BUSINESS

National: Air India દ્વારા ફ્લાઈટમાં ફ્રી વાઇફાઇની ધમાકેદાર ઓફર

Air India Free Wifi: હવેથી ફ્લાઈટમાં બેસીને તમને કંટાળો નહીં આવે,કારણકે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તમને હવેથી અનલિમિટેડ ઈન્ટરનેટ ઉપયોગ કરવા મળશે. ટાટા ગ્રુપની એરલાઇન એર ઇન્ડિયા દ્વારા તેમના મુસાફરોને ફ્રી વાઇફાઇ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી મુસાફરોને જો ઇન્ટરનેટની કમી વર્તાતી હતી જો હવેથી નહીં પડે.

હવે ફ્લાઇટમાં wifiની સુવીધા

રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન કે પછી એરપોર્ટ ક્યાંય પણ જાઓ ઇન્ટરનેટની કમી વર્તાતી હોય છે, પણ હવેથી તમારે ચિંતા કરવાની જ્રરુર નથી. તમે પ્લેનમાં ફ્રી વાઇ-ફાઇનો આનંદ માણી શકશો. ભારતીય એરલાઇન Air India દ્વારા તેમના વિમાનોમાં વાઇ-ફાઇની સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે, ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ સિવાય કેટલીક ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર પણ આ પ્રકારની સર્વિસ ફ્રીમાં ઉપલબ્ધ થશે.

એર ઈન્ડિયા ફ્લાઈટમાં હવેથી ચાલશે ફેસબુક-ઈન્સ્ટાગ્રામ

ટાટા ગ્રુપની એર ઇન્ડિયાએ નવા વર્ષમાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ઇન-ફ્લાઇટwifi કનેક્ટિવિટી આપવાની જાહેરાત કરી છે. ફ્રી વાઈ-ફાઈ સર્વિસ આપતી એર ઈન્ડિયા ભારતની પ્રથમ એરલાઈન બની ગઈ છે. જે હવેથી એર ઈન્ડિયા કે એરબસ A350, બોઈંગ 787-9 અને સલેક્ટેડ એરબસ A321neo ફ્લાઈટ્સમાં બેસી મુસાફરો 10,000 ફીટ ઉપર રહીને પણ-વાઈ-ફાઈ યુઝ કરી શકશે. સૌથી સારી વાત એ છે કે મુસાફરો સોશિયલ મીડિયા ચલાવી શકMs અને પોતાને અપડેટ રાખી શકશે

એર ઇન્ડિયામાં વાઇ-ફાઇ કેવી રીતે ઉપયોગ કરી શકશો?

એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં વાઈ-ફાઈનો ઉપયોગ કરવા માટે તમારે કંઈપણ કરવાની જરુર નથી, તેના માટે તમારે તમારા ફોનમાં Wi-Fi એનેબલ કરવું પડશે ત્યારબાદ Wi-Fi સેટિંગમાં જવું પડશે. જેમાં તમને એર ઇન્ડિયા વાઇ-ફાઇ નેટવર્ક દેખાશે જે વિકલ્પને પસંદ કરો. તમે ડાયરેક્ટ એર ઇન્ડિયાના પોર્ટલ પર જતા રહોશો ત્યાં તમારું પીએનઆર અને નામના છેલ્લા શબ્દ લખો. તેના પછી આ પછી તમે ફ્રી ઇન્ટરનેટ ઍક્સેસ કરી શકશો. તમે ફ્લાઇટની અંદર લેપટોપ, ios એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સ અને ટેબલેટમાં ફ્રી યુઝ કરી શકશો, એર ઈન્ડિયાના કેટલાક ઇન્ટરનેશનલ રૂટ્સ પર આ પ્રકારની સર્વિસ પહેલાથી જ છે.તે સૌથી પહેલા પિલ્ટ પ્રોગ્રામમાં ન્યૂયોર્ક, પેરિસ, સિંગાપોર અને લંડનની ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે.

ઇન-ફ્લાઇટ વાઇ-ફાઇ સર્વિસ

આમતો ભારતમાં ફ્લાઈટ્સમાં વાઈ-ફાઈ સર્વિસ પહેલાં જ શરૂ થઈ શકી હોત. પરંતુ નિર્ણય સરકાર પાસે નિર્ણય પેંડિંગ હતા. કેન્દ્રીય દૂરસંચાર ગયા વર્ષે ફ્લાઈટ એન્ડ મારી ટાઈમ કનેક્ટિવિટીએ સંશોઘન કર્યું હતું તેના કારણે જ ભારત માટે તમામ ડોમેસ્ટિક એરલાઇન્સમાં ફ્રી વાઇ-ફાઇ સર્વિસ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button