દેશમાં તહેવારોની સીઝન શરુ થઈ ચૂકી છે. જેની શરુઆત નવરાત્રીથી થશે, નવરાત્રી શરુ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નવરાત્રી દરમિયાન મહિલાઓ ગરબા રાસ,દુર્ગા પુજા પંડાલની સાથે સાથે ઘરે અનેક કામ કરે છે. મહિલાઓ સુંદર અને આકર્ષક દેખાવવા માટે હજારો કામો વચ્ચે ત્વચાનો કઈ રીતે ખ્યાલ રાખવો તેના વિશે જાણીએ.
તહેવારોનો પુરો આનંદ લો
હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે, ઉત્સવનું આયોજન ખુલ્લા પાર્ટી પ્લોટમાં જ કરવામાં આવે છે. એટલા માટે મેકઅપ નોર્મલ રાખવો. એટલા માટે કારણ કે, વધારે મેકઅપ ગરમીના કારણે બગડી જાય છે અને ચેહરા પર ફેલાય જાય છે. જે તમારું મુડ પણ ખરાબ કરી દેશે. જો તમે ગરબા રમવા જઈ રહ્યા છો, તો મેકઅપને પ્રાઈમર,ફાઉન્ડેશન, કંસીલર, આઈમેકઅપ અને નોર્મલ લિપસ્ટિક જ કરો. જેનાથી તમારો મેકઅપ પણ ખરાબ નહિ થાય અને તમે તહેવારોનો પુરો આનંદ લઈ શકશો.
નવરાત્રી દરમિયાન અંદાજે 7 થી 9 કલાકની ઉંઘ લો
જો તમે નવરાત્રી દરમિયાન કોઈ પાર્ટીમાં જઈ રહ્યા છો તો વોટરપ્રુફ મેકઅપ કરવાનું રાખો, જો તમે વોટર પ્રુફ મેકઅપ કરશો તો ગરમીમાં મેકઅપ ખરાબ થવાનો ભય ઓછો લાગશે.નવરાત્રી દરમિયાન તમે ટ્રેડિશનલ સ્કર્ટની સાથે બેકલેસ બ્લાઉઝ કે ચોલી પહેરી ગરબા રમવા જઈ રહ્યા છો. તો તમારા પીઠ વેક્સ જરુર કરાવો. તેમજ નવરાત્રી દરમિયાન અંદાજે 7 થી 9 કલાકની ઉંઘ જરુર પુરી કરો.
હાથ પગની સુંદરતાનું પણ જરુર ધ્યાન રાખો
માત્ર ચેહરાનું જ નહિ નવરાત્રી દરમિયાન હાથ પગની સુંદરતાનું પણ જરુર ધ્યાન રાખો. નવરાત્રી શરુ થતાં પહેલા મેનીક્યોર અને પેડીક્યોર જરુર કરાવી લો. જો તમારી પાસે પાર્લરમાં જવાનો સમય નથી તો ઘરે બેસી લીંબુનો રસ અને ખાંડ મિક્સ કરી હાથ અને પગ પર લગાડી માલિશ કરો. તેમજ તહેવારોની સીઝનમાં પાણી પીવાનું વધુ રાખો. સાથે જ્યુસ અને સુપનું પણ સેવન કરો.
નવરાત્રીના 9 દિવસ સુધી મહિલાઓ તૈયાર થઈ ગરબે રમવા જાય છે. તહેવારો દરમિયાન મહિલાઓ સુંદર દેખાવાનું પસંદ કરે છે. નવરાત્રી પહેલા તમારી હેલ્થનું પણ જરુર ધ્યાન રાખજો. નવરાત્રી પહેલા જ ફ્રુટ્સનું સેવન કરો, વધુ માત્રમાં પાણી પીઓ. જેનાથી ત્વચા હાઈડ્રેટ રહે છે.
Source link