિયન્સનો પરિવાર સતત વિસ્તરી રહ્યો છે. IPL સિવાય ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સની માલિકીની મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીએ દક્ષિણ આફ્રિકા, યુએસએ અને યુએઈની લીગમાં પણ ટીમો ખરીદી છે.

હવે MI એ તેનો વ્યાપ ઈંગ્લેન્ડ સુધી વિસ્તાર્યો છે અને ત્યાંની એક ટીમમાં મોટો હિસ્સો ખરીદ્યો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની ફ્રેન્ચાઈઝ લીગ ‘ધ હંડ્રેડ’ ની ટીમ, ઓવલ ઈન્વિન્સિબલ્સમાં MI એ લગભગ અડધો હિસ્સો ખરીદ્યો છે, અને આમ કરનારી પ્રથમ IPL ફ્રેન્ચાઈઝી બની છે.

658 કરોડમાં થઈ આ ડીલ

મીડિયા રિપોર્ટ મુજબ ગુરુવાર, 30 જાન્યુઆરીના રોજ, ECB એ Oval Invincibles ના ઓક્શનની પ્રક્રિયા શરૂ કરી, જેમાં તે તેનો 49 ટકા હિસ્સો વેચી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેની મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી દ્વારા લગભગ 61 મિલિયન પાઉન્ડ એટલે કે આશરે 658 કરોડ રૂપિયાની જોરદાર બોલી લગાવીને આ 49 ટકા હિસ્સો ખરીદ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની જેમ ઓવલ પણ ધ હંડ્રેડમાં સૌથી સફળ ફ્રેન્ચાઈઝી છે, જેને 2023 અને 2024માં પુરુષોની ટુર્નામેન્ટ જીતી હતી, જ્યારે 2021 અને 2022માં મહિલા ટુર્નામેન્ટ જીતી હતી.

પોતાનો ભાગ વેચી રહ્યું છે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ

ધ હન્ડ્રેડમાં 8 ફ્રેન્ચાઈઝી ભાગ લે છે, જે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના વિવિધ કાઉન્ટી ક્લબનો ભાગ છે. ઈંગ્લેન્ડ બોર્ડે 2021 માં આ લીગ 100-100 બોલના ફોર્મેટ સાથે શરૂ કરી હતી, જે T20 થી અલગ હતી. ત્યારથી, ECB પાસે આ લીગની દરેક ટીમમાં 49-49 ટકા હિસ્સો છે, જ્યારે બાકીનો 51 ટકા હિસ્સો તે ફ્રેન્ચાઈઝીના મુખ્ય કાઉન્ટી ક્લબ પાસે છે. આ લીગનું મૂલ્ય વધારવા અને IPL જેવા ખાનગી રોકાણકારોને સામેલ કરવા માટે, ECB એ તમામ 8 ફ્રેન્ચાઈઝીમાં પોતાનો હિસ્સો વેચવાનો નિર્ણય લીધો હતો, જેના માટે ઓક્શન પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે.

શું MI સરે પાસેથી સંપૂર્ણ હિસ્સો લેશે?

આ કેટેગરીમાં ઓવલનો સૌપ્રથમ ઓક્શન કરવામાં આવ્યો હતો, જેમાંથી ઈંગ્લિશ બોર્ડને મોટી રકમ મળવાની છે. વર્તમાન મોડેલ હેઠળ MI હવે ઓવલ ઈન્વિન્સિબલ્સમાં ECBનો 49 ટકા હિસ્સો ધરાવશે, જ્યારે સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબ બાકીનો 51 ટકા હિસ્સો ધરાવશે. આનો અર્થ એ થયો કે હવે સરે અને MI આ ફ્રેન્ચાઈઝીની પુરુષ અને મહિલા ટીમોનું સંયુક્ત રીતે સંચાલન કરશે. પરંતુ ECB એ પણ છૂટ આપી છે કે જો કાઉન્ટી ક્લબ ઈચ્છે તો તેઓ તેમના કેટલાક શેર પણ વેચી શકે છે. નજર તેના પર રહેશે કે સરે પોતાનો હિસ્સો વેચે છે કે નહીં. પરંતુ હાલમાં MI ધ હન્ડ્રેડમાં ટીમ ખરીદનારી પહેલી IPL ફ્રેન્ચાઈઝી બની ગઈ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button