Navaratri 2024 : નવરાત્રિમાં ગરબા રમવા જતી દિકરીઓ માટે, પોલીસનો આ એક ખાસ મેસેજ માતા-પિતા જરુર વાંચજો
નવરાત્રિમાં ગરબા રમવા જનારી સૌ દિકરીઓ માટે સુરત શહેર પોલીસનો એક ખાસ મેસેજ છે.સુરત પોલીસે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને નવરાત્રિમાં ગરબા રમવા જનારી છોકરીઓને ખાસ મેસેજની વાત કરી છે. તો ચાલો આપણે જોઈએ આ ખાસ મેસેજ શું છે.
સુરત પોલીસે પોસ્ટ કરીને કહ્યું તમે જ્યાં ગરબા રમવા જવાના હોવ એનું એડ્રેસ અને જેમની સાથે ગરબા રમવાના હોય તે ફ્રેન્ડસ તેમજ તેના પરિવારના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જવું.ગરબા રમવા જઈ રહ્યા હોય ત્યારે તમારા ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન મોડ પર રાખજો.
અજાણી અથવા ટુંકા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલા પીવાના પાણી,કોલ્ડ ડ્રિંક્સ કે અન્ય કોઈ ખાદ્યપદાર્થનું સેવન કરવું નહિ. તેમજ અજાણી વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો,ફોટોગ્રાફ્સ કે વીડિયો શેર કરવાનું ટાળજો.
સોશિયલ નેટવર્કિંગ સાઈટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે સતર્ક રહેજો. ગરબા રમવા જાવ ત્યારે પરિચિત ગ્રુપમાં જ રહેજો. અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવાનું કે, એમને લિફ્ટ આપવાનું ટાળજો.
કોઈપણ અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે એકાંતવાળી કે અવાવરું જગ્યાએ જવું નહિ. ગરબા કાર્યક્રમ સ્થળે તમારો જવા-આવવાનો રસ્તા પર એકલા જશો નહિ. રાત્રિના સમયે જો કોઈ વાહન મળતું ન હોય તો 100 અથવા 182 નંબર ડાયર કરી પોલીસને જાણ કરજો.અમદાવાદ ક્રાઇમ બ્રાંચના તાબા હેઠળ મહિલા પોલીસની ટીમોની તૈનાતી કરવામાં આવશે.મહિલાઓની છેડતી, અસામાજીક તત્વોનો આતંક જણાશે તો આ મહિલા પોલીસકર્મીઓ તેને પાઠ ભણાવશે.
Source link