NATIONAL

Delhi: તો શિવાજીની પ્રતિમા ન પડત…, નીતિન ગડકરીનું મોટું નિવેદન

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે FICCIના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે શિવાજી મહારાજની પ્રતિમા તૂટવાને લઇને એક મહત્વનું નિવેદન આપ્યું. આ ઉપરાંત તેમણે સમુદ્ર પાસે બનનારા પુલના નિર્માણને લઇને પણ એક ખાસ ભાર મૂક્યો હતો.
એક વ્યક્તિએ મુર્ખ બનાવ્યો કે..
તેમણે કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું કે હું છેલ્લા ત્રણ વર્ષથી હું આગ્રહ કરી રહ્યો છું કે દરિયાની નજીકના પુલના નિર્માણમાં સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ થવો જોઈએ. એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે હું જ્યારે મહારાષ્ટ્ર સરકારમાં રાજ્યકક્ષાનો પ્રધાન હતો ત્યારે મુંબઈમાં 55 ફ્લાયઓવરનું બાંધકામ ચાલી રહ્યું હતું. એક વ્યક્તિએ મને મૂર્ખ બનાવ્યો કે લોખંડના સળિયા પર પાઉડર લગાવવાથી તેને કાટ લાગવાથી બચાવી શકાય છે. પરંતુ થોડા દિવસોમાં જ જોયુ કે કાટ લાગવા લાગ્યો હતો. ત્યારથી મને લાગે છે કે દરિયાકાંઠાના વિસ્તારના 30 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈપણ બાંધકામમાં સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ થવો જોઈએ.

શિવાજીની પ્રતિમા કેમ પડી ?
કાર્યક્રમમાં સંબોધન દરમિયાન નીતિન ગડકરીએ જણાવ્યું કે જો શિવાજીની પ્રતિમામાં સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ થયો હતો તો પ્રતિમા 100 ટકા પડતી જ નહી. ઉલ્લેખનીય છે કે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ગયા મહિને એટલે કે 26 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના સિંધુદુર્ગના માલવણમાં પડી હતી. શિવાજી મહારાજની આ પ્રતિમા 35 ફૂટ ઊંચી હતી. PM નરેન્દ્ર મોદીએ 8 મહિના પહેલા એટલે કે ગયા વર્ષે 4 ડિસેમ્બરે તેનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમા તૂટી પડતા રાજકારણ ગરમાયુ હતું. ત્યારે આ મામલે પાલઘરમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ આ માટે માફી પણ માંગી હતી.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button